Wednesday, 14 April 2021

સાચા સંબંધોનો સાર કેટલો..?

આનંદ તો દરેક જગ્યાએ છે, પરંતુ તેનો સ્ત્રોત આપણા હૃદયમાં છે પરમાત્માને શોધવા માટે પોતાના આત્માને ઓળખવો જોઈએ સાચા સંબંધોનો સાર કેટલો..? વગર બોલે વેદના' વંચાય એટલો...! ભણેલા જ આંગળી ચીંધે છે... સાહેબ.. બાકી અભણ તો આંગળી પકડીને લઇ જાય છે.....!!! "ખુમારી" એટલી અકબંધ હોવી જોઇએ.... કે ''આંખના આંસુ'' પણ ''ખભો જોઈને ટપકવા જોઇએ..!" અસત્યનો આશરો લઈને સત્યની શોધ કરવી શક્ય નથી જેવા વિચાર ના ઘોડા પર મન સવારી કરે છે, તેવી દિશા માં ગતિ થાય છે. શાંતિનો અર્થ ફક્ત નિ:શબ્દ રહેવું જ નહીં, પરંતુ મનનું મૌન પણ છે બીજાની મહેરબાનીની અપેક્ષા કરતાં પોતાના ગુણોની મદદથી આગળ વધવું સારું છે. હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નથી જે કામ ઉપાયથી થઈ શકે છે, તે પરાક્રમથી થઈ શકતું નથી. પૈસાદાર દોસ્ત બોલાવે તો જ ઘરે જાવ, ગરીબ દોસ્ત ન બોલાવે તો પણ તેને ઘરે જાવ માણસ જેમ વધારે સુધરેલ તેમ વધારે દુઃખી તસવીરમાં નહીં. પણ, તકલીફમાં સાથે દેખાય તે આપણા.. પુરુષાર્થથી દરિદ્રતાનો નાશ થાય છે અને જાપથી પાપનો નાશ થાય છે ઈન બોકસ"" માં ઝાઝુ ના રાખવું... મોબાઈલ હોય કે મન!!" સત્યની સાચી જગ્યા હૃદયમાં છે, મોઢામાં નહીં દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે તમે જીવન એ રીતે જીવો કે કોઈ તમારું બુરું બોલે તો પણ લોકો માને નહીં ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે. બીજા ની ખામી માં રસ લેવો, એજ આપણી ખામી છે. જિંદગી પળવારમાં બુઝાઈ જનાર નાની જ્યોત નથી, રાહ દેખાડનાર મશાલ છે માણસ ની કદર કરવી હોય તો જીવતા કરો... બાકી..મરી ગયા પછી તો દુશ્મન પણ રડવા લાગે છે... અન્યાય, અસત્ય અને કપટના પાયા પર સ્થાયી શક્તિની સ્થાપના કરવી અશક્ય છે લોભનો કોઈ થોભ નથી, ઈશ્વર ભક્તિમાં સમય વિતાવો ધીરજ કડવી દવા સમાન છે પરંતુ તેનાં ફળ મીઠાં છે બીજા સાથે સરખામણી કર્યા વગર જ જીવન જીવવામાં સંતોષ મળે છે જીવનમાં વધુ પડતી લાલચ પણ ચેપી રોગની બીમારી જેવી હોય છે જીવનમાં તક ચૂકી જવી આપણું સૌથી મોટું નુકસાન છે ચિંતાથી સુખ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ સેંકડો હાથોથી ભેગું કરો, અને હજારો હાથોથી વહેંચી દો મનની દુર્બળતાથી ભયંકર પાપ બીજું કોઈ નથી તમે જે ધારો છો તે કરી શકો છો, તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે બીજું કશું નથી સત્યની સાચી જગ્યા હૃદયમાં છે, મોઢામાં નહીં પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાતને જાણી લો આજ સુધી કોઈ પણ વ્યક્તિ અનુકરણ કરીને મહાન નથી બન્યો સમયને નષ્ટ થવા ન દો, કેમ કે તે જીવન નિર્માણનું પરિબળ છે ધીરજ વીરતાનું અતિ ઉત્તમ, મૂલ્યવાન અને દુર્લભ અંગ છે હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નથી નથી આસાન તોયે માણવાની છે ...જિંદગી.....અઘરી છતાં મજાની છે ...જિંદગી... બધું તો ધાર્યું થતુ નથી આપણુ...... પણ જે થાય છે.... એમાં જ ખુશી શોધવાની છે ...