તમારું કરોડો નું ઘર તેમાં ચહેરો દેખાય તેવો આરસ, તેના ઉપર મખમલી ગાલીચો, છત પર નેત્રદિપક જેવી રોશની અને ઝુમ્મર, આંખ અંજાય જાય તેવું ફર્નિચર.
આખું આયુષ્ય કષ્ટ કરીને
ઉભા કરેલ આ ઘર મા,
"ગુજરી ગયા પછી"
કલાકમાં ઉપાડવાની સગાંવહાલાંની ઉતાવળ.
ઘરમાં સુવા માટે માસ્ટર બેડરૂમ, તેના ઉપર ઈમ્પોર્ટ કરેલ ગાદી, ઝકાસ મૅચિંગ બેડશીટ. પોચા પોચા તકિયા, ચાદર, બ્લૅન્કેટ.
"શબ"
દવાખાનેથી ઘરે લાવ્યા ત્યારે,
એક જૂનો ખાટલો,
એના ઉપર જૂની સાચવી રાખેલી બેડશીટ, કવર ફાટેલું ઓશીકુ.
ઘરે ભગવાન ના મંદિર મા
ચાંદીની કંકાવટી, દીવો, અને સુગંધી અગરબત્તી, સુવાસીત ધૂપ.
શબ પાસે
છેલ્લે મૂકે જુના પીત્તળનો દીવો, અને પાંચ રૂપિયા વાળી ફાલતુ અગરબત્તી.
ઘર માં 5 લાખનું બાથરૂમ, તેમાં સ્નાન કરવા માટે બાથટબ, ગરમ પાણી નો ફુવારો, ચારે કોર અરીસા.
છેલ્લો કાર્યક્રમ તો જુવો.
તમને નવડાવવા માટે મૂકેલુ ગરમ પાણી બહાર ખુલ્લામા તપતુ હોય છે. છેલ્લું નાવણિયું (આંગ ઘોળ) રસ્તા ઉપર, નવડાવતી વખતે સાબુ સુધ્ધા પાંચ રૂપિયા વાળો.
તમારા સગા માં થી કોઈ પણ માઇનો લાલ એમ નહી કહે કે આની છેલ્લી આંગઘોળ બાથરૂમમાં સોવર નીચે થવા દયો. એને મસ્ત લક્ષ સાબુ વડે તો નવડાવો.
આખી જિન્દગી બ્રાન્ડેડ કપડાં કબાટ ભરી ને અને છેલ્લી ક્ષણે એક જોડી કપડાં અને તે પણ સસ્તા લાવવાનું ફરમાન છૂટે.
માદારપાટમાં ત્રણ બટન વાળો શર્ટ, નાડી વાળો જ લેંઘો. એક ગાંધી ટોપી.
આવું કોઈ નહિ બોલે કે,
જન્મભર બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે. તો આને બ્રાન્ડેડ જ પહેરાવો. એણે જ તો કમાવેલુ છે.
દરવાજામાં દસ લાખની ગાડી, તેમાં ચાલક ડ્રેસધારી, તેમાં વટ થી રોજ ફરતો માણસ.
અને આજે દસ લાખની ગાડી નો છેલ્લે તમને ઉપયોગ તો ઝીરો જ ને કારણકે સ્મશાનમાં જતી વખતે કોર્પોરેશન ની ગાડી, અને પાલીકા જ ચક્રધારી.
મેં આજ સુધી સાંભળ્યું નથી કે આયુષ્ય ભર આ માણસ લગઝરી ગાડીમાં ફર્યો છે તો તેજ ગાડીમાં તેને સ્મશાન સુધી લઈ જાવ ને.
રાજા હોય કે રંક,
ગરીબ હોય કે શ્રીમંત,
સહુને એક જ માપે
એક મટકી પકડે ,
ચાર જણા કાંધ આપે.
કોઈને ચંદન ની ચિપ્સ,
કોઈના નસીબમાં ઘી.
એજ ચિતા
એજ સમશાન.
મિત્રો,
હું આજે એટલા માટે આ મરણ ની વાત નો ઉલ્લેખ કરૂ છુ.
કે માણસે જરૂર કમાવવું, માણસોએ જરૂર આલીશાન બંગલા બંધાવવા, માણસોએ તેમનું જીવન સુખ સમાધાન જેવું જીવવું જોઇએ. માણસોએ જીવનમાં રહેલ સુખોનો આનંદ જરૂર લૂંટવો જોઇએ.
પણ,
માલમત્તા એટલી પણ ભેગી ના કરો, જેથી કરીને આગલી પેઢીમાં આપસમાં વાદ વિવાદ અગ્ની રૂપે પ્રગટ થાય.
મારો બંગલો થઈ ગયો,
હવે મારા ભાઈનો,અરે મારા મિત્રનો પણ થવો જોઈએ. એવી વિચારધારા રાખો.
કોઈ અનાથના નાથ બનો.
ગરીબોને મદદ કરીને,
તેમને આર્થિક દ્રષ્ટિએ સક્ષમ કરો.
જીવનમાં એકાદુ એક
કામ એવું કરો કે તમારી આગળની
પેઢી યાદ કરે.
પરોપકારી બનો.
કમાવેલા રક્કમ માથી અમુક ચોક્કસ રકમ તમે તમારા કુટુંબ તેમજ સમાજ માટે ખર્ચ કરો.
જીવન માં તમારી આસપાસ જાણતા અજાણતા તમને જે કામ આવ્યા છે તેમને ગુપ્ત મદદ કરો. પૈસા ની લેતી દેતી માં થોડું જતું કરવા ની આદત રાખો. કોઈ માંગે એના કરતાં પણ એને વધુ આપો.
આ બધું ભેગું કરેલું પોતે માણતા અને આપતાં જીવતે જીવ પોતા ના હાથે કરી ને જાવ.
જીવનનું રહસ્ય








