Sunday, 24 April 2022

મેવાસા રામબાપા ની જાગ્યા મા આજ સમુહલગ્ન યોજાયા......

 


 ક્ષત્રિય ખાંટ  રાજપૂત સમાજ  ના દરેક જ્ઞાતિ જન ને વિંનતી કે આવી જાહેરાત કરી  કોઈ રાજકારણીઓ ચમચાગીરી  કરવી નહિ આવી જાહેરાતો ફકત  ચૂંટણી લક્ષી સમાજ ના મત મેળવવા પૂરતી સીમિત હોય છે.

     આપણા  સમાજ  એ દરેક ક્ષેત્રે બાળવાન, સદ્ધર બનવુ હોય તો સ્વબળે બનાય, અન્ય સમાજ કે તેના લોકો પશુ કે કૂતરો ને  રોટલી ટુકળો આપે તો તેવો ટુકડો સ્વીકારી સમાજ  કે તેના કહેવાતા  આગેવાન, રાજકારણીઓ ખાઈ  ને અન્ય સમાજ કે તેના  ની વાહવાહી કરે  ખોટી  ચમચાગીરી કરે  તેમા આપણા  સમાજ ને નીચા જોવાનું અને સમાજ ની આબરૂ  નુ લીલામ થાય છે.

    હું સ્પષ્ટ રીતે માનું છુ કે આપણા  સમાજ  ના  કોઈપણ પ્રસંગ ને સારી રીતે સફળ  બનાવવા માટે ફક્ત ને ફકત  આપણા  સમાજ ની નાણાકીય કે અન્ય રીતે મદદ ને  મેળવી સફળ બનાવવો જોઈએ. 

   બીજા સમાજ  કે વ્યક્તિ પાસે થી નાણાકીય રકમ કે અન્ય સહાય મેળવી અથવા  તેઓ સ્વૈચ્છા એ આપે છે  માટે લેવાય તે પણ નૈતિક  દ્રષ્ટિ એ યોગ્ય નથી  તેઓ તેમની સ્વાર્થી વૃત્તિ જોઈને જ આપણા  સમાજ ને મદદ કરવા  આવેલ હોય છે.

   આપણા  સમાજ ના  પ્રસંગ  માટે અન્ય કોઈ સમાજ, વ્યક્તિ  પાસે  કોઈપણ રીતે ની સહાય  મેળવવી તે ભીખ  માંગવા બરાબર  છે, બીજા શબ્દ  માં કહેવા માં આવે  તો તેવો સમાજ, તેના લોકો આપણા  સમાજ  ની ગણના  " ભિખારી  સમાજ " માં કરે  છે.

    આપણે ક્ષત્રિય ખાંટ  રાજપૂત સમાજ છીએ. ક્ષત્રિય સમાજ કે તેના જ્ઞાતિ જનો ના લોહી માં ખાનદાની, ખુમારી, વટ, વચન, વિશ્વાસ, વેર  વણાયેલા  હોય છે.

    આપણી ખાનદાની  વિગેરે બાબતે ગર્વ ન હોય તો અન્ય સમાજ કે કહેવાતા  શિયાળવૃત્તિ વાળા લોકો પાસેથી  મદદ મેળવી શકાય બાકી તેવા સમાજ કે લોકો ને કહેવુ જોઈ એ  કે  અમારે તમારુ કંઈ  જોતુ નથી  તમારા સમાજ નો કોઈ પ્રસંગ હોય ત્યારે આવજો  યથાશક્તિ  આપીશું.