જિંદગી.. હું કંઈક છું એવો અહંકાર કરશો નહિ, પાછળથી પસ્તાવું પડશે હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય... તારું મારું એ અજ્ઞાનતા છે, અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે હું કંઈક છું એવો અહંકાર કરશો નહિ, પાછળથી પસ્તાવું પડશે જે બીજા માટે જીવવા માગે છે, તેને ક્યારેય નિરાશા નથી મળતી કટાઈ જવું તેના કરતાં તો બહેતર છે ઘસાઈ જવું અસત્ય બોલીને જીતવું એના કરતાં સત્ય બોલીને હારી જવું વધુ સારૂં છે. આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પણ આપણે કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે જિંદગી એવી રીતે જીવો કે ભવિષ્યમાં બધા જાણે કે તમે કેવી રીતે જીવતા હતા કોઇની ભુલ ક્યારેય સમજાવવી નહી... કેમ કે, સમય ની પાસે સત્ય ને સાબિત કરવાની પોતાની અનોખી જ રીત છે... સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાતને જાણી લો પુરુષાર્થથી દરિદ્રતાનો નાશ થાય છે અને જાપથી પાપનો નાશ થાય છે સાહેબ..... સંબંધોમાં સમર્પણ હોય ગણતરી નહી.. ઈતિહાસ સાક્ષી છે.... જયાં જયાં સંબંઘોમાં ગણતરી થઇ છે... ત્યા પરિણામ હંમેશા બાદબાકી માં જ આવ્યા છે.... બીજા સાથે સરખામણી કર્યા વગર જ જીવન જીવવામાં સંતોષ મળે છે પ્રેમ પ્રાપ્ત કરવો તેના કરતાં વિશ્વાસ પ્રાપ્ત કરવો વધુ અભિનંદનીય છે જીવનમાં વધારે સબંધો હોવા જરૂરી નથી, પણ સબંધો માં જીવન હોવું જરૂરી છે જ્યાં સુધી તમારાથી બની શકે ત્યાં સુધી ભરપૂર ભલાઈ કરો શબ્દોની તો બધાય નકલ કરે..... કોઈ લાગણીની તો નકલ કરી જુવો.....!! બીજા ની ખામી માં રસ લેવો, એજ આપણી ખામી છે... જીંદગીની કસોટી પણ કેટલી વફાદાર છે.. એનું પેપર સાલુ કોઈ દિવસ ફુટતુ નથી...!! વિવેક અંતરાત્માનો એક નાનકડો અવાજ છે, જે તમારી બોલી નથી બોલતો હું કંઈક છું એવો અહંકાર કરશો નહિ, પાછળથી પસ્તાવું પડશે મીત્રો .... નવુ કોઇ ના મળે તો ચાલશે, મળેલા ખોવાઇ ના જાય તે જો જો... જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઇચ્છા જીવનનું ગણિત ઊંધું છે. વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના ખોળામાં ખૂંદવું પડે છે સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે વાંચવાનું તો સૌ જાણે છે, પરંતુ શું વાંચવું એ ઘણા ઓછા લોકો જાણતા હોય છે પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે "માં" ની "મમતા" અને "પિતા" ની "ક્ષમતા" જયારે "દિકરો" સમજી જાય ને ત્યારે "સ્વર્ગ" ને પણ "ધરતી" પર ઉતરવું પડે છે. જ્ઞાન હંમેશા ભીતર થી જ પ્રગટે છે બહાર થી જે મળે છે તે માહિતી હોય છે. જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે સાચા સંબંધોનો સાર કેટલો..? વગર બોલે વેદના' વંચાય એટલો...! ઇજ્જત ની રીત બહું જુની થઈ ગઈ છે સાહેબ ….. હવે તો બધાં નોટો નાં અવાજ થી ઓળખાય છે .. સારા શબ્દ બોલતા ન આવડે તો કાંઇ નહી. સારા શબ્દ ઝીલતા આવડે તો જીવન ધન્ય થઇ જસે... બે વ્યક્તી નો ખાસ ડર રાખજો. એક ઈશ્વર નો અને બીજુ જેને ઈશ્વર નો ડર નથી એનો બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં ! પૈસાદાર દોસ્ત બોલાવે તો જ ઘરે જાવ, ગરીબ દોસ્ત ન બોલાવે તો પણ તેને ઘરે જાવ બીજા શું કરે છે તે સામું ન જોવું પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી, અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલતું નથી !! ગમતા લોકો પરફેક્ટ હોવા જોઈએ, એવો આગ્રહ છોડી દઈએ, ત્યારે તેઓ વધારે ગમવા માંડે છે !! પોસાય એટલા જ સંબંધો રાખવા, લાગણીની લોન કોઈ બેંક પાસે નહીં મળે !! માણસ પોતાની ઈજ્જતથી જ શોભે છે, બાકી મોંઘા કપડા તો, દુકાનમાં ઉભા રાખેલા પૂતળા પણ પહેરે છે !! સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે, એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે !! જિંદગીની સફર તો મીઠી જ હોય છે, બસ કડવાશ તો કોઈ પાસે વધારે ઉમ્મીદ રાખવાથી આવી જાય છે !! જ્યારે આપડા ખિસ્સા ફાટેલાં હોય ત્યારે, એમાંથી સિક્કા કરતા માણસો વધારે પડી જાય છે !! જિંદગી છે અને જેવું શીખવે એ શીખી લો, નહીંતર પછી પૈસા આપીને પણ એ કોઈ નઈ શીખવે !! સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી !! એકવાર જેની સાથે લાગણીના દોરે બંધાયા પછી, તેના દરેક સુખ દુઃખમાં સાથે રહેવું, એ જ સાચો પ્રેમ !! સમય જ માણસને બિવડાવે છે, બાકી માણસ તો ભગવાનને પણ ક્યાં માને છે !! વેચી નાખે એવાં તો હજાર છે પણ, કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તો એની કિંમત કરજો !! ક્યારેક કામ વગરનું પણ Hi - Hello કરવાનું રાખો, કેટલાક સંબંધો એમનેમ સચવાઈ જશે !! એક શાંત અને સ્થિર મગજ, તમારી દરેક લડાઈનું બ્રહ્મમાસ્ત્ર છે !! क्या करु मैं ‎अमीर‬ बन कर मेरा ‎महादेव तो ‪फकीरोँ‬ का दिवाना है || કંઈક મેળવી લેવાની બેચેની, અને કંઈક ગુમાવી દેવાનો ડર, બસ એ જ તો છે જિંદગી !! જીવનમાં ખુશી આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો, અને દુઃખ આવે તો એને દવા સમજીને પી લેજો !! ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો, તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે !! માણસ ભલે દુ:ખમાં લાગણીની વાતો કરતો હોય, પણ સુખમાં બુદ્ધિની વાતો કરતો થઈ જાય છે !! અમે આવનારા કાલથી નથી ડરતા સાહેબ, કેમ કે અમે વિતેલું કાલ જોયું છે !! માણસ ત્યારે જ સફળ બને છે, જ્યારે એ દુનિયાને નહીં પરંતુ પોતાને બદલવાની શરૂઆત કરે છે !! ભેગું કરીને જીવે તે શહેર અને, ભેગા કરીને જીવે તે ગામડું !! જોખમ અને ઝખમ, આ બંનેનો સરવાળો એટલે જિંદગી !! કલમ પણ કમાલ છે, પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે !! તકલીફ બંને છેડે સરખી જ છે, માણસને ઇશ્વર નથી મળતો, ને ઈશ્વરને માણસ !! નિતિ અને કર્મ ચોખ્ખા રાખો સાહેબ, સમય તમારાં દરવાજા પાસે ચોકીદાર તરીકે કામ કરશે !! રાખવો નહીં અહંકાર કે ના થાય કશું મારા વિના, અહીં તો આખું આકાશ ઉભું છે ટેકા વિના !! ચાલાકી જીવનમાં ગમે એટલી કરી લો, પણ યાદ રાખજો, પરિણામ તમારી દાનત પ્રમાણે જ મળે છે !! આપણા વિચારો તો, બીજાને વિચારતા કરી દે એવા હોવા જોઈએ !! શબ્દોને બે જ વ્યક્તિ ધ્યાનથી વાંચે છે, એક જ્ઞાન મેળવનાર અને, બીજો ભૂલો શોધનાર !! સુખી થવા આખી જિંદગી દુ:ખી થાય, એનું નામ માણસ !! બાળપણ કેટલું ખૂબસુરત હતું, ત્યારે રમકડાં જિંદગી હતા, અને આજે જિંદગી જ રમકડું છે !! તમે જિંદગીમાં જે પર્વત ઉપાડીને ચાલી રહ્યા છો, એ ઉપાડવાના નહોતા માત્ર ઓળંગવાના હતા !! નવો દિવસ છે, નવી વાત કરીએ, કાલે હારી ગયા હતા, ચાલો આજે નવી શરૂઆત કરીએ !!

