Wednesday, 14 April 2021
સાચા સંબંધોનો સાર કેટલો..?
આનંદ તો દરેક જગ્યાએ છે, પરંતુ તેનો સ્ત્રોત આપણા હૃદયમાં છે
પરમાત્માને શોધવા માટે પોતાના આત્માને ઓળખવો જોઈએ
સાચા સંબંધોનો સાર કેટલો..?
વગર બોલે
વેદના' વંચાય એટલો...!
ભણેલા જ આંગળી ચીંધે છે...
સાહેબ..
બાકી અભણ તો આંગળી પકડીને લઇ જાય છે.....!!!
"ખુમારી" એટલી અકબંધ હોવી જોઇએ....
કે ''આંખના આંસુ'' પણ ''ખભો જોઈને ટપકવા જોઇએ..!"
અસત્યનો આશરો લઈને સત્યની શોધ કરવી શક્ય નથી
જેવા વિચાર ના ઘોડા પર મન સવારી કરે છે, તેવી દિશા માં ગતિ થાય છે.
શાંતિનો અર્થ ફક્ત નિ:શબ્દ રહેવું જ નહીં, પરંતુ મનનું મૌન પણ છે
બીજાની મહેરબાનીની અપેક્ષા કરતાં પોતાના ગુણોની મદદથી આગળ વધવું સારું છે.
હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નથી
જે કામ ઉપાયથી થઈ શકે છે, તે પરાક્રમથી થઈ શકતું નથી.
પૈસાદાર દોસ્ત બોલાવે તો જ ઘરે જાવ, ગરીબ દોસ્ત ન બોલાવે તો પણ તેને ઘરે જાવ
માણસ જેમ વધારે સુધરેલ તેમ વધારે દુઃખી
તસવીરમાં નહીં. પણ,
તકલીફમાં સાથે દેખાય તે આપણા..
પુરુષાર્થથી દરિદ્રતાનો નાશ થાય છે અને જાપથી પાપનો નાશ થાય છે
ઈન બોકસ"" માં ઝાઝુ ના રાખવું...
મોબાઈલ હોય કે મન!!"
સત્યની સાચી જગ્યા હૃદયમાં છે, મોઢામાં નહીં
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે
સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે
તમે જીવન એ રીતે જીવો કે કોઈ તમારું બુરું બોલે તો પણ લોકો માને નહીં
ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે.
બીજા ની ખામી માં રસ લેવો,
એજ આપણી ખામી છે.
જિંદગી પળવારમાં બુઝાઈ જનાર નાની જ્યોત નથી, રાહ દેખાડનાર મશાલ છે
માણસ ની કદર કરવી હોય તો જીવતા કરો...
બાકી..મરી ગયા પછી તો દુશ્મન પણ રડવા લાગે છે...
અન્યાય, અસત્ય અને કપટના પાયા પર સ્થાયી શક્તિની સ્થાપના કરવી અશક્ય છે
લોભનો કોઈ થોભ નથી, ઈશ્વર ભક્તિમાં સમય વિતાવો
ધીરજ કડવી દવા સમાન છે પરંતુ તેનાં ફળ મીઠાં છે
બીજા સાથે સરખામણી કર્યા વગર જ જીવન જીવવામાં સંતોષ મળે છે
જીવનમાં વધુ પડતી લાલચ પણ ચેપી રોગની બીમારી જેવી હોય છે
જીવનમાં તક ચૂકી જવી આપણું સૌથી મોટું નુકસાન છે
ચિંતાથી સુખ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ
સેંકડો હાથોથી ભેગું કરો, અને હજારો હાથોથી વહેંચી દો
મનની દુર્બળતાથી ભયંકર પાપ બીજું કોઈ નથી
તમે જે ધારો છો તે કરી શકો છો, તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે
એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે બીજું કશું નથી
સત્યની સાચી જગ્યા હૃદયમાં છે, મોઢામાં નહીં
પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે
સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાતને જાણી લો
આજ સુધી કોઈ પણ વ્યક્તિ અનુકરણ કરીને મહાન નથી બન્યો
સમયને નષ્ટ થવા ન દો, કેમ કે તે જીવન નિર્માણનું પરિબળ છે
ધીરજ વીરતાનું અતિ ઉત્તમ, મૂલ્યવાન અને દુર્લભ અંગ છે
હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નથી
નથી આસાન તોયે માણવાની છે
...જિંદગી.....અઘરી છતાં મજાની છે
...જિંદગી... બધું તો ધાર્યું થતુ નથી આપણુ......
પણ જે થાય છે.... એમાં જ ખુશી શોધવાની છે
...જિંદગી..
હું કંઈક છું એવો અહંકાર કરશો નહિ, પાછળથી પસ્તાવું પડશે
હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય...
