Thursday, 20 May 2021

હિન્દુધર્મ

 *આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યા થી તો હિન્દુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો....


*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 


1. ગર્ભાધાન સંસ્કાર 

2. પુંસવન સંસ્કાર 

3.સીમંતોન્ન્યન સંસ્કાર 

4. જાતકર્મ સંસ્કાર 

5. નામકરણ સંસ્કાર 

6. નિષ્ક્રમણ સંસ્કાર 

7. અન્નપ્રાશન સંસ્કાર 

8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 

9. કર્ણવેધ સંસ્કાર

10. ઉપનયન સંસ્કાર

 11. વેદારંભ સંસ્કાર 

12. કેશાન્ત સંસ્કાર 

13. સમાવર્તન સંસ્કાર 

14. વિવાહ સંસ્કાર 

15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 

16. અગ્નિ સંસ્કાર


 *(2) હિન્દુધર્મના ઉત્સવો :*


1. નૂતન વર્ષારંભ 

2. ભાઈબીજ 

3. લાભપાંચમ 

4. દેવદિવાળી 

5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)

 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 

7. વસંત પંચમી

 8. શિવરાત્રી 

9. હોળી

10. રામનવમી 

11. અખાત્રીજ 

12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 

13. અષાઢી બીજ 

14. ગુરુ પૂર્ણિમા 

15. શ્રાવણી-રક્ષાબંધન 

16. જન્માષ્ટમી 

17. ગણેશ ચતુર્થી 

18. શારદીય નવરાત્રી

 19. વિજ્યા દશમી 

20. શરદપૂર્ણિમા 

21. ધનતેરસ 

22. દીપાવલી. 


*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*


1. દ્વારિકા 

2. જગન્નાથપુરી 

3. બદરીનાથ 

4. રામેશ્વર 


*( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :* 


1. યમુનોત્રી 

2. ગંગોત્રી 

3. કેદારનાથ 

4. બદરીનાથ 


*(5) હિમાલયના પાંચ કેદાર :*

 

1. કેદારનાથ 

2. મદમહેશ્વર 

3. તુંગનાથ 

4. રુદ્રનાથ 

5. કલ્પેશ્વર 


*ભારતની સાત પવિત્ર પુરી :* 


1. અયોધ્યા 

2. મથુરા 

3. હરિદ્વાર 

4. કાશી 

5. કાંચી 

6.. અવંતિકા 

7. દ્વારિકા


 *દ્વાદશ જ્યોતિલિંગ :*


 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)

 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 

3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 

4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 

5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 

6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 

7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 

8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)

 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 

10. રામેશ્વર (તમિલનાડુ) 

11. કેદારનાથ (ઉત્તરાંચલ) 

12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 


*અષ્ટવિનાયક ગણપતિ :*

 

1. ઢુંઢીરાજ – વારાણસી 

2. મોરેશ્વર-જેજૂરી 

3. સિધ્ધટેક 

4. પહ્માલય 

5. રાજૂર 

6. લેહ્યાદ્રિ 

7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 

8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર


 *શિવની અષ્ટમૂર્તિઓ :* 


1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 

2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 

3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 

4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 

5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 

6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)

 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 

8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 


*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*


 1. પશુપતિનાથ (નેપાલ) 

2. સુંદરેશ્વર (મદુરા) 

3. કુંભેશ્વર (કુંભકોણમ) 

4. બૃહદીશ્વર (તાંજોર) 

5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)

 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 

7. અમરનાથ (કાશ્મીર) 

8. વૈદ્યનાથ (કાંગજા) 

9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 

10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 

11. કંડારિયા શિવ (ખાજુરાહો)

 12. એકલિંગજી (રાજસ્થાન) 

13. ગૌરીશંકર (જબલપુર) 

14. હરીશ્વર (માનસરોવર) 

15. વ્યાસેશ્વર (કાશી) 

16. મધ્યમેશ્વર (કાશી)

 17. હાટકેશ્વર (વડનગર) 

18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 

19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 

20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 

21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 

22. સર્વેશ્વર (ચિત્તોડ)

23. સ્તંભેશ્વર (ચિત્તોડ)

24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 


*સપ્ત બદરી :* 


1. બદરીનારાયણ 

2. ધ્યાનબદરી 

3. યોગબદરી 

4. આદિ બદરી 

5. નૃસિંહ બદરી 

6. ભવિષ્ય બદરી

 7.. વૃધ્ધ બદરી. 