અહંકાર ની "પાઘડી" જયારે માથા પરથી ઉતરી જાય....

અહંકાર ની "પાઘડી" જયારે માથા પરથી ઉતરી જાય.... તો મોટામાં મોટી સમસ્યા "પા-ઘડીમાં" ઉકલી જાય છે. સુખ હોય કે દુઃખ પરંતુ માણસ કોઈ એક પરીસ્થીતી માં કાયમ રાજી રહી શકતો નથી જેને બધી વાતોએ સંતોષ છે એ જ સાચો ઘનવાન છે. તમારા મોંમા શું જાય છે તે મહત્ત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્ત્વનું છે જીવનમાં વધારે સબંધો હોવા જરૂરી નથી, પણ સબંધો માં જીવન હોવું જરૂરી છે જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું એના માટે તો કર્મ જ કરવા પડે. આપણા શિખવેલા જ્યારે આપણને જ શિખવે ત્યારે આપણને ઘણું બધૂ શિખવા મળે છે... શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો જયારે પૈસો બોલે છે ને...સાહેબ... ત્યારે એનું વ્યાકરણ કોઈપણ ચેક નથી કરતુ બીજાની મહેરબાનીની અપેક્ષા કરતાં પોતાના ગુણોની મદદથી આગળ વધવું સારું છે. સૂર્યની દૃષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે જે તમારા માટે રડી નથી શકતા તેના માટે રડી ને અફસોસ કરવો નહિ. સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા વાણી જ માનવીનું એક એવું આભુષણ છે જે બીજા આભુષણોની માફક ઘસાતું નથી મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો મનના હાથીને વિવેકના અંકુશ વડે વશમાં રાખવો જોઈએ મહેનત અને દૃઢ નિશ્ચયથી જીવનરૂપી જહાજને સાચી દિશા તરફ વાળી શકાય છે ક્યારેક આ રેકોર્ડેડ વાક્ય પણ જાણે સાચું કહી જતા હોય છે.. "તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માગો છો તે પહોંચની બહાર છે" વડલાની જેમ તાપ સહન કરી, પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે... પિતા... અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનુ પ્રદર્શન કરવાની ભૂલ ન કરતા સંસારનાં કડવાં વૃક્ષોનું અમૃતફળ એટલે સજ્જન પુરુષોની સંગત હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નથી શું થયું તેના પર હું કદી નજર રાખતો નથી, પરંતુ શું કરવાનું બાકી છે તેનું જ ધ્યાન રાખું છું મનુષ્ય જ્ઞાન સ્વરૂપી ધન જો પોતાના મગજમાં ભરી લે તો કોઈ તેને છીનવી શકતું નથી મારી મહેફીલમાં આમ તો બહુ જ ભીડ જમા હતી, પછી એવું થયું... સાહેબ કે... હું સાચું બોલતો ગયો લોકો ઉઠતા ગયા. શબ્દોની તો બધાય નકલ કરે..... કોઈ લાગણીની તો નકલ કરી જુવો.....!! સમાનતામાં માનતો, શાંત આત્મા, ક્રોધ રહિત સ્વભાવ અને સર્વનું હિત ઈચ્છનાર મહાન બની જાય છે, દંભનો અંત સર્વનાશ છે અને અહંકારી આત્મા હંમેશાં પાપી જ હોય છે કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો આ સંસારમાં મનુષ્યોને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી, આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે તમે યોગી ન થઈ શકો તો વાંધો નથી પરંતુ દરેકને ઉપયોગી જરૂર થજો તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો તમારી પાસે જે છે તેનો આનંદ ઉઠાવી શકશો. મનની ધરતી પર એવાં બીજ ન વાવો કે જેથી આવતી કાલે પાક લણતી વખતે અશ્રુ વહાવવાં પડે પ્રેમ એટલે દિલથી અપાતું માન... અને... માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ....... જેણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો છે, તેને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી નહીં શકે અહંકાર મનુષ્યને દુષ્ટ બનાવી દે છે, જ્યારે નમ્રતા દેવદૂત શાંતિનો અર્થ ફક્ત નિ:શબ્દ રહેવું જ નહીં, પરંતુ મનનું મૌન પણ છે આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે, તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે વાહ રે મોસમ.. તે પણ માણસ પાસેથી શીખી લીધું... ગમે ત્યારે પલટો મારવાનુ.. જીવનનો આનંદ માણવો હોય તો તમારા જીવનને બીજાની સાથે સરખાવો નહિ. સફળ થવું અધરું નથી... ઇમાનદારી સાથે સફળ થવું અઘરું છે... જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે જે આપણી સમક્ષ બીજાની નિંદા કરતો હોય તે બીજા સામે આપણી પણ નિંદા કરશે જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે એક મંદિર ના દરવાજા ઉપર ખુબ જ સરસ લાઈન લખી હતી. : અંહિયા એ સવાલોના જવાબ મળશે..જેના જવાબ Google પર નથી મળતા. બીજા ની ખામી માં રસ લેવો, એજ આપણી ખામી છે... બુદ્ધિમાન એ છે કે જે બોલતા પહેલાં વિચારે છે, જ્યારે બીજા બોલ્યા બાદ વિચારે છે અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી થોડું બોલી અને શબ્દો માં વજન રાખશો ને સાહેબ, તો કોઈ ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિમ્મત નહિ કરે..! દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું સલાહ તો અનેક લોકો મેળવે છે, પરંતુ તેનો લાભ લેતાં બુદ્ધિશાળીને જ આવડે છે આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા વાળા કરતા સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે. મુસીબત અને નુકસાન બાદ મનુષ્ય વધુ વિનમ્ર અને જ્ઞાની બની જાય છે તમારાથી કોઈ ડરે નહી તો કોઈ વાંધો નહી.... સાહેબ પણ... તમારી શરમ રાખે અથવા તો તમને આદર આપે તો માનજો કે તમે ઘણું મેળવ્યું છે. સંયમ અને ત્યાગના માર્ગે જ આનંદ અને શાંતિ સુધી પહોંચી શકાય છે કામ પડશે કયારેક... એટલે.. અડઘા લોકો સંબઘ એના માટે જ રાખતા હોય છે... ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે આકાશ ને અડી લેવુ એ સફળતા નથી પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે ઘણા સોદાઓ થાય છે અહીં , પણ,....સુખ વહેંચનાર અને,દુઃખો ખરીદનાર નથી મળતા..! વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે, પરંતુ સારા માણસ થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે. મહત્ત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્ત્વનું છે. જીવનનું ગણિત ઊંધું છે. વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે જેનો પોતાની જીભ પર કાબૂ નથી તેનું પતન થાય છે ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે આપણી જરૂરિયાતો જેટલી ઓછી થતી જાય એટલા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ સત્કાર્યો માનવ હૃદયમાં બાંધેલા કિર્તીમંદિરો સમાન છે સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું એના માટે તો કર્મ જ કરવા પડે. રૂપીયા ને સલામ છે... સાહેબ.. બાકી તમારી માણસાઈ તો મમરાના ભાવે વેચાય છે.. કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો, ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે. પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂર પડતી હશે, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જ જોઈએ આ સંસારમાં સૌથી સુખી એ જ વ્યક્તિ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવે છે ભગવાનને ના મંદિર શોધતા કે ના મસ્જીદ માં, જો એ તમારા હૃદય માં નથી તો એ ક્યાય નથી. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે પુણ્યનો સાચો લાભ છુપાવવાથી મળે છે, તેના પ્રદર્શનથી નહીં પોતાની આસપાસ સંતોષનો કિલ્લો ઊભો કરી દો, એને કોઈ ભેદી શકશે નહીં ખાય એ જીવ, ખવડાવે એ ઈશ્વર, ન ખાય ન ખવડાવે તે બ્રહ્મ લાગણી છુટ્ટાદિલે વેરતાં પહેલાં.... સામેવાળાની પાચનશક્તિ ચકાસી જોવી....

