Wednesday, 5 May 2021
એન્જીનીયરીંગ પછી નોકરી કરવાની જગ્યાએ ખેતીને બનાવ્યું કરિયર, પહેલા જ વર્ષે કર્યું આટલા કરોડનું ટર્નઓવર
21 વર્ષના એન્જીનીયરે આ ટેક્નિકથી ખેતી કરીને કર્યું કરોડોનું ટર્નઓવર, જાણો એવું તે શું કર્યું. આજના સકારાત્મક સમાચારમાં આપણે યુપીના ઇટાવા જિલ્લામાં રહેતા શિવમ તિવારી વિશે વાત કરીશું. શિવમ 30 એકરમાં ટીશ્યુ કલ્ચર ટેક્નિકની મદદથી કુફરી ફ્રાયોમ વેરાઇટીમાં બટાટા ઉગાડી રહ્યો છે.
આ બટાટા ચાર ઇંચ લાંબા હોય છે. તેનો ઉપયોગ મોટા પાયે વેફર (ચીપ્સ) બનાવવા માટે થાય છે. ગયા વર્ષે તેનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા થયું હતું. તાજેતરમાં તેણે કૃષિ સંશોધન કેન્દ્ર સિમલા સાથે કરાર પણ કર્યા છે. જે અંતર્ગત તેઓ 1000 વીઘા જમીન માટે બીજ તૈયાર કરશે. પછી આ બીજ સમગ્ર દેશમાં ખેડૂતોને મોકલવામાં આવશે.
21 વર્ષિય શિવમે એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેની રુચિ શરૂઆતથી જ કૃષિ તરફ હતી. તેથી અભ્યાસ કર્યા પછી તેણે ક્યાંય નોકરી માટે અરજી કરી નહિ. તેના પિતા ખેતી કરતા હતા, તો શિવમ પણ એન્જીનીયરીંગ પછી તેમના કામમાં મદદ કરવા લાગ્યો.
તે કહે છે કે, પપ્પા પહેલા પણ બટાટાની ખેતી કરતા હતા, પરંતુ સામાન્ય રીતે. ત્યારે વધારે પાક થયો ન હતો. ત્યારબાદ પપ્પા મેરઠમાં બટાટા સંશોધન કેન્દ્ર ગયા. ત્યાંથી તેમને ટીશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા ખેતીની માહિતી મળી. પછી 2018 માં અમે નિષ્ણાંતોને બોલાવ્યા અને ટીશ્યુ ક્લચરની ખેતી માટે એક પ્રયોગશાળા બનાવી.
જ્યારે પણ શિવમ ગામમાં આવતો ત્યારે તે ખેતરની મુલાકાત લેતો. તે લેબ બનાવતા નિષ્ણાંતને મળતો અને તેમના કામને સમજવાનો પ્રયત્ન કરતો હતો. 2019 માં અભ્યાસ પૂરો કર્યા પછી, તે ગામમાં પાછો આવ્યો અને પપ્પા સાથે ખેતી કરવા લાગ્યો.
હાલમાં 15 થી 20 લોકો નિયમિત રૂપથી શિવમ સાથે જોડાયેલા છે. સીઝનમાં 50 જેટલા લોકો તેમના ખેતરોમાં કામ કરે છે. આ ખાસ વેરાયટી માટે તેમને લાઇસન્સ પણ મળી ગયું છે. તે યુપીની સાથે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ બિયારણ સપ્લાય કરે છે.