*પંચનાથ :*


1. બદરીનાથ 

2. રંગનાથ 

3. જગન્નાથ 

4. દ્વારિકાનાથ 

5. ગોવર્ધનનાથ 


*પંચકાશી :* 


1. કાશી (વારાણસી) 

2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 

3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)

4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 

5. શિવકાશી 


*સપ્તક્ષેત્ર* 


: 1. કુરુક્ષેત્ર (હરિયાણા) 

2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 

3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)

 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 

5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 

6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 

7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 


*પંચ સરોવર :*


 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 

2. નારાયણ સરોવર (કચ્છ) 

3. પંપા સરોવર (કર્ણાટક) 

4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 

5. માનસ સરોવર (તિબેટ) 


*નવ અરણ્ય (વન)  :* 


1. દંડકારણ્ય (નાસિક) 

2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)

3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 

4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 

7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 

8. અર્બુદારણ્ય (આબુ) 

9. હિમવદારણ્ય (હિમાલય) 


*ચૌદ પ્રયાગ :*


1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)

 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)

 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 

4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 

5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)

 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 

7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 

8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 

9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)

 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 

11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 

12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 

13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 

14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 


*પ્રધાન દેવીપીઠ :* 


1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 

2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 

3. કન્યાકુમારી (તામિલનાડુ)

 4. અંબાજી (ઉત્તર ગુજરાત)

 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 

6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)

 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)

 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)

 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 

10. મંગલાવતી (ગયા-બિહાર) 

11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 

12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 


*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :* 


1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 

2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)

 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)

 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 

5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 


*(4) ચાર પુરુષાર્થ :*


1. ધર્મ 

2. અર્થ

3. કામ 

4. મોક્ષ 

(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )


*(5) ચાર આશ્રમ :* 


1. બ્રહ્મચર્યાશ્રમ 

2. ગૃહસ્થાશ્રમ 

3. વાનપ્રસ્થાશ્રમ 

4. સંન્યાસાશ્રમ 


*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :* 


1. યજ્ઞ

2. પૂજન 

3. સંધ્યા 

4. શ્રાધ્ધ 

5. તર્પણ 

6. યજ્ઞોપવીત 

7. સૂર્યને અર્ધ્ય 

8. તીર્થયાત્રા 

9. ગોદાન 

10. ગોરક્ષા-ગોપોષણ

11. દાન 

12.ગંગાસ્નાન 

13.યમુનાપાન

14. ભૂમિપૂજન  શિલાન્યાસ  વાસ્તુવિધિ 

15.સૂતક 

16.તિલક 

17.કંઠી – માળા 

18. ચાંદલો – ચૂડી – સિંદૂર 

19. નૈવેદ્ય 

20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 

21. પીપળે પાણી રેડવું 

22. તુલસીને જળ આપવું 

23. અન્નદાન – અન્નક્ષેત્ર 


*આપણા કુલ 4 વેદો છે. :*


1. ઋગવેદ 

2. સામવેદ 

3. અથર્વેદ 

4. યજુર્વેદ 


*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:* 


1. ઉપનીષદો 

2. બ્રમ્હસુત્ર 

3. શ્રીમદ ભગવદગીતા 


*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*

 