Friday, 9 April 2021

👉 જેસાજી - વેજાજી

👉 જેસાજી - વેજાજી લેખક :- ઝવેરચંદ મેઘાણી ( મુળ સત્યકથા લેખક ઝવેરચંદ મેઘાણી છે. ) જેસાજી અને વેજાજી (સરવૈયા) સરવૈયા શાખ ના રાજપુત ભાઇઓ જેસાજી અને વેજાજીની અમરેલી પાસે નાની જાગીર હતી. જે જુનાગઢ ના તાબામાં હતી.એ અરસામાં અમદાવાદના મહમદ બેગડાએ ઇ.સ. ૧૪૮૦ આસપાસ સોરઠ જીત્યુ અને જુનાગઢને ખંડીયુ બનાવ્યુ,આથી મહમદ બેગડાને જરુર પડ્યે ખંડીયા રાજાઓ પાસે થી લાયક માણસો બોલાવાતા,આથી જુનાગઢે જેસાજી વેજાજી અમદાવાદ જવા કહ્યુ.પણ તેમણે ઇનકાર કરી દિધો.આથી તેમની જાગીર છીનવી લેવાય,અને તેમણે બારવટુ આદર્યુ.આથી બાદશાહે સમાધાન કરવુ પડ્યુ. જેસાજી અને વેજાજી ના વિરતાને બિરદાવતો રાસડો તેમના કોઇ યાચક મયદાન ચારણે ગાયેલો. જેસા-વેજા તારી જોડ્યુ ભારે,ઘઘડાયુ જોનાગઢ શેર, સપયુ(સિપાઇઓ) માર્યા,માણહું માર્યા,ને વરતાયો કાળો કેર, જેસાની સંગમા વેજો.. વેજાની સંગમા જેસો.. જેસા-વેજાની અમર કાયા રઇ થાણાદારુ ના કાગળીયા આવ્યા ,જાવને તમે અમદાવાદ, છ મહીના ની નોકરી કરવી,બાસ્થા(બાદશાહ)ની કરવા બિરાદ, જેસા-વેજા હાલજો જોડે. થાણાદારુ તો હુકમ છોડે. જેસા-વેજાની અમર કાયા રઇ.-+ સરવૈયા તારી શાખ સોનાની,જાગીર તારી કે’વાય, થાણાદારુ ના હુકેમ ના માન્યા,મરવા થીયા તીયાર, લીલીછમ આંખડીયુ વાળા આંટાળી પાઘડીયુ વાળા જેસા-વેજાની અમર કાયા રઇ. ભાડીયા માથે ધામો નાસ્યો,કોટ બાંધ્યો કરાલ,(ભાડીયા ડુંગર પર કરાલ કોટ(કિલ્લો) બાંધ્યો) ઘોડલા તારાં ગામડા લુંટે લુંટે લાખેણો માલ, માણહુ ને મારતા ભારે, થાણાદાર ને ખબરુ પાડે, જેસા-વેજાની અમર કાયા રઇ. બાર વરસ તો બા’રવટો હાલ્યો,સપયું માર્યા બો, મનમાણા કિધા બાસ્થા હારે,ગરાસ લિધો સોં, જેસા તારી વાતું રઇ. વેજા તારી નામના થઇ જેસા-વેજાની અમર કાયા રઇ. ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે, જમવાનો એક કટકો લઈને જોર થી રાડ પડે છે “કોઈ ને જમવાનું હોય તો આવજો” એમ ૩ વખત અવાજ કરે છે. અને કોઈ નથી એમ વિચારી ને પોતે બટકું ખાવા જતો હોય ત્યાં પાછળથી હાથ લાંબો થાય છે, કટકો એ હાથ માં મૂકી દે છે, પોતે બીજો કટકો લઇ ખાવા જાય છે ત્યાં પાછો હાથ લાંબો થાય છે, ફરી થી એ કટકો હાથ માં મૂકી દે છે. એમ આખો ખોરાક એ હાથ માં પાછળ જોયા વિના મૂકી દે છે. પરંતુ ત્યાં હાથ ફરી થી લાંબો થાય છે એટલે એ માણસ સમજી જાય છે કે આ શક્તિ સિવાય કોઈ નાં હોય .. એટલે પોતાના પગ ની પીંડી કાપીને હાથ માં મુકે છે અને શક્તિ પ્રગટ થયા અને આદમી ને પૂછ્યું કે કોણ છો…? આદમી: જેસોજી છું. શક્તિ: કેવા? જેસોજી: સરવૈયા, શક્તિ: આમ ભટકવાનું કારણ? જેસોજી: માં, બહારવટીયો છું, ગરાસ જટાઈગયો છે શક્તિ: જા દીકરા હું તને બે રોઝડી આપું છું, એ તને બચાવશે. એમ બે રોઝડી આપી ને શક્તિ અદ્રશ્ય થયા.. એ જંગલ માં ફરનાર વ્યક્તિ સરવૈયા જેસોજી અને એના ભાઈ વેજોજી હતા, શક્તિ એ રાજી થઇ ને ૨ રોઝડી દીધી, ગરાસ ને લીધે બહારવટે ચડે છે પણ બહારવટુ ખાનદાની પૂર્વક કરતા. નિર્દોષને હેરાન નો કરતા, સ્ત્રી સામે કોઈદી ખરાબ દ્રષ્ટી ના કરતા. એક ઘોર અંધારી રાતે