   આજ રોજ તારીખ 24/04/2022 ના રોજ થી જ આપણા  સમાજ ના દરેક જ્ઞાતિ બંધુઓ  નક્કી કરે  કે મારા માં અસલ  ક્ષત્રિય ખાંટ  રાજપૂત નુ લોહી વહેતુ  હોય તો મારા સમાજ ના કોઈપણ પ્રસંગ  માં બીજા સમાજ  ની કોઈપણ પ્રકાર ની મદદ કરવા  આવેલ હોય તેવા પ્રસંગ માં હું  ત્યાં જઈશ  નહિ.  હું મારી   ખમારી.. વિગેરે ગુમાવી મારા સમાજ કે મારૂ વ્યક્તિ ગત  અપમાન કરીશ  નહિ. દરેક સ્પષ્ટ વક્તા  હોવા જોઈએ ડરપોક, બીકણ  હોવું તે ક્ષત્રિય ગુણ કહેવા  નહિ.

     દરેક જ્ઞાતિ બંધુઓ  ગુજરાત રાજ્ય ની આગામી વિધાનસભા ની ચૂંટણી સને  2022 યાદ રાખે  કોઈપણ સંજોગો  માં  આપણા  સમાજ નો અપક્ષ ઉમેદવાર ઉભો  રાખી ચૂંટી  ધારાસભ્ય બનાવી સમાજ ની એકતા બતાવવા ની છે.

    મારો આ આર્ટિકલ સમાજ ની વિશેષ  જાગૃતિ માટે નો હોય,

અમુક જ્ઞાતિ જનો ને તેમની સ્વાર્થવૃત્તિ ને કારણે યોગ્ય નહિ લાગે કોઈ વાંધો નહિ. 

    આપણા  સમાજ  ને કોઈપણ રાજકીય પક્ષ, તેના કહેવા  નેતા,નેતી, ટપોરીઓ વોટ બેન્ક સમજતા  હોય તો તે કોઈપણ સંજોગો  માં ચલાવી  શકાય  નહિ.

ખાસ  નોંધ  : 

     મારા આ  આર્ટિકલ અંગે જાગૃત  જ્ઞાતિ બંધુઓ એ વોટ્સઅપ મેસેજ થી  યોગ્ય પ્રતિભાવ આપવા  વિનંતી.

આલેખન :

અરવિંદ એન. સરવૈયા, એડવોકેટ અને ફ્રી લાન્સ જરનાલિસ્ટ,    રાજકોટ " તેજાબી કલમ " મો. નં. 94275 63963.

https://m.facebook.com/story.php?story_fbid=845804106337338&id=794081820970130

 શ્રી સમસ્ત ખાટં રાજપુત સેવા સમાજ ટૃસ્ટ જેતપુર દ્વારા સમુહ લગ્ન નું ભવ્ય આયોજન જુઓ

અમિત શાહ નો દિકરો ક્યારેય રોડ ઉપર ખુલ્લી તલવાર લઈને નથી નિકળ્યો


ભુપેન્દ્ર પટેલ નો દિકરો કોઈ પણ ધર્મ નો વિરોધ કરવા રોડ ઉપર નથી નિકળ્યો..


સી આર પાટીલ નો દિકરો ક્યારેય પથ્થર હાથ માં લઇ ને રોડ ઉપર નથી નિકળ્યો...


મોદી નાં ભત્રિજા કોઈ દિવસ ધર્મ નાં ઝંડા લઈને ને મસ્જિદ ની સામે નારા લાગાવવા નથી નિકળ્યા...


ઓવૈસી નાં દિકરાઓ ક્યારેય કોઈ મંદિર સામે અલ્લાહ નાં નારા લગાવવા નથી નિકળ્યા....


આ બધા નેતાઓ નાં દિકરાઓ આરામ થી ભણે છે,  તો પછી આપણે આપણા સંતાનો ને હાથ માં શા માટે તલવાર આપી એ...??


સંતાનો ને હાથમાં તલવાર નહીં ચોપડા આપો..


મરશે તો હિન્દુ મુસ્લિમ નાં લાડકવા દિકરાઓ જ મરશે..

આ નેતાઓ ને કાંઇ ફરક નથી પડતો એને માત્ર  પોતાની ખુરશી ની જ પડી છે...





No comments:

Post a Comment

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...