1. વેદાંગ 

2. સાંખ્ય 

3. નિરૂક્ત

4. વ્યાકરણ 

5. યોગ 

6. છંદ 


*આપણી 7 નદી :* 


1. ગંગા 

2. યમુના 

3. ગોદાવરી 

4. સરસ્વતી 

5. નર્મદા 

6. સિંધુ 

7. કાવેરી 


*આપણા 18 પુરાણ :* 


1. ભાગવતપુરાણ 

2. ગરૂડપુરાણ 

3. હરિવંશપુરાણ 

4. ભવિષ્યપુરાણ

 5. લિંગપુરાણ 

6. પદ્મપુરાણ 

7. બાવનપુરાણ 

8. બાવનપુરાણ 

9. કૂર્મપુરાણ 

10. બ્રહ્માવતપુરાણ

 11. મત્સ્યપુરાણ 

12. સ્કંધપુરાણ 

13. સ્કંધપુરાણ 

14. નારદપુરાણ 

15. કલ્કિપુરાણ 

16. અગ્નિપુરાણ 

17. શિવપુરાણ 

18. વરાહપુરાણ 


*પંચામૃત :* 


1. દૂધ 

2. દહીં 

3. ઘી 

4. મધ 

5. ખાંડ 


*પંચતત્વ :* 


1. પૃથ્વી 

2. જળ 

3. વાયુ 

4. આકાશ 

5. અગ્નિ 


*ત્રણ ગુણ :* 


1. સત્વ 

2. રજ 

3. તમસ 


*ત્રણ દોષ :*


1. વાત 

2. પિત્ત 

3. કફ 


*ત્રણ લોક :* 


1. આકાશ 

2. મૃત્યુલોક 

3. પાતાળ 


*સાત સાગર :* 


1. ક્ષીર સાગર 

2. દૂધ સાગર 

3. ધૃત સાગર 

4. પથાન સાગર 

5. મધુ સાગર 

6. મદિરા સાગર 

7. લડુ સાગર 


*સાત દ્વીપ :* 


1. જમ્બુ દ્વીપ 

2. પલક્ષ દ્વીપ 

3. કુશ દ્વીપ

4. પુષ્કર દ્વીપ

5. શંકર દ્વીપ 

6. કાંચ દ્વીપ 

7. શાલમાલી દ્વીપ 


*ત્રણ દેવ :* 


1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 


*ત્રણ જીવ :* 


1. જલચર 

2. નભચર 

3. થલચર 


*ત્રણ વાયુ :* 


1. શીતલ

2. મંદ 

3. સુગંધ 


*ચાર વર્ણ :* 


1. બ્રાહ્મણ 

2. ક્ષત્રિય 

3. વૈશ્ય 

4. ક્ષુદ્ર 


*ચાર ફળ :* 


1. ધર્મ 

2. અર્થ 

3. કામ 

4. મોક્ષ 


*ચાર શત્રુ :* 


1. કામ 

2. ક્રોધ 

3. મોહ, 

4. લોભ 


*ચાર આશ્રમ :* 


1. બ્રહ્મચર્ય 

2. ગૃહસ્થ 

3. વાનપ્રસ્થ 

4. સંન્યાસ 


*અષ્ટધાતુ :* 


1. સોનું 

2. ચાંદી 

3. તાબું 

4. લોખંડ 

5. સીસુ 

6. કાંસુ 

7. પિત્તળ 

8. રાંગુ 


*પંચદેવ :* 


1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 

4. ગણેશ 

5. સૂર્ય 


*ચૌદ રત્ન :* 


1. અમૃત 

2. ઐરાવત હાથી 

3. કલ્પવૃક્ષ 

5. કૌસ્તુભમણિ 

6. ઉચ્ચૈશ્રવા ઘોડો 

7. પચજન્ય શંખ 

8. ચન્દ્રમા 

9. ધનુષ 

10. કામધેનુ

11. ધનવન્તરિ 

12. રંભા અપ્સરા 

13. લક્ષ્મીજી 

14. વારુણી 

15. વૃષ 


*નવધા ભક્તિ :*


1. શ્રવણ 

2. કીર્તન 

3. સ્મરણ 

4. પાદસેવન 

5. અર્ચના 

6. વંદના 

7. મિત્ર 

8. દાસ્ય 

9. આત્મનિવેદન 


*ચૌદભુવન :*


1. તલ 

2. અતલ 

3. વિતલ 

4. સુતલ 

5. સસાતલ 

6. પાતાલ 

7. ભુવલોક

8. ભુલૌકા 

9. સ્વર્ગ 

10. મૃત્યુલોક 

11 હીન્દુ હોવાનો ગર્વ થવો જોઇએ.

( આ માહીતી પોતાના બાળકને ભણાવો અને બીજાને મોકલો )


Wednesday, 19 May 2021

*મધ ઇમ્યુનિટી વધારવામાં કઈ રીતે ઉપયોગી છે ?*



આપણે હાલ ની પરિસ્થિતિમાં ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે જેની ઇમ્યુનિટી સારી એમને વાયરસ વધારે અસર કરતા નથી ઇન્ફેકશન લાગે તો પણ રીકવર થઇ જતું હોય છે.

આપણે આજે *શુદ્ધ મધ* આપણી ઇમ્યુન સિસ્ટમ કઈ રીતે મજબૂત કરે એના વિષે જાણીએ.

Michigan State University, USA ના એક રિસર્ચ મુજબ Raw honey ઈમ્યૂનિટી બૂસ્ટર કરતા વધારે ઈમ્યૂનિટી બિલ્ડર છે.

મધમાખી વૃક્ષો ના ફુલોમાંથી પરાગ ચુંટી લાવે છે અને પોતાના શરીરમાં રહેલ ગ્રન્થીમાંથી પસાર કરીને એક હેલ્ધી લિકવિડના સ્વરૂપમાં સ્ટોર કરે છે.
મધમાં Nigerooligo sacharides નામની નેચરલ સુગર હોય છે જે ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદ કરે છે.
મધમાં રહેલ Flavoring અને Poly phenol આ બે તત્વો એન્ટીઓક્સિડેન્ટરૂપે શરીરના કોષોને સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે. તેનાથી માળખાકીય રોગપ્રતિકારક પેશીઓ વાયરલ એટેકથી લડી શકે છે.


વર્ષોથી મધનો ઉપયોગ નેચરલ એન્ટિબાયોટિક ના રૂપમાં થતો આવ્યો છે. આયુર્વેદના ગ્રંથોમાં મધને વાહક કહેવામાં આવ્યું છે. કોઈપણ આહાર પેટમાં ગયા પછી પાચન થઇને ઉર્જામાં પરિવર્તિત થાય છે જયારે મધ જીભ પર થી સીધું શરીરમાં ભળવાની તાકાત ધરાવે છે એટલે જ આયુર્વેદ ની ઔષધને મધ સાથે મિક્સ કરીને ચાટણ બનાવીને લેવાથી દવાનો ફાયદો અનેકગણો વધી જાય છે.