બેય ભાઈઓ જુનાગઢના નવાબને મારવાની યોજના બનાવે છે. બેય ભાઈઓ ગઢમાં નવાબના ખંડમાં પહોચે છે પણ જેસોજી ઉંધા ફરી જાય છે. ત્યારે વેજાજી એ કહ્યું “શું થયું?”, જેસોજી જવાબ વાળે છે “બેગમનું કપડું ઊંચું થઇ ગયું છે” (ખંડમાં બેગમ સુતી હતી અને એનું ગોઠણ સુધી વસ્ત્ર ઊંચું હતું એટલે જેસોજી ઉંધા ફરી ગયા), વેજોજી બોલ્યા “ભાઈ, હું નાનો છું, હું આંખ બંધ કરી ને એમને ઢાંકી દઉં છું, પછી આપણે નવાબને મારી નાખીએ “, જેસોજી: હા એમ કર, તું નાનો છે… વેજોજીએ આંખ બંધ રાખીને બેગમ ને ચાદર ઓઢાડી દીધી, પછી જેસોજી નવાબ તરફ ફર્યા ને મારવા તલવાર ઉગામી જ્યાં મારવા જાય છે એટલામાં બેગમ જાગી જાય છે, જેસોજી: બેન બી માં, અમે તને કાઈ નઈ કરીએ. અમે તો નવાબને મારવા આવ્યા છીએ, બેગમે યુક્તિ વાપરી ભાઈ તમે મને બેન કીધી તો તમે જ આ તમારી બેન નો ચૂડી-ચાંદલો ભાંગશો? પોતાની ભૂલ ની જાણ થતા જેસોજી તલવાર મ્યાનમાં કરીને બેગમને મહોર આપે છે અને નવાબને જીવતદાન. બીજી સવારે બેગમ નવાબને બધી વાત કરે છે, અને ત્યાર થી નવાબનો ડર વધી ગયો, નીંદર આવતી નથી, જરા અવાજ થતા જ બેઠો થઇ જાય છે.. સમી સાંજ થઇ છે, આ બાજુ જેસોજી અને વેજોજી ગીર માંથી પસાર થતા હોય છે, એવા માં એક ભેંસ દેખાઈ, વેજોજી: ભાઈ આજે તો દૂધ પીવા મળશે. જેસોજી: હા ભાઈ જા દોહી લે વેજોજી ભેંસ પાસે જાય છે ત્યાં ભેંસ ઉભી થઈને હાલવા માંડે છે, બેય ભાઈઓ ભેંસની પાછળ જાય છે, ભેંસ એક ગઢમાં જાય છે, બંને ભાઈઓ વિચારે છે, આવું ગીચ જંગલ અને આમાં વળી આ મહેલ, આયા કોણ રેતુ હશે? બંને બ્ભાઈઓ અંદર જાય છે, એક યુવાન દેખાવે રાજપૂત જેવો કાઈ પણ બોલ્યા વિના આવનારનું સ્વાગત કરે છે, બેયની હારે કોઈ વાત કરવા વાર સીધું જમવાની ત્યારી કરે છે, ત્યાં મહેલમાં રૂપ-પદમણી જેવી એક સ્ત્રી પણ હોય છે. જમણવાર પૂરો થાય છે, એટલે તે જુવાન કઈ પણ બોલ્યા વિના એમને સુવા માટેની જગ્યા બતાવે છે, બેય ભાઈઓ ખાટલા માં આડા પડે છે, કાંઈ સમજાતું નથી કે આ બે કોણ છે? બે માંથી કોઈ બોલતું કેમ નથી? મોદી રાત સુધી યુવાન નો તાદાપવાનો આવાજ આવતો હોય છે, થાકને કારને બિય ભાઈઓને પરોઢિયે ઊંઘ આવી જાય છે, બપોરે જયારે ઉઠે છે ત્યારે બેય જમીન પર સુતા હોય છે, નાતો મહેલ હોય છે, ના તો મહેલના પેલા દંપતી, બંને ભાઈઓ મુંજવણમાં મુકાય જાય છે કે આ શું થયું? તોય બીજી રાતે ફરીથી બેય ભાઈઓ મહેલ ગોતી ને આવે છે, ફરી થી એ ને પરિસ્થિતિ, પેલો યુવાન મૂંગા-મોઢે સ્વાગત કરે છે, જમાડે છે પણ કઈ બોલતો નથી, એટલે જેસાજી એ પૂછ્યું તમે કોણ છો? આખી રાત તળપો છો કેમ? તમે બેય કાંઈ બોલતા કેમ નથી? આ સાંભળી ને બોલ્યો “બીશો તો નઈ ને?”, જેસોજી : નાં બીએ, ગરાસીયા છીએ, ઉપકારનો બદલો ચુકવવા માંગીએ છીએ, યુવાન: “હું માંગળા વાળો, પ્રેત બન્યો છું” (માંગળા વાળો યુદ્ધ માં વીરગતિ પામ્યા હતા પણ, પ્રેત બન્યા હતા). જેસોજી: પણ તમે હજી અહી શું કરો છો? તમારી સદગતી કેમ ના થઇ? માંગળો: ભાઈ જેસા, મેદાનમાં હું વીરગતિ પામ્યો હતો પણ બરછી વાગતા બરછીનો કટકો સામેના જાળની જમીનમાં મારા એક હાડકા ના કટકા સાથે રહી ગયો છ