ટીશ્યુ ક્લચર ટેક્નિકથી ખેતી કેવી રીતે થાય છે? આ ટેક્નિકમાં છોડના ટીશ્યુને કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ તેને લેબમાં છોડના હોર્મોન્સની મદદથી વિકસિત કરવામાં આવે છે. તેમાં ખૂબ જ ટૂંકા સમયમાં ટીશ્યુમાંથી ઘણા બધા છોડ તૈયાર થઈ જાય છે. શિવમ સેન્ટ્રલ બટાટા રિસર્ચ સેન્ટર (સીપીઆરઆઈ) સિમલાથી કલ્ચર ટ્યુબ લાવીને તેની લેબમાં છોડ તૈયાર કરે છે. એક કલ્ચર ટ્યુબ પાંચ હજાર રૂપિયામાં આવે છે અને તેમાંથી 20 થી 30 હજાર છોડ તૈયાર કરવામાં આવે છે. આ છોડમાંથી લગભગ 2.5 લાખ બટાટા (બીજ) તૈયાર કરવામાં આવે છે.
શિવમ ફેબ્રુઆરીમાં સિમલાથી બટાકાના ટ્યૂબર લાવે છે અને ઓક્ટોબર સુધી લેબમાં રાખે છે. પછી જે છોડ તૈયાર છે, તેનું ખેતરમાં વાવેતર કરવામાં આવે છે. લગભગ બે થી અઢી મહિના પછી તેમાંથી બીજ તૈયાર કરવામાં આવે છે. જે તેઓ મશીન દ્વારા ખોદીને બહાર કાઢી લે છે.
ટીશ્યુ કલ્ચર ખેતીના ફાયદા :
તેની મદદથી ઓછા સમયમાં વધુ બિયારણ તૈયાર કરી શકાય છે.
આ બીજ રોગ મુક્ત હોય છે. તેથી વાવણી પછી તેમાં રોગ થવાની સંભાવના ના બરાબર હોય છે.
આવા બીજમાંથી બટાકાનું ઉત્પાદન વધારે થાય છે અને ગુણવત્તા પણ સારી હોય છે.
આ વિધિથી કોઈપણ વેરાયટીના બટાટા લેબમાં તૈયાર કરી શકાય છે.
તેનાથી આખું વર્ષ ખેતી કરી શકાય છે, કારણ કે હંમેશા બીજ ઉપલબ્ધ રહે છે.
ટીશ્યુ ક્લચર પદ્ધતિ દ્વારા કયા છોડની ખેતી કરવામાં આવે છે? હાલમાં આ પદ્ધતિ દેશમાં વધારે લોકપ્રિય નથી. તેના વાવેતરનો ખર્ચ પણ લાખોમાં આવે છે. છતાં પણ ઘણા ખેડુતો આ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. નર્સરીમાં ઉગાડવામાં આવતા ફૂલો, ડેકોરેશનના ફૂલો, કેળા, ઔષધીય છોડ, બટાકા, બીટ, કેરી, જામફળના બીજ અને ઘણી શાકભાજી અને ફળોના બીજ આ પદ્ધતિથી તૈયાર કરી શકાય છે.
તમે તાલીમ ક્યાંથી મેળવી શકો છો? તેની તાલીમ દેશની અનેક સંસ્થાઓમાં આપવામાં આવે છે. તેના માટે પ્રમાણપત્ર સ્તરથી ડિગ્રી સ્તર સુધીના કોર્સ હોય છે. ખેડૂત તેમના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરથી આ અંગેની માહિતી મેળવી શકે છે. સિમલાના સેન્ટ્રલ બટાટા રિસર્ચ સેન્ટર અને મેરઠમાં બટાટા રિસર્ચ સેન્ટરમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. તેની સાથે જ ઘણા ખેડૂતો વ્યક્તિગત રૂપે પણ તાલીમ આપે છે. જો કોઈ ખેડૂત ટિશ્યુ કલ્ચરનું સેટઅપ લગાવવા માંગે છે, તો સંશોધન કેન્દ્રો મદદ કરે છે.
Subscribe to:
Post Comments (Atom)
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...
-
ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ના દરેક જ્ઞાતિ જન ને વિંનતી કે આવી જાહેરાત કરી કોઈ રાજકારણીઓ ચમચાગીરી કરવી નહિ આવી જાહેરાતો ફકત ચૂંટણી લક...
No comments:
Post a Comment