1. ગર્ભસંસ્કાર એટલે શું?

ગર્ભ સંસ્કાર એટલે આવનારૂ બાળક ખુબ જ તેજવાન અને ઓજસ્વી બને તે માટે આપવામાં આવતા સંસ્કાર. આમ, તો સંતાન સુખ ની ખેવના દરેક વ્યક્તિ રાખે છે પણ એક ઉત્તમ સંતાન ની ખેવના માટે ગર્ભસંસ્કાર જરૂરી છે. આવો આજે આપણે જાણીએ કે ગર્ભ સંસ્કાર કેવી રીતે ગ્રહણ કરવામાં આવે છે.
એક જીવ ની ઉત્પત્તિ એ વિશ્વની સૌથી પવિત્ર અને આનંદદાયક ઘટના છે. આ આનંદદાયી ઘટના ના તમે સાક્ષી બનવા જઈ રહ્યા છો તો એના માટે તમને ખુબ ખુબ અભિનંદન માણસ એ ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છે.
જયારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ બને છે ત્યારે તે તેના અને તેના પરિવાર માટે સૌથી મોટી ખુશી ની વાત છે. આજના યુગ માં દરેક માતા પિતા પોતાના ઘરે એક સ્માર્ટ બાળક ઈચ્છે છે. દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેનું સંતાન ઉત્તમ વિચારો ધરાવતું સંતાન તરીકે જન્મ લે. બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ જેવા સંસ્કારો ધરાવતું બાળક ની ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે ગર્ભસંસ્કાર ઉત્તમ છે. મનમાં આવતા વિચારો થી આપણા સંકલ્પો નક્કી થાય છે. જેવા શિશુ ની આપણે ઈચ્છા રાખીએ છીએ તેવા વિચારો આપણે લાવવા જરૂરી છે. મનમાં આવતા વિચારો બાળક ના જન્મ પર ખુબ જ અસર કરે છે. બાળક માતા ના મન અને હૃદય ની દરેક વાતો ને અનુભવે છે માતાના વિચારો થી જ રામ જેવા પુત્ર જન્મ થાય છે જે દુનિયા નો તારણહાર બની શકે છે અને માતા ના વિચારો થી જ રાવણ જેવા પુત્ર નો પણ જન્મ થાય છે જે દુનિયા નું વિનાશ પણ સર્જી શકે છે. તેથી વિચારો ખુબ જ મહત્વના છે.
એક ઉદાહરણ લઈએ જયારે માતા ત્રિશલા ગર્ભવતી હતા ત્યારે તેમના ગર્ભ માં મહાવીર સ્વામી શિશુ સ્વરૂપે આકાર લઇ રહ્યા હતા. ત્યારે મહાવીર સ્વામી એ થોડા સમય માટે ગર્ભ માં પોતાની હલનચલન બન્ધ કરી દીધી ત્યારે તેમના માતા ને તેમના હલન ચલન ના થવાથી એવો વિચાર કર્યો કે શું તેમનું બાળક મૃત્યુ પામ્યું છે? તેમનો આ વિચાર મહાવીર સ્વામી સાંભળી તેમની માતા ના ગર્ભ માં લાત મારવાનું ચાલુ કરે છે. આ વાત પરથી એ સાબિત થાય છે કે જેવા વિચારો તમે લાવો છો.તેવું તમારું બાળક ગર્ભ માં વિચાર કરે છે. જેથી ઉત્તમ વિચારો દ્વારા પોતાના બાળક નું પાલનપોષણ પોતાના ગર્ભ માં કરો અને દુનિયા માં ઉત્તમ વિચારો સાથે તેને જન્મ આપો.પોતાના ઉત્તમ વિચારો થી માતા ઈચ્છે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે. માતા ધારે તો તે આ વિશ્વ ને એક ઉંચાઈ તરફ લઇ જાય તેવા બાળક ને જન્મ આપી શકે છે અને ધારે તો વિશ્વ નું પતન કરે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે.