તારું મારું એ અજ્ઞાનતા છે, અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે
હું કંઈક છું એવો અહંકાર કરશો નહિ, પાછળથી પસ્તાવું પડશે
જે બીજા માટે જીવવા માગે છે, તેને ક્યારેય નિરાશા નથી મળતી
કટાઈ જવું તેના કરતાં તો બહેતર છે ઘસાઈ જવું
અસત્ય બોલીને જીતવું
એના કરતાં સત્ય બોલીને હારી જવું વધુ સારૂં છે.
આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પણ આપણે કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે
જિંદગી એવી રીતે જીવો કે ભવિષ્યમાં બધા જાણે કે તમે કેવી રીતે જીવતા હતા
કોઇની ભુલ ક્યારેય સમજાવવી નહી...
કેમ કે,
સમય ની પાસે સત્ય ને સાબિત કરવાની પોતાની અનોખી જ રીત છે...
સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાતને જાણી લો
પુરુષાર્થથી દરિદ્રતાનો નાશ થાય છે અને જાપથી પાપનો નાશ થાય છે
સાહેબ.....
સંબંધોમાં સમર્પણ હોય ગણતરી નહી.. ઈતિહાસ સાક્ષી છે....
જયાં જયાં સંબંઘોમાં ગણતરી થઇ છે...
ત્યા પરિણામ હંમેશા બાદબાકી માં જ આવ્યા છે....
બીજા સાથે સરખામણી કર્યા વગર જ જીવન જીવવામાં સંતોષ મળે છે
પ્રેમ પ્રાપ્ત કરવો તેના કરતાં વિશ્વાસ પ્રાપ્ત કરવો વધુ અભિનંદનીય છે
જીવનમાં વધારે સબંધો હોવા જરૂરી નથી, પણ સબંધો માં જીવન હોવું જરૂરી છે
જ્યાં સુધી તમારાથી બની શકે ત્યાં સુધી ભરપૂર ભલાઈ કરો
શબ્દોની તો બધાય નકલ કરે..... કોઈ લાગણીની તો નકલ કરી જુવો.....!!
બીજા ની ખામી માં રસ લેવો, એજ આપણી ખામી છે...
જીંદગીની કસોટી પણ કેટલી વફાદાર છે..
એનું પેપર સાલુ કોઈ દિવસ ફુટતુ નથી...!!
વિવેક અંતરાત્માનો એક નાનકડો અવાજ છે, જે તમારી બોલી નથી બોલતો
હું કંઈક છું એવો અહંકાર કરશો નહિ, પાછળથી પસ્તાવું પડશે
મીત્રો ....
નવુ કોઇ ના મળે તો ચાલશે,
મળેલા ખોવાઇ ના જાય તે જો જો...
જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે
આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઇચ્છા
જીવનનું ગણિત ઊંધું છે. વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે
કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના ખોળામાં ખૂંદવું પડે છે
સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે
વાંચવાનું તો સૌ જાણે છે, પરંતુ શું વાંચવું એ ઘણા ઓછા લોકો જાણતા હોય છે
પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે
"માં" ની "મમતા" અને "પિતા" ની "ક્ષમતા" જયારે "દિકરો" સમજી જાય ને ત્યારે "સ્વર્ગ" ને પણ "ધરતી" પર ઉતરવું પડે છે.
જ્ઞાન હંમેશા ભીતર થી જ પ્રગટે છે બહાર થી જે મળે છે તે માહિતી હોય છે.
જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે
સાચા સંબંધોનો સાર કેટલો..?
વગર બોલે
વેદના' વંચાય એટલો...!
ઇજ્જત ની રીત બહું જુની થઈ ગઈ છે સાહેબ …..
હવે તો બધાં નોટો નાં અવાજ થી ઓળખાય છે ..
સારા શબ્દ બોલતા ન આવડે તો કાંઇ નહી.
સારા શબ્દ ઝીલતા આવડે તો જીવન ધન્ય થઇ જસે...
બે વ્યક્તી નો ખાસ ડર રાખજો. એક ઈશ્વર નો અને બીજુ જેને ઈશ્વર નો ડર નથી એનો
બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં ! પૈસાદાર દોસ્ત બોલાવે તો જ ઘરે જાવ, ગરીબ દોસ્ત ન બોલાવે તો પણ તેને ઘરે જાવ
બીજા શું કરે છે તે સામું ન જોવું પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે
તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી,
અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલતું નથી !!
ગમતા લોકો પરફેક્ટ હોવા જોઈએ,
એવો આગ્રહ છોડી દઈએ,
ત્યારે તેઓ વધારે ગમવા માંડે છે !!
પોસાય એટલા જ સંબંધો રાખવા,
લાગણીની લોન કોઈ બેંક પાસે નહીં મળે !!