ભારતમાં અલગ અલગ વૃક્ષોના ફૂલો ના લગભગ ૨૫ થી વધારે પ્રકાર ના મધ એકત્રિત કરવામાં આવે છે પરંતુ લોક જાગૃતિના અભાવે ભારતમાં લોકો પ્રોસેસ કરેલા મધનો ઉપયોગ વધુ કરે છે.
અલગ અલગ પ્રકારના મોનો ફ્લોરલ મધની મેડિસિનલ વેલ્યુ પણ અલગ હોય છે. આ પ્રકારના નેચરલ

તુલસીવન નું મધ,

લીચીના ઝાડનું મધ,

કડવા લીમડાનું મધ,

જંગલ નું મધ,

જાંબુ નું મધ

Monday, 10 May 2021

શું.......? આપણ ને ખબર છે.

1. ગર્ભસંસ્કાર એટલે શું?
ગર્ભ સંસ્કાર એટલે આવનારૂ બાળક ખુબ જ તેજવાન અને ઓજસ્વી બને તે માટે આપવામાં આવતા સંસ્કાર. આમ, તો સંતાન સુખ ની ખેવના દરેક વ્યક્તિ રાખે છે પણ એક ઉત્તમ સંતાન ની ખેવના માટે ગર્ભસંસ્કાર જરૂરી છે. આવો આજે આપણે જાણીએ કે ગર્ભ સંસ્કાર કેવી રીતે ગ્રહણ કરવામાં આવે છે. એક જીવ ની ઉત્પત્તિ એ વિશ્વની સૌથી પવિત્ર અને આનંદદાયક ઘટના છે. આ આનંદદાયી ઘટના ના તમે સાક્ષી બનવા જઈ રહ્યા છો તો એના માટે તમને ખુબ ખુબ અભિનંદન માણસ એ ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છે. જયારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ બને છે ત્યારે તે તેના અને તેના પરિવાર માટે સૌથી મોટી ખુશી ની વાત છે. આજના યુગ માં દરેક માતા પિતા પોતાના ઘરે એક સ્માર્ટ બાળક ઈચ્છે છે. દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેનું સંતાન ઉત્તમ વિચારો ધરાવતું સંતાન તરીકે જન્મ લે. બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ જેવા સંસ્કારો ધરાવતું બાળક ની ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે ગર્ભસંસ્કાર ઉત્તમ છે. મનમાં આવતા વિચારો થી આપણા સંકલ્પો નક્કી થાય છે. જેવા શિશુ ની આપણે ઈચ્છા રાખીએ છીએ તેવા વિચારો આપણે લાવવા જરૂરી છે. મનમાં આવતા વિચારો બાળક ના જન્મ પર ખુબ જ અસર કરે છે. બાળક માતા ના મન અને હૃદય ની દરેક વાતો ને અનુભવે છે માતાના વિચારો થી જ રામ જેવા પુત્ર જન્મ થાય છે જે દુનિયા નો તારણહાર બની શકે છે અને માતા ના વિચારો થી જ રાવણ જેવા પુત્ર નો પણ જન્મ થાય છે જે દુનિયા નું વિનાશ પણ સર્જી શકે છે. તેથી વિચારો ખુબ જ મહત્વના છે. એક ઉદાહરણ લઈએ જયારે માતા ત્રિશલા ગર્ભવતી હતા ત્યારે તેમના ગર્ભ માં મહાવીર સ્વામી શિશુ સ્વરૂપે આકાર લઇ રહ્યા હતા. ત્યારે મહાવીર સ્વામી એ થોડા સમય માટે ગર્ભ માં પોતાની હલનચલન બન્ધ કરી દીધી ત્યારે તેમના માતા ને તેમના હલન ચલન ના થવાથી એવો વિચાર કર્યો કે શું તેમનું બાળક મૃત્યુ પામ્યું છે? તેમનો આ વિચાર મહાવીર સ્વામી સાંભળી તેમની માતા ના ગર્ભ માં લાત મારવાનું ચાલુ કરે છે. આ વાત પરથી એ સાબિત થાય છે કે જેવા વિચારો તમે લાવો છો.તેવું તમારું બાળક ગર્ભ માં વિચાર કરે છે. જેથી ઉત્તમ વિચારો દ્વારા પોતાના બાળક નું પાલનપોષણ પોતાના ગર્ભ માં કરો અને દુનિયા માં ઉત્તમ વિચારો સાથે તેને જન્મ આપો.