એક વખતની વાત છે, એક સ્ત્રી એ ભગવાન ઈશુને સવાલ કર્યો કે, “બાળકોને સંસ્કાર આપવાની શરૂઆત ક્યારથી કરવી જોઈએ?” ભગવાન ઈશુએ જવાબ આપ્યો કે ગર્ભમાં અવાય ના સો વર્ષ પહેલા થી બાળકની સંસકાર આપવાની શરૂઆત કરવી જોઈએ. આ જવાબ સાંભળીને પેલી સ્ત્રી આશ્ચ્રર્ય ચકિત થઇ ગઈ!! ત્યારે ઈશુ ભગવાને તે સ્ત્રીને સમજાવી કે સો વર્ષ પહેલા તે બાળકનું અસ્તિત્વ નહિ હોય પરંતુ તેના દાદા પરદાદા નું અસ્તિત્વ હશે એટલે કે જો “કુવા માં હશે તો હવાડા માં જરૂર આવશે.”
ગર્ભસંસ્કાર માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અભિમન્યુ અને સ્વામી વિકવેકાનંદ દ્વાપર યુગમાં મહાભારતમાં અભિમન્યુ એ જયારે પોતાના માતા સુભદ્રાના ગર્ભમાં હતા ત્યારે પોતાના પિતા અર્જુન પાસેથી ચક્રવ્યૂહની રચનાનું વર્ણન સાંભળ્યું હતું અને મહાભારતના યુદ્ધમાં રણમેદાનમાં તેમને ગર્ભમાં સાંભળેલ વર્ણન પરથી ચક્રવ્યૂહ ભેદવાનો નિર્ણય લીધો હતો, તેવી જ રીતે માતા ભુવનેશ્વરી દેવી પણ પોતાની ગર્ભાવ્શ્થામાં ધ્યાનની ક્રિયા કારતા હતા એટલે સ્વામી વિવેકાનંદ પણ પોતાના બાળપણ થી જ ધ્યાન માં મગ્ન રહેતા હતા ધ્યાન કરવું ને ગર્ભાવ્શ્થામાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
2. ગર્ભ આશીર્વાદ મંત્ર
ગર્ભ સંસ્કાર સમય ગાળા દરમિયાન મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવામાં આવે તો આવનાર શિશુ ઉત્તમ વિચારો ધરાવતું જન્મ લે છે. ગાયત્રી મંત્રો, ઓમકાર મંત્રો જેવા મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવું જોઈએ. હાલ જાણવા મળ્યું છે કે વિદેશો માં રહેતી સ્ત્રીઓ જે ગર્ભાવસ્થા માંથી પસાર થઇ રહી છે જેઓ હિન્દી,ગુજરાતી કે સંસ્કૃત પણ સમજતી નથી તેઓ ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણી સંસ્કૃતિ ના મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરે છે. જેનાથી તન અને મન બને શાંત થાય છે અને ગર્ભ માં રહેલ શિશુ પણ ઉત્તમ વિચારો સાથે જન્મ લે છે. મંત્રો નું ઉત્તમ ઉચ્ચારણ કરવા માટે યોગ મુદ્રા ધારણ કરો અને ત્યારબાદ મંત્રો નું ઉચ્ચારણ કરો.
આ ઉપરાંત તમે તમારા બાળકશરીર ની ઉત્તમ રચના માટે પંચમહાભૂતો ની પણ સ્તુતિ કરી શકો છો. કારણ કે પંચમહાભૂતો મળી ને સંપૂર્ણ શરીર ની રચના કરે છે. જેમાં અગ્નિ, વાયુ, ધરતી, આકાશ અને જળ નો સમાવેશ થાય છે. આ પંચમહાભૂતો ને પ્રાર્થના કરી તમે તેમાંથી શ્રેષ્ઠ બાળક માટેના આશીર્વાદ મેળવી શકો છો.