Monday, 5 April 2021

વેક્સીન

 ૧. વેક્સીન શું છે.? એ કેવી રીતે બને?

૨. વેક્સીન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે.? 

૩. શું વેક્સીનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે.?

૪. શું વેક્સીન લેવી જોઈએ.?

૫. શું વેક્સીન લીધા બાદ પણ કોરોના થઈ શકે.?

૬. વેક્સીન વિશેની અફવાઓ.


           ◆●◆●◆●

(૧.) વેક્સીન શું છે.?

- સરળ શબ્દોમાં કહું તો કોઈ વાઇરસ અથવા બેક્ટેરિયાનો નિષ્ક્રિય અથવા મૃત અવતાર એટલે વેક્સીન. જી હા... હાલમાં કોરોનાની વેક્સીન જે લોકો લઈ રહ્યા છે એ બીજું કશું નથી પણ કોરોનાના જ જીવાણુ છે પણ એ મૃત છે અથવા એને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. બહાર વાતાવરણમાં રહેલો કોરોના સક્રિય છે જે રોગ અને હાનિ ફેલાવે છે. જ્યારે વેક્સીનમાં રહેલા કોરોનાની રોગ ફેલાવવાની ક્ષમતા નાબૂદ / નિષ્ક્રિય કરી દેવામાં આવી છે માટે વેકસીનમાં જે કોરોના જીવાણુંના અંશો છે તે મૃત અથવા નિષ્ક્રિય છે.


- એ કઈ રીતે બને છે.?

જે તે પ્રાણી અથવા મનુષ્યમાંથી લીધેલા ટેસ્ટિંગ સેમ્પલના કલેક્શનમાંથી આવા વાઇરસને અલગ તારવવામાં ( આઇસોલેટ ) આવે છે. બાદમાં નિયત તાપમાને લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ અને રાસાયણિક પ્રક્રિયાઓના અંતે જે તે વાઇરસને નિષ્ક્રિય કે મૃત કરીને સોલ્યુશન મારફતે ઈન્જેક્શનમાં લેવામાં આવે છે. આ થઈ વેક્સીન.


★■◆★■◆

(૨) વેક્સીન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે.?

- આપણાં શરીરમાં મુખ્ય છે રક્ત / લોહી. આ લોહીમાં આપણાં ત્રણ સૈનિકો રહેલા છે. એક છે રક્તમાં વહેતા રક્તકણો, (RBC જે ફેફસાને ઑક્સિજન પૂરું પાડે છે) બીજા છે શ્વેતકણો (WBC જે રોગો સામે રક્ષણ કરે છે.) અને ત્રીજા છે ત્રાકકણો ( Pletellets જે લોહી જામવાની ક્રિયામાં અલગ અલગ રીતે મદદ કરે છે.)


હવે સંપૂર્ણ ખેલ રોગપ્રતિકારક શક્તિ નો છે. આ રોગપ્રતિકારક શક્તિને આપણે ભારતીય સેના સાથે સરખાવીએ.! સેનામાં જેમ એરફોર્સ, નેવી અને આર્મી છે બસ એવું જ.!


જેમ દેશમાં આતંકવાદી ઘૂસપેઠ કરે ત્યારે સૈનિકો એમને મારીને તગેડી મૂકે બસ એવું જ કામ આપણાં શરીરમાં શ્વેતકણો કરે છે. આ શ્વેતકણો આપણાં શરીરના ખરા સૈનિકો છે.😎


√~ શરીરમાં જ્યારે વાઇરસનો ચેપ લાગે ત્યારે આપણાં સૈનિક એવા શ્વેતકણો લડવા પહોંચી જાય છે. આપણાં શરીર માટે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા/ વાઇરસ / વેક્સીનમાં રહેલો મૃત જીવાણું બધું જ એક આતંકવાદી માફક છે. જેની સામે લડવા શ્વેતકણો પહોંચી જાય છે.


