Friday, 19 March 2021

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

 રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છેપ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.૨૦-૧૧-૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને "પોતાના સ્વપ્નનું ઘર" મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે. સમજણ અને યોજનાઓની વિગત

  • વર્ષ ૨૦૧૧ માં થયેલ સામાજીક, આર્થિક વસ્તી ગણતરીમાં જે કુટુંબો ઘર વિહોણા અથવા કાચા ધરમાં રહેતા નોંધવામાં આવ્યા હતા, તેમને પાકું ઘર આપવા માટે આ યોજના અંતર્ગત રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
  • આ ઉપરાંત લાભાર્થી ને તેના પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત રૂ.૧૭,૯૧૦/- અને શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦/- મળીને કુલ રૂ. ૧,૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ લાભાર્થીના ખાતામાં ફંડ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂ.૧,૨૦,૦૦૦ની સહાય પૂરી પાડવામાં આવે છે, જે પૈકી પ્રથમ હપ્તો રૂ.૩૦,૦૦૦ આવાસ શરૂ કરતાં પહેલા એડવાન્સરૂપે, બીજો હપ્તો રૂ.૫૦,૦૦૦ આવાસ વીંડોસીલ લેવલ પર પહોંચે ત્યારે તેમજ ત્રીજો હપ્તો રૂ.૪૦,૦૦૦ આવાસ પૂર્ણ થયેથી આપવામાં આવે છે.
  • લાભાર્થીને મકાન બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બનતા મકાનો ગુણવતા યુક્ત બને તે માટે ગ્રામ્ય વિસ્તારમાં કુશળ કારીગરો ઉપલબ્ધ થાય તે હેતુથી કડિયા તાલીમ હાથ ધરવા ઉપરાંત હયાત કડીયાઓનું જ્ઞાન ચકાસી તેમને પણ તેમના વ્યવસાય માટે પ્રમાણિત કરવા માટે તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે.
  • form 1
  • form 2
  • form 3
  • form 4

No comments:

Post a Comment

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...