પોતાના ઉત્તમ વિચારો થી માતા ઈચ્છે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે. માતા ધારે તો તે આ વિશ્વ ને એક ઉંચાઈ તરફ લઇ જાય તેવા બાળક ને જન્મ આપી શકે છે અને ધારે તો વિશ્વ નું પતન કરે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે. એક વખતની વાત છે, એક સ્ત્રી એ ભગવાન ઈશુને સવાલ કર્યો કે, “બાળકોને સંસ્કાર આપવાની શરૂઆત ક્યારથી કરવી જોઈએ?” ભગવાન ઈશુએ જવાબ આપ્યો કે ગર્ભમાં અવાય ના સો વર્ષ પહેલા થી બાળકની સંસકાર આપવાની શરૂઆત કરવી જોઈએ. આ જવાબ સાંભળીને પેલી સ્ત્રી આશ્ચ્રર્ય ચકિત થઇ ગઈ!! ત્યારે ઈશુ ભગવાને તે સ્ત્રીને સમજાવી કે સો વર્ષ પહેલા તે બાળકનું અસ્તિત્વ નહિ હોય પરંતુ તેના દાદા પરદાદા નું અસ્તિત્વ હશે એટલે કે જો “કુવા માં હશે તો હવાડા માં જરૂર આવશે.” ગર્ભસંસ્કાર માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અભિમન્યુ અને સ્વામી વિકવેકાનંદ દ્વાપર યુગમાં મહાભારતમાં અભિમન્યુ એ જયારે પોતાના માતા સુભદ્રાના ગર્ભમાં હતા ત્યારે પોતાના પિતા અર્જુન પાસેથી ચક્રવ્યૂહની રચનાનું વર્ણન સાંભળ્યું હતું અને મહાભારતના યુદ્ધમાં રણમેદાનમાં તેમને ગર્ભમાં સાંભળેલ વર્ણન પરથી ચક્રવ્યૂહ ભેદવાનો નિર્ણય લીધો હતો, તેવી જ રીતે માતા ભુવનેશ્વરી દેવી પણ પોતાની ગર્ભાવ્શ્થામાં ધ્યાનની ક્રિયા કારતા હતા એટલે સ્વામી વિવેકાનંદ પણ પોતાના બાળપણ થી જ ધ્યાન માં મગ્ન રહેતા હતા ધ્યાન કરવું ને ગર્ભાવ્શ્થામાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. 2. ગર્ભ આશીર્વાદ મંત્ર ગર્ભ સંસ્કાર સમય ગાળા દરમિયાન મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવામાં આવે તો આવનાર શિશુ ઉત્તમ વિચારો ધરાવતું જન્મ લે છે. ગાયત્રી મંત્રો, ઓમકાર મંત્રો જેવા મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવું જોઈએ. હાલ જાણવા મળ્યું છે કે વિદેશો માં રહેતી સ્ત્રીઓ જે ગર્ભાવસ્થા માંથી પસાર થઇ રહી છે જેઓ હિન્દી,ગુજરાતી કે સંસ્કૃત પણ સમજતી નથી તેઓ ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણી સંસ્કૃતિ ના મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરે છે. જેનાથી તન અને મન બને શાંત થાય છે અને ગર્ભ માં રહેલ શિશુ પણ ઉત્તમ વિચારો સાથે જન્મ લે છે. મંત્રો નું ઉત્તમ ઉચ્ચારણ કરવા માટે યોગ મુદ્રા ધારણ કરો અને ત્યારબાદ મંત્રો નું ઉચ્ચારણ કરો. આ ઉપરાંત તમે તમારા બાળકશરીર ની ઉત્તમ રચના માટે પંચમહાભૂતો ની પણ સ્તુતિ કરી શકો છો. કારણ કે પંચમહાભૂતો મળી ને સંપૂર્ણ શરીર ની રચના કરે છે. જેમાં અગ્નિ, વાયુ, ધરતી, આકાશ અને જળ નો સમાવેશ થાય છે. આ પંચમહાભૂતો ને પ્રાર્થના કરી તમે તેમાંથી શ્રેષ્ઠ બાળક માટેના આશીર્વાદ મેળવી શકો છો. 3. ગર્ભ સંસ્કાર સંવાદ ગર્ભ સંસ્કાર સંવાદ માં તમારે તમારા ગર્ભ માં રહેલા શિશુ સાથે વાર્તાલાપ કરવાનો છે.