3. ગર્ભ સંસ્કાર સંવાદ
ગર્ભ સંસ્કાર સંવાદ માં તમારે તમારા ગર્ભ માં રહેલા શિશુ સાથે વાર્તાલાપ કરવાનો છે.જેમાં તમારે તમારું બાળક વાસ્તવિક સવરૂપે તમારી સમક્ષ છે તેમ સમજી તેની સાથે વાતો કરવાની છે. એને કહેવાનું છે કે,
હે મારા પ્રિય બાળક, જ્યારથી તારા આવવાના સમાચાર મળ્યા છે ત્યારથી, હું, તારા પિતા અને પરિવાર ના સો સદસ્યો આનંદથી રોમાંચિત થયા છીએ. તું સાંભળે છે ને મારી વાતો તારા આવવાની રાહ અમે જોઈ રહ્યા છીએ. પણ તું ધીરજ રાખજે તારી આ યાત્રા ઘણી અઘરી છે એ વાત હું જાણું છું આ સફર માં હું તારી સાથે જ છું. તને કોઈ પણ તકલીફ ના થાય તેના માટે હું પુરેપુરી કાળજી લઈશ તું ખુબ જ સમજદાર, સુશીલ, સંસ્કારી થઈશ. હું એ હું જાણું છું તું અતિ ગુણી, મેઘાવી, તેજસ્વી, ગુણવાન, પ્રતિભાવાદી બનીશ. તું રાષ્ટ્રવાદી અને સ્વતંત્ર વિચારો ધરાવતો થઇશ. તું હકારાત્મક વિચારો ધરાવતો થઈશ, તું અમર પ્રેમ અને વાત્સ્લ્ય ની છબી હોઈશ. તું હિમતવાન અને સાહસિક બનીશ, તું વડીલો ને આદર આપશે અને નાના ઓને પ્રેમ આપીશ, તું સાહસિક, નીડર, પ્રમાણિક બનીશ. તારા આવા અસંખ્ય ગુણો થી તું જીવન માં મહાન બનીશ. તું શરીર, પ્રાણ, મન બુદ્ધિ અને આત્મા એમ પાંચેય નો સર્વાંગી વિકાસ કરનારો શ્રેષ્ઠ મનુષ્ય બનીશ.
આવા અનેક હકારાત્મક વિચારો થી તમે બાળક ને શ્રેષ્ઠ સંસ્કારો ગર્ભ માં જ આપી શકો છો અને તમારા બાળક માટે એક શ્રેષ્ઠ માતા બની શકો છો. આમ પણ ભારતીય સઁસ્કૃતિ ને ઉત્તમ ગણવામાં આવે છે. આવા સંસ્કારો નું સિંચન જો બાળક માં જન્મ પહેલા થી જ કરવામાં આવે તો જરૂર દરેક બાળક ઉત્તમ ઉદાહરણ બને છે.
4. ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે?
હાલના આધુનિક યુગમાં બાળકો પર સૌથી વધુ ધ્યાન આપવાનીએ જરૂર છે. બાળકો જ સમાજ અને રાષ્ટ્ર નું ભવિષ્ય છે બાળકો એ દેશનું ગૌરવ અને પ્રાણ વાયુ છે, જો બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો તે પરિવાર, સમાજ, રાષ્ટ્ર, અને વિશ્વના કલ્યાણ માટે ના કાર્યો કરી શકે છે. સમાજમાં જન્મ લેનાર દરેક બાળક ભવિષ્યમાં મોટો થઇ દેશને ચલાવવા માટે સક્ષમ બનશે. બાળક જયારે ગર્ભમાં હોય ત્યારે જ તેમને સંસ્કારો આપવામાં નહિ આવે તો તેઓ ખોટા માર્ગ તરફ વળી શકે છે, પરંતુ તેમને પહેલેથી જ સંસ્કારો આપવામાં આવે તો જરૂરથી અભિમન્યુ, સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ ને જન્મ આપી શકાશે એન દેશને ઉન્નતિના માર્ગ તરફ વળી શકાશે વિશ્વનું દરેક ઘર સ્વર્ગ બન જશે. દરેક બાળક પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે
ચિંતિત હોય છે દરેક માતા-પિતા પોતાના બાળકના જન્મ પહેલાથી જ તેના માટે કંઈક ને કંઈક ધન-વૈભવ એકઠું કરે છે તેને વિરાસતમાં આપવા માટે કઈક ને કઈક રાખે જ છે તો સંસ્કારો શા માટે નહિ? એ પણ એક વિરાસત જ છે.એ તો એવી અનમોલ વિરાસત છે જેની તુલના કોઈ પણ ધન વૈભવ ના કરી શકે.
