Wednesday, 14 April 2021
અહંકાર ની "પાઘડી" જયારે માથા પરથી ઉતરી જાય....
અહંકાર ની "પાઘડી" જયારે માથા પરથી ઉતરી જાય.... તો મોટામાં મોટી સમસ્યા
"પા-ઘડીમાં" ઉકલી જાય છે. સુખ હોય કે દુઃખ પરંતુ માણસ કોઈ એક પરીસ્થીતી માં કાયમ
રાજી રહી શકતો નથી જેને બધી વાતોએ સંતોષ છે એ જ સાચો ઘનવાન છે. તમારા મોંમા શું જાય
છે તે મહત્ત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્ત્વનું છે જીવનમાં
વધારે સબંધો હોવા જરૂરી નથી, પણ સબંધો માં જીવન હોવું જરૂરી છે જીવનમાં દયાથી ભરપૂર
હૃદય સૌથી મોટી દોલત છે સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું એના માટે તો
કર્મ જ કરવા પડે. આપણા શિખવેલા જ્યારે આપણને જ શિખવે ત્યારે આપણને ઘણું બધૂ શિખવા
મળે છે... શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો
જયારે પૈસો બોલે છે ને...સાહેબ... ત્યારે એનું વ્યાકરણ કોઈપણ ચેક નથી કરતુ બીજાની
મહેરબાનીની અપેક્ષા કરતાં પોતાના ગુણોની મદદથી આગળ વધવું સારું છે. સૂર્યની દૃષ્ટિ
જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે જે તમારા
માટે રડી નથી શકતા તેના માટે રડી ને અફસોસ કરવો નહિ. સાચા અંતરના આશિર્વાદ માગવા
કરતા મળે એ સાચા વાણી જ માનવીનું એક એવું આભુષણ છે જે બીજા આભુષણોની માફક ઘસાતું
નથી મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો મનના
હાથીને વિવેકના અંકુશ વડે વશમાં રાખવો જોઈએ મહેનત અને દૃઢ નિશ્ચયથી જીવનરૂપી જહાજને
સાચી દિશા તરફ વાળી શકાય છે ક્યારેક આ રેકોર્ડેડ વાક્ય પણ જાણે સાચું કહી જતા હોય
છે.. "તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માગો છો તે પહોંચની બહાર છે" વડલાની જેમ તાપ
સહન કરી, પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે... પિતા... અવગુણ હોડીમાં થયેલા છિદ્ર
જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન
કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં તમે તમારી જાતને
મહાન માનતા હો તો તેનુ પ્રદર્શન કરવાની ભૂલ ન કરતા સંસારનાં કડવાં વૃક્ષોનું અમૃતફળ
એટલે સજ્જન પુરુષોની સંગત હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ
જોઈતું નથી શું થયું તેના પર હું કદી નજર રાખતો નથી, પરંતુ શું કરવાનું બાકી છે
તેનું જ ધ્યાન રાખું છું મનુષ્ય જ્ઞાન સ્વરૂપી ધન જો પોતાના મગજમાં ભરી લે તો કોઈ
તેને છીનવી શકતું નથી મારી મહેફીલમાં આમ તો બહુ જ ભીડ જમા હતી, પછી એવું થયું...
સાહેબ કે... હું સાચું બોલતો ગયો લોકો ઉઠતા ગયા. શબ્દોની તો બધાય નકલ કરે..... કોઈ
લાગણીની તો નકલ કરી જુવો.....!! સમાનતામાં માનતો, શાંત આત્મા, ક્રોધ રહિત સ્વભાવ
અને સર્વનું હિત ઈચ્છનાર મહાન બની જાય છે, દંભનો અંત સર્વનાશ છે અને અહંકારી આત્મા
હંમેશાં પાપી જ હોય છે કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો આ
સંસારમાં મનુષ્યોને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી, આ તેના ચિત્તનો ભ્રમ માત્ર
છે તમે યોગી ન થઈ શકો તો વાંધો નથી પરંતુ દરેકને ઉપયોગી જરૂર થજો તમારી પાસે જે નથી
તેની ચિંતા છોડશો તો તમારી પાસે જે છે તેનો આનંદ ઉઠાવી શકશો. મનની ધરતી પર એવાં બીજ
ન વાવો કે જેથી આવતી કાલે પાક લણતી વખતે અશ્રુ વહાવવાં પડે પ્રેમ એટલે દિલથી અપાતું
માન... અને... માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ....... જેણે પોતાની જાત પર કાબૂ મેળવી
લીધો છે, તેને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી નહીં શકે અહંકાર મનુષ્યને દુષ્ટ બનાવી
દે છે, જ્યારે નમ્રતા દેવદૂત શાંતિનો અર્થ ફક્ત નિ:શબ્દ રહેવું જ નહીં, પરંતુ મનનું
મૌન પણ છે આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે, તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે વાહ રે
મોસમ.. તે પણ માણસ પાસેથી શીખી લીધું... ગમે ત્યારે પલટો મારવાનુ.. જીવનનો આનંદ
માણવો હોય તો તમારા જીવનને બીજાની સાથે સરખાવો નહિ. સફળ થવું અધરું નથી... ઇમાનદારી
સાથે સફળ થવું અઘરું છે... જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને
સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે જે આપણી સમક્ષ બીજાની નિંદા
કરતો હોય તે બીજા સામે આપણી પણ નિંદા કરશે જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત
છે એક મંદિર ના દરવાજા ઉપર ખુબ જ સરસ લાઈન લખી હતી. : અંહિયા એ સવાલોના જવાબ
મળશે..જેના જવાબ Google પર નથી મળતા. બીજા ની ખામી માં રસ લેવો, એજ આપણી ખામી છે...