જેમાં તમારે તમારું બાળક વાસ્તવિક સવરૂપે તમારી સમક્ષ છે તેમ સમજી તેની સાથે વાતો કરવાની છે. એને કહેવાનું છે કે, હે મારા પ્રિય બાળક, જ્યારથી તારા આવવાના સમાચાર મળ્યા છે ત્યારથી, હું, તારા પિતા અને પરિવાર ના સો સદસ્યો આનંદથી રોમાંચિત થયા છીએ. તું સાંભળે છે ને મારી વાતો તારા આવવાની રાહ અમે જોઈ રહ્યા છીએ. પણ તું ધીરજ રાખજે તારી આ યાત્રા ઘણી અઘરી છે એ વાત હું જાણું છું આ સફર માં હું તારી સાથે જ છું. તને કોઈ પણ તકલીફ ના થાય તેના માટે હું પુરેપુરી કાળજી લઈશ તું ખુબ જ સમજદાર, સુશીલ, સંસ્કારી થઈશ. હું એ હું જાણું છું તું અતિ ગુણી, મેઘાવી, તેજસ્વી, ગુણવાન, પ્રતિભાવાદી બનીશ. તું રાષ્ટ્રવાદી અને સ્વતંત્ર વિચારો ધરાવતો થઇશ. તું હકારાત્મક વિચારો ધરાવતો થઈશ, તું અમર પ્રેમ અને વાત્સ્લ્ય ની છબી હોઈશ. તું હિમતવાન અને સાહસિક બનીશ, તું વડીલો ને આદર આપશે અને નાના ઓને પ્રેમ આપીશ, તું સાહસિક, નીડર, પ્રમાણિક બનીશ. તારા આવા અસંખ્ય ગુણો થી તું જીવન માં મહાન બનીશ. તું શરીર, પ્રાણ, મન બુદ્ધિ અને આત્મા એમ પાંચેય નો સર્વાંગી વિકાસ કરનારો શ્રેષ્ઠ મનુષ્ય બનીશ. આવા અનેક હકારાત્મક વિચારો થી તમે બાળક ને શ્રેષ્ઠ સંસ્કારો ગર્ભ માં જ આપી શકો છો અને તમારા બાળક માટે એક શ્રેષ્ઠ માતા બની શકો છો. આમ પણ ભારતીય સઁસ્કૃતિ ને ઉત્તમ ગણવામાં આવે છે. આવા સંસ્કારો નું સિંચન જો બાળક માં જન્મ પહેલા થી જ કરવામાં આવે તો જરૂર દરેક બાળક ઉત્તમ ઉદાહરણ બને છે. 4. ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે?
હાલના આધુનિક યુગમાં બાળકો પર સૌથી વધુ ધ્યાન આપવાનીએ જરૂર છે. બાળકો જ સમાજ અને રાષ્ટ્ર નું ભવિષ્ય છે બાળકો એ દેશનું ગૌરવ અને પ્રાણ વાયુ છે, જો બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો તે પરિવાર, સમાજ, રાષ્ટ્ર, અને વિશ્વના કલ્યાણ માટે ના કાર્યો કરી શકે છે. સમાજમાં જન્મ લેનાર દરેક બાળક ભવિષ્યમાં મોટો થઇ દેશને ચલાવવા માટે સક્ષમ બનશે. બાળક જયારે ગર્ભમાં હોય ત્યારે જ તેમને સંસ્કારો આપવામાં નહિ આવે તો તેઓ ખોટા માર્ગ તરફ વળી શકે છે, પરંતુ તેમને પહેલેથી જ સંસ્કારો આપવામાં આવે તો જરૂરથી અભિમન્યુ, સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ ને જન્મ આપી શકાશે એન દેશને ઉન્નતિના માર્ગ તરફ વળી શકાશે વિશ્વનું દરેક ઘર સ્વર્ગ બન જશે. દરેક બાળક પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત હોય છે દરેક માતા-પિતા પોતાના બાળકના જન્મ પહેલાથી જ તેના માટે કંઈક ને કંઈક ધન-વૈભવ એકઠું કરે છે તેને વિરાસતમાં આપવા માટે કઈક ને કઈક રાખે જ છે તો સંસ્કારો શા માટે નહિ? એ પણ એક વિરાસત જ છે.એ તો એવી અનમોલ વિરાસત છે જેની તુલના કોઈ પણ ધન વૈભવ ના કરી શકે. 5. ગર્ભ સંસ્કાર મંત્ર
એવા ક્યાં મંત્રો છે જે ગર્ભ સંસ્કાર દરમિયાન ઉચ્ચારણ કરવું જોઈએ. એવા ક્યાં મંત્રો છે જે ગર્ભાવસ્થા માં વધુ ઉચ્ચારણ કરવું જોઈએ. ગાયત્રી મંત્ર: આપણે સૌ નાનપણ થી જ આ મંત્રનું ઉચ્ચારણ કરતા આવીએ છીએ. ગાયત્રી મંત્રને ઉચ્ચારણ માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે, જો તેનું ઉચ્ચારણ કરવામાં આવે તો તમારી જીભ ચોખ્ખી બને છે.