માણસ પોતાની ઈજ્જતથી જ શોભે છે,
બાકી મોંઘા કપડા તો,
દુકાનમાં ઉભા રાખેલા પૂતળા પણ પહેરે છે !!
સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે,
એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે !!
જિંદગીની સફર તો મીઠી જ હોય છે,
બસ કડવાશ તો કોઈ પાસે વધારે ઉમ્મીદ રાખવાથી આવી જાય છે !!
જ્યારે આપડા ખિસ્સા ફાટેલાં હોય ત્યારે,
એમાંથી સિક્કા કરતા માણસો વધારે પડી જાય છે !!
જિંદગી છે અને જેવું શીખવે એ શીખી લો,
નહીંતર પછી પૈસા આપીને પણ એ કોઈ નઈ શીખવે !!
સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ,
કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી !!
એકવાર જેની સાથે લાગણીના દોરે બંધાયા પછી,
તેના દરેક સુખ દુઃખમાં સાથે રહેવું,
એ જ સાચો પ્રેમ !!
સમય જ માણસને બિવડાવે છે,
બાકી માણસ તો ભગવાનને પણ ક્યાં માને છે !!
વેચી નાખે એવાં તો હજાર છે પણ,
કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તો એની કિંમત કરજો !!
ક્યારેક કામ વગરનું પણ Hi - Hello કરવાનું રાખો,
કેટલાક સંબંધો એમનેમ સચવાઈ જશે !!
એક શાંત અને સ્થિર મગજ,
તમારી દરેક લડાઈનું બ્રહ્મમાસ્ત્ર છે !!
क्या करु मैं अमीर बन कर मेरा महादेव तो फकीरोँ का दिवाना है ||
કંઈક મેળવી લેવાની બેચેની,
અને કંઈક ગુમાવી દેવાનો ડર,
બસ એ જ તો છે જિંદગી !!
જીવનમાં ખુશી આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો,
અને દુઃખ આવે તો એને દવા સમજીને પી લેજો !!
ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો,
તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે !!
માણસ ભલે દુ:ખમાં લાગણીની વાતો કરતો હોય,
પણ સુખમાં બુદ્ધિની વાતો કરતો થઈ જાય છે !!
અમે આવનારા કાલથી નથી ડરતા સાહેબ,
કેમ કે અમે વિતેલું કાલ જોયું છે !!
માણસ ત્યારે જ સફળ બને છે,
જ્યારે એ દુનિયાને નહીં પરંતુ પોતાને બદલવાની શરૂઆત કરે છે !!
ભેગું કરીને જીવે તે શહેર અને,
ભેગા કરીને જીવે તે ગામડું !!
જોખમ અને ઝખમ,
આ બંનેનો સરવાળો એટલે જિંદગી !!
કલમ પણ કમાલ છે,
પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે !!
તકલીફ બંને છેડે સરખી જ છે,
માણસને ઇશ્વર નથી મળતો,
ને ઈશ્વરને માણસ !!
નિતિ અને કર્મ ચોખ્ખા રાખો સાહેબ,
સમય તમારાં દરવાજા પાસે ચોકીદાર તરીકે કામ કરશે !!
રાખવો નહીં અહંકાર કે ના થાય કશું મારા વિના,
અહીં તો આખું આકાશ ઉભું છે ટેકા વિના !!
ચાલાકી જીવનમાં ગમે એટલી કરી લો,
પણ યાદ રાખજો,
પરિણામ તમારી દાનત પ્રમાણે જ મળે છે !!
આપણા વિચારો તો,
બીજાને વિચારતા કરી દે એવા હોવા જોઈએ !!
શબ્દોને બે જ વ્યક્તિ ધ્યાનથી વાંચે છે,
એક જ્ઞાન મેળવનાર અને,
બીજો ભૂલો શોધનાર !!
સુખી થવા આખી જિંદગી દુ:ખી થાય,
એનું નામ માણસ !!
બાળપણ કેટલું ખૂબસુરત હતું,
ત્યારે રમકડાં જિંદગી હતા,
અને આજે જિંદગી જ રમકડું છે !!
તમે જિંદગીમાં જે પર્વત ઉપાડીને ચાલી રહ્યા છો,
એ ઉપાડવાના નહોતા માત્ર ઓળંગવાના હતા !!
નવો દિવસ છે, નવી વાત કરીએ,
કાલે હારી ગયા હતા,
ચાલો આજે નવી શરૂઆત કરીએ !!
Subscribe to:
Post Comments (Atom)
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...
-
ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ના દરેક જ્ઞાતિ જન ને વિંનતી કે આવી જાહેરાત કરી કોઈ રાજકારણીઓ ચમચાગીરી કરવી નહિ આવી જાહેરાતો ફકત ચૂંટણી લક...
No comments:
Post a Comment