બુદ્ધિમાન એ છે કે જે બોલતા પહેલાં વિચારે છે, જ્યારે બીજા બોલ્યા બાદ વિચારે છે
અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી થોડું બોલી અને શબ્દો માં વજન
રાખશો ને સાહેબ, તો કોઈ ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિમ્મત નહિ કરે..! દરેક
કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે પોતાની
જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું સલાહ તો અનેક લોકો મેળવે
છે, પરંતુ તેનો લાભ લેતાં બુદ્ધિશાળીને જ આવડે છે આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા
વાળા કરતા સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે. મુસીબત અને નુકસાન બાદ મનુષ્ય વધુ
વિનમ્ર અને જ્ઞાની બની જાય છે તમારાથી કોઈ ડરે નહી તો કોઈ વાંધો નહી.... સાહેબ
પણ... તમારી શરમ રાખે અથવા તો તમને આદર આપે તો માનજો કે તમે ઘણું મેળવ્યું છે. સંયમ
અને ત્યાગના માર્ગે જ આનંદ અને શાંતિ સુધી પહોંચી શકાય છે કામ પડશે કયારેક...
એટલે.. અડઘા લોકો સંબઘ એના માટે જ રાખતા હોય છે... ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા
કરતાંય વધુ લાભદાયી હોય છે આકાશ ને અડી લેવુ એ સફળતા નથી પરંતુ આકાશ ને અડતી વખતે
તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે ઘણા સોદાઓ થાય છે અહીં , પણ,....સુખ વહેંચનાર
અને,દુઃખો ખરીદનાર નથી મળતા..! વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે, પરંતુ
સારા માણસ થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે. મહત્ત્વના બનવું તે સારું
છે પણ સારા બનવું તે વધુ મહત્ત્વનું છે. જીવનનું ગણિત ઊંધું છે. વર્તમાનને સુધારો
તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે જેનો પોતાની જીભ પર કાબૂ નથી તેનું પતન થાય છે
ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે આપણી જરૂરિયાતો જેટલી
ઓછી થતી જાય એટલા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ સત્કાર્યો માનવ હૃદયમાં બાંધેલા
કિર્તીમંદિરો સમાન છે સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું એના માટે તો
કર્મ જ કરવા પડે. રૂપીયા ને સલામ છે... સાહેબ.. બાકી તમારી માણસાઈ તો મમરાના ભાવે
વેચાય છે.. કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો, ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય
છે. પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂર પડતી હશે, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જ
જોઈએ આ સંસારમાં સૌથી સુખી એ જ વ્યક્તિ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવે છે ભગવાનને
ના મંદિર શોધતા કે ના મસ્જીદ માં, જો એ તમારા હૃદય માં નથી તો એ ક્યાય નથી. દાન
આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે પુણ્યનો સાચો
લાભ છુપાવવાથી મળે છે, તેના પ્રદર્શનથી નહીં પોતાની આસપાસ સંતોષનો કિલ્લો ઊભો કરી
દો, એને કોઈ ભેદી શકશે નહીં ખાય એ જીવ, ખવડાવે એ ઈશ્વર, ન ખાય ન ખવડાવે તે બ્રહ્મ
લાગણી છુટ્ટાદિલે વેરતાં પહેલાં.... સામેવાળાની પાચનશક્તિ ચકાસી જોવી....
Subscribe to:
Post Comments (Atom)
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...
-
ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ના દરેક જ્ઞાતિ જન ને વિંનતી કે આવી જાહેરાત કરી કોઈ રાજકારણીઓ ચમચાગીરી કરવી નહિ આવી જાહેરાતો ફકત ચૂંટણી લક...
No comments:
Post a Comment