 

(ૐ ભુર્ભુવ: સ્વ:। તત્સવિતુર્વરણેયં । ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો ન: પ્રચોદયાત।।)

 

સરસ્વતી મંત્ર આપણે જાણીએ છીએ કે દેવી સરસ્વતી એ વિદ્યાના દેવી છે, માતા સરસ્વતીને પ[રરથના કરવાથી બાળકમાં વિદ્યા અને જ્ઞાનનો સંસ્કાર આપોઆપ ઉમેરાઈ છે.

 

( યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)

 

( યા દેવી સર્વભૂતેષુ, વિદ્યારૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)

 

( યા દેવી સર્વભૂતેષુ, જ્ઞાનરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)

 

વિષ્ણુ મંત્ર ભગવાન વિષ્ણુ એ દેવોમાં પૂજનીય છે. તેમની પૂજા કરવામાં આવે તો તેઓ બધી જ ઈચ્છાઓ પુરી કરે છે.

 

શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદશં મેઘવર્ણં શુભાંગમ્ । લક્ષ્મીકાન્તં કમલ નયનં યોગિભિર્ધ્યાનગમ્યં વન્દે વિષ્ણું ભવ ભયહરં સર્વલોકૈકનાથમ્ ।।

 

કૃષ્ણ મંત્ર કરારવિન્દેન પાદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયનત્મ |

 

વટસ્ય પત્રસ્ય પુટે શ્યાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ||૧||

 

શ્રીકૃષ્ણ ગોવિન્દ હર મુરારે ! હે નાથ નારાયણ વાસુદેવ |

 

જિહવે ! પિબ્સ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૨||

 

વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃતિ: |

 

દધ્યાદિકં મોહવશાદવોચદ્ ગોવિન્દ દામોદર માધવેતિ ||૩||

 

ગૃહે ગૃહે ગોપવધૂક્દ્મ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્ |

 

પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૪||

 

સુખં શયાના નિલયે નીજેડપિ નામાનિ વિષ્ણો: પ્રવદ્ન્તિમર્ત્યા: |

 

તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૫||

 

જિહવે ! સદૈવં ભજ સુન્દરાણિ નામામિ કૃષ્ણષ્ય મનોહરાણિ |

 

સમસ્તભક્તાર્તિવીનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૬||

 

સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ્ |

 

દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૭||

 

શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો |

 

જિહવે | પિબ્સવામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૮||

 

જિહવે ! રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વાદામિ |

 

આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૯||

 

ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે |

 

વક્તવ્યમેવં મધુરં સુભકત્યા ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૦||

 

શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો |

 

જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૧||

 

ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ |

 

જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૨||

Wednesday, 5 May 2021

એન્જીનીયરીંગ પછી નોકરી કરવાની જગ્યાએ ખેતીને બનાવ્યું કરિયર, પહેલા જ વર્ષે કર્યું આટલા કરોડનું ટર્નઓવર

