Wednesday, 19 May 2021

*મધ ઇમ્યુનિટી વધારવામાં કઈ રીતે ઉપયોગી છે ?*



આપણે હાલ ની પરિસ્થિતિમાં ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે જેની ઇમ્યુનિટી સારી એમને વાયરસ વધારે અસર કરતા નથી ઇન્ફેકશન લાગે તો પણ રીકવર થઇ જતું હોય છે.

આપણે આજે *શુદ્ધ મધ* આપણી ઇમ્યુન સિસ્ટમ કઈ રીતે મજબૂત કરે એના વિષે જાણીએ.

Michigan State University, USA ના એક રિસર્ચ મુજબ Raw honey ઈમ્યૂનિટી બૂસ્ટર કરતા વધારે ઈમ્યૂનિટી બિલ્ડર છે.

મધમાખી વૃક્ષો ના ફુલોમાંથી પરાગ ચુંટી લાવે છે અને પોતાના શરીરમાં રહેલ ગ્રન્થીમાંથી પસાર કરીને એક હેલ્ધી લિકવિડના સ્વરૂપમાં સ્ટોર કરે છે.
મધમાં Nigerooligo sacharides નામની નેચરલ સુગર હોય છે જે ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદ કરે છે.
મધમાં રહેલ Flavoring અને Poly phenol આ બે તત્વો એન્ટીઓક્સિડેન્ટરૂપે શરીરના કોષોને સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે. તેનાથી માળખાકીય રોગપ્રતિકારક પેશીઓ વાયરલ એટેકથી લડી શકે છે.


વર્ષોથી મધનો ઉપયોગ નેચરલ એન્ટિબાયોટિક ના રૂપમાં થતો આવ્યો છે. આયુર્વેદના ગ્રંથોમાં મધને વાહક કહેવામાં આવ્યું છે. કોઈપણ આહાર પેટમાં ગયા પછી પાચન થઇને ઉર્જામાં પરિવર્તિત થાય છે જયારે મધ જીભ પર થી સીધું શરીરમાં ભળવાની તાકાત ધરાવે છે એટલે જ આયુર્વેદ ની ઔષધને મધ સાથે મિક્સ કરીને ચાટણ બનાવીને લેવાથી દવાનો ફાયદો અનેકગણો વધી જાય છે.

ભારતમાં અલગ અલગ વૃક્ષોના ફૂલો ના લગભગ ૨૫ થી વધારે પ્રકાર ના મધ એકત્રિત કરવામાં આવે છે પરંતુ લોક જાગૃતિના અભાવે ભારતમાં લોકો પ્રોસેસ કરેલા મધનો ઉપયોગ વધુ કરે છે.
અલગ અલગ પ્રકારના મોનો ફ્લોરલ મધની મેડિસિનલ વેલ્યુ પણ અલગ હોય છે. આ પ્રકારના નેચરલ

તુલસીવન નું મધ,

લીચીના ઝાડનું મધ,

કડવા લીમડાનું મધ,

જંગલ નું મધ,

જાંબુ નું મધ

No comments:

Post a Comment

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...