Friday, 19 March 2021

કુવર બાઇ નુ મામેરુ


યોજનાનો હેતુ
  • અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ₹.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.


નિયમો અને શરતો
  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી.
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

No comments:

Post a Comment

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...