21 વર્ષના એન્જીનીયરે આ ટેક્નિકથી ખેતી કરીને કર્યું કરોડોનું ટર્નઓવર, જાણો એવું તે શું કર્યું. આજના સકારાત્મક સમાચારમાં આપણે યુપીના ઇટાવા જિલ્લામાં રહેતા શિવમ તિવારી વિશે વાત કરીશું. શિવમ 30 એકરમાં ટીશ્યુ કલ્ચર ટેક્નિકની મદદથી કુફરી ફ્રાયોમ વેરાઇટીમાં બટાટા ઉગાડી રહ્યો છે. આ બટાટા ચાર ઇંચ લાંબા હોય છે. તેનો ઉપયોગ મોટા પાયે વેફર (ચીપ્સ) બનાવવા માટે થાય છે. ગયા વર્ષે તેનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા થયું હતું. તાજેતરમાં તેણે કૃષિ સંશોધન કેન્દ્ર સિમલા સાથે કરાર પણ કર્યા છે. જે અંતર્ગત તેઓ 1000 વીઘા જમીન માટે બીજ તૈયાર કરશે. પછી આ બીજ સમગ્ર દેશમાં ખેડૂતોને મોકલવામાં આવશે. 21 વર્ષિય શિવમે એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેની રુચિ શરૂઆતથી જ કૃષિ તરફ હતી. તેથી અભ્યાસ કર્યા પછી તેણે ક્યાંય નોકરી માટે અરજી કરી નહિ. તેના પિતા ખેતી કરતા હતા, તો શિવમ પણ એન્જીનીયરીંગ પછી તેમના કામમાં મદદ કરવા લાગ્યો. તે કહે છે કે, પપ્પા પહેલા પણ બટાટાની ખેતી કરતા હતા, પરંતુ સામાન્ય રીતે. ત્યારે વધારે પાક થયો ન હતો. ત્યારબાદ પપ્પા મેરઠમાં બટાટા સંશોધન કેન્દ્ર ગયા. ત્યાંથી તેમને ટીશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા ખેતીની માહિતી મળી. પછી 2018 માં અમે નિષ્ણાંતોને બોલાવ્યા અને ટીશ્યુ ક્લચરની ખેતી માટે એક પ્રયોગશાળા બનાવી. જ્યારે પણ શિવમ ગામમાં આવતો ત્યારે તે ખેતરની મુલાકાત લેતો. તે લેબ બનાવતા નિષ્ણાંતને મળતો અને તેમના કામને સમજવાનો પ્રયત્ન કરતો હતો. 2019 માં અભ્યાસ પૂરો કર્યા પછી, તે ગામમાં પાછો આવ્યો અને પપ્પા સાથે ખેતી કરવા લાગ્યો. હાલમાં 15 થી 20 લોકો નિયમિત રૂપથી શિવમ સાથે જોડાયેલા છે. સીઝનમાં 50 જેટલા લોકો તેમના ખેતરોમાં કામ કરે છે. આ ખાસ વેરાયટી માટે તેમને લાઇસન્સ પણ મળી ગયું છે. તે યુપીની સાથે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ બિયારણ સપ્લાય કરે છે. ટીશ્યુ ક્લચર ટેક્નિકથી ખેતી કેવી રીતે થાય છે? આ ટેક્નિકમાં છોડના ટીશ્યુને કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ તેને લેબમાં છોડના હોર્મોન્સની મદદથી વિકસિત કરવામાં આવે છે. તેમાં ખૂબ જ ટૂંકા સમયમાં ટીશ્યુમાંથી ઘણા બધા છોડ તૈયાર થઈ જાય છે. શિવમ સેન્ટ્રલ બટાટા રિસર્ચ સેન્ટર (સીપીઆરઆઈ) સિમલાથી કલ્ચર ટ્યુબ લાવીને તેની લેબમાં છોડ તૈયાર કરે છે. એક કલ્ચર ટ્યુબ પાંચ હજાર રૂપિયામાં આવે છે અને તેમાંથી 20 થી 30 હજાર છોડ તૈયાર કરવામાં આવે છે. આ છોડમાંથી લગભગ 2.5 લાખ બટાટા (બીજ) તૈયાર કરવામાં આવે છે. શિવમ ફેબ્રુઆરીમાં સિમલાથી બટાકાના ટ્યૂબર લાવે છે અને ઓક્ટોબર સુધી લેબમાં રાખે છે. પછી જે છોડ તૈયાર છે, તેનું ખેતરમાં વાવેતર કરવામાં આવે છે. લગભગ બે થી અઢી મહિના પછી તેમાંથી બીજ તૈયાર કરવામાં આવે છે. જે તેઓ મશીન દ્વારા ખોદીને બહાર કાઢી લે છે. ટીશ્યુ કલ્ચર ખેતીના ફાયદા : તેની મદદથી ઓછા સમયમાં વધુ બિયારણ તૈયાર કરી શકાય છે. આ બીજ રોગ મુક્ત હોય છે. તેથી વાવણી પછી તેમાં રોગ થવાની સંભાવના ના બરાબર હોય છે. આવા બીજમાંથી બટાકાનું ઉત્પાદન વધારે થાય છે અને ગુણવત્તા પણ સારી હોય છે. આ વિધિથી કોઈપણ વેરાયટીના બટાટા લેબમાં તૈયાર કરી શકાય છે. તેનાથી આખું વર્ષ ખેતી કરી શકાય છે, કારણ કે હંમેશા બીજ ઉપલબ્ધ રહે છે. ટીશ્યુ ક્લચર પદ્ધતિ દ્વારા કયા છોડની ખેતી કરવામાં આવે છે? હાલમાં આ પદ્ધતિ દેશમાં વધારે લોકપ્રિય નથી. તેના વાવેતરનો ખર્ચ પણ લાખોમાં આવે છે. છતાં પણ ઘણા ખેડુતો આ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. નર્સરીમાં ઉગાડવામાં આવતા ફૂલો, ડેકોરેશનના ફૂલો, કેળા, ઔષધીય છોડ, બટાકા, બીટ, કેરી, જામફળના બીજ અને ઘણી શાકભાજી અને ફળોના બીજ આ પદ્ધતિથી તૈયાર કરી શકાય છે. તમે તાલીમ ક્યાંથી મેળવી શકો છો? તેની તાલીમ દેશની અનેક સંસ્થાઓમાં આપવામાં આવે છે. તેના માટે પ્રમાણપત્ર સ્તરથી ડિગ્રી સ્તર સુધીના કોર્સ હોય છે. ખેડૂત તેમના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરથી આ અંગેની માહિતી મેળવી શકે છે. સિમલાના સેન્ટ્રલ બટાટા રિસર્ચ સેન્ટર અને મેરઠમાં બટાટા રિસર્ચ સેન્ટરમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. તેની સાથે જ ઘણા ખેડૂતો વ્યક્તિગત રૂપે પણ તાલીમ આપે છે. જો કોઈ ખેડૂત ટિશ્યુ કલ્ચરનું સેટઅપ લગાવવા માંગે છે, તો સંશોધન કેન્દ્રો મદદ કરે છે.

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...