5. ગર્ભ સંસ્કાર મંત્ર
એવા ક્યાં મંત્રો છે જે ગર્ભ સંસ્કાર દરમિયાન ઉચ્ચારણ કરવું જોઈએ. એવા ક્યાં મંત્રો છે જે ગર્ભાવસ્થા માં વધુ ઉચ્ચારણ કરવું જોઈએ.
ગાયત્રી મંત્ર:
આપણે સૌ નાનપણ થી જ આ મંત્રનું ઉચ્ચારણ કરતા આવીએ છીએ. ગાયત્રી મંત્રને ઉચ્ચારણ માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે, જો તેનું ઉચ્ચારણ કરવામાં આવે તો તમારી જીભ ચોખ્ખી બને છે.
(ૐ ભુર્ભુવ: સ્વ:। તત્સવિતુર્વરણેયં । ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો ન:
પ્રચોદયાત।।)
સરસ્વતી મંત્ર આપણે જાણીએ છીએ કે દેવી સરસ્વતી એ વિદ્યાના દેવી છે,
માતા સરસ્વતીને પ[રરથના કરવાથી બાળકમાં વિદ્યા અને જ્ઞાનનો સંસ્કાર આપોઆપ ઉમેરાઈ
છે.
( યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)
( યા દેવી સર્વભૂતેષુ, વિદ્યારૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)
( યા દેવી સર્વભૂતેષુ, જ્ઞાનરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)
વિષ્ણુ મંત્ર ભગવાન વિષ્ણુ એ દેવોમાં પૂજનીય છે.
તેમની પૂજા કરવામાં આવે તો તેઓ બધી જ ઈચ્છાઓ પુરી કરે છે.
શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદશં મેઘવર્ણં શુભાંગમ્ ।
લક્ષ્મીકાન્તં કમલ નયનં યોગિભિર્ધ્યાનગમ્યં વન્દે વિષ્ણું ભવ ભયહરં સર્વલોકૈકનાથમ્ ।।
કૃષ્ણ મંત્ર
કરારવિન્દેન પાદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયનત્મ |
વટસ્ય પત્રસ્ય પુટે શ્યાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ||૧||
શ્રીકૃષ્ણ ગોવિન્દ હર મુરારે ! હે નાથ નારાયણ વાસુદેવ |
જિહવે ! પિબ્સ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૨||
વિક્રેતુકામા
કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃતિ: |
દધ્યાદિકં મોહવશાદવોચદ્ ગોવિન્દ દામોદર માધવેતિ ||૩||
ગૃહે ગૃહે ગોપવધૂક્દ્મ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્ |
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૪||
સુખં શયાના નિલયે નીજેડપિ નામાનિ વિષ્ણો: પ્રવદ્ન્તિમર્ત્યા: |
તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૫||
જિહવે ! સદૈવં ભજ સુન્દરાણિ નામામિ કૃષ્ણષ્ય મનોહરાણિ |
સમસ્તભક્તાર્તિવીનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૬||
સુખાવસાને ઇદમેવ સારં
દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ્ |
દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૭||
શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો |
જિહવે |
પિબ્સવામૃતમેતદેવ
ગોવિન્દ દામોદર માધવેતિ ||૮||
જિહવે ! રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં
પરમં વાદામિ |
આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૯||
ત્વામેવ યાચે
મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે |
વક્તવ્યમેવં મધુરં સુભકત્યા ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૦||
શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો |
જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૧||
ગોપીપતે કંસરિપો મુકુન્દ
લક્ષ્મીપતે કેશવ વાસુદેવ |
જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૨||
No comments:
Post a Comment