~√ જ્યારે કોઈપણ વાઇરસનો ચેપ લાગે ત્યારે એ અજાણ્યા શત્રુને આપણાં શ્વેતકણો પડકાર આપે છે. એની સામે લડીને શરીરનું રક્ષણ કરે છે. આપણાં આ શ્વેત-સૈનિકો ખૂબ જ ઇન્ટેલીજન્ટ છે! એ લડતા લડતા શત્રુને (વાઇરસને) મેમરીમાં યાદ રાખી લે છે. એની વર્તણુક , એણે કરેલ નુકસાન , એની લડત બધી જ માહિતી એ ભેગી કરીને આપણાં ડિફેન્સ સિસ્ટમ એટલે કે રોગો સામે લડતા રોગપ્રતિકારક તંત્રને આપે છે. પરિણામે આપણું શરીર રોગને અનુરૂપ એન્ટિબૉડી તૈયાર કરે છે.


~√ હવે વેક્સીન પર આવીએ.


★■◆★■◆

(૩.) શું વેક્સીનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે.?

~ જવાબ છે હા.! પણ હકીકતમાં એ વેક્સીનની આડઅસર છે જ નહીં. 


√~ ઉપર વર્ણવ્યું એમ જ્યારે વેક્સીનમાં રહેલ મૃત વાઇરસ શરીરમાં ઇન્જેક્શન મારફત દાખલ થાય ત્યારે આપણું શરીર- શ્વેતકણો એને દુશ્મન સમજી પડકારે છે. આ પડકારનું પરિણામ છે તાવ / કળતર / દુઃખાવો.


વાસ્તવમાં વેક્સીન લીધા બાદ તાવ આવવો એ આડઅસર નથી પણ આવકાર્ય પ્રક્રિયા છે જે સૂચવે છે કે વેક્સીન અસર કરી રહી છે અને શરીરે એને યોગ્ય રિસ્પોન્સ / પ્રતિભાવ આપ્યો છે.


~√ વેક્સીન લીધાના ચાર છ કલાક બાદ આવું થઈ શકે છે. તાવ આવશે કે નહીં? કળતર થશે કે નહીં? આવી અનેક અસરનો આધાર વ્યક્તિની તાસીર અને વેક્સીનની અસરકારકતા ઉપર રહેલો છે. માટે વેક્સીન લીધા બાદ એકાદ દિવસ આવું થાય તો ગભરાવવું નહિ. એ શરીરમાં થતી હકારાત્મક પ્રતિક્રિયા છે.


★■◆★■◆★■◆

(૪.) શું વેક્સીન લેવી જોઈએ.?

~ જવાબ છે સ્પષ્ટ 'હા'.


જો ગંભીર બીમારી ન હોય તો કોઈપણ વ્યક્તિ વેક્સીન લઈ શકે છે. જેમને હાઇ બ્લડ પ્રેશર , ડાયાબીટીસ, થાઈરોઈડ હોય એમણે ડોક્ટરને બતાવી એમની દેખરેખ અને સૂચન હેઠળ ખાસ વેક્સીન લઈ લેવાય જેથી જો કોરોનાની ઝપેટમાં આવે તો ગંભીર અસર કે પરિણામથી બચી શકાય. વેક્સીન લેવાનો ફાયદો એ છે કે પાછળથી કોરોનાની ઝપેટમાં આવીએ તો પણ એની અસર બહુ ખાસ નથી થતી અને સર્વાઇવલ સહેલું રહે છે. હેરાન ઓછું થવું પડે.


(૫.) શું વેક્સીન લીધા બાદ પણ કોરોના થઈ શકે.?

~ જવાબ છે "હા". 

આ વેક્સીન છે, અમરત્વનું વરદાન નથી! સામાન્ય રીતે વ્યક્તિની તાસીર મુજવ વેક્સીનના પહેલા અને બીજા ડોઝ બાદ અમુક અઠવાડિયામાં શરીરમાં રોગ સામે લડતા એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે. આજ વેક્સીન લીધી અને આજ જ એન્ટીબોડી બની જાય એવું ન થઈ શકે. વેક્સીન લીધા બાદ શરીરમાં એન્ટીબોડી બનતા આશરે પંદર થી પચાસ દિવસ લાગી શકે.  માટે વેક્સીન લીધા બાદ પણ જો સાવચેતી ન રાખીએ દોઢ-બે મહિનામાં કોરોના થઈ શકે. 


વેક્સીનનો મજબૂત ફાયદો એ કે જો એ લીધી હોય તો ગંભીર અસરથી ચોક્કસપણે બચી શકાય છે. એ ઉપરાંત નાનપણથી ઓરી અછબડા, હડકવા વગેરે જેવી કેટલીય વેક્સીન આપણે લઈને હાલાં સામાન્ય જીવન જીવીએ છીએ. વેક્સીનનો ફાયદો છે, નુકસાની નથી.


√ બીજું કે હાલમાં વેક્સીન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આવનારા વર્ષોમાં જરૂર કોરોના સામે વધુ અસરકારક વેક્સીન અને ટેબ્લેટ ફોર્મમાં મેડિસિન આવશે. ત્યા સુધીમાં કોરોના જોડે જીવવું એટલું સામાન્ય લાગશે કે એકસમયે કરેલું લોકડાઉન પણ કદાચ હાસ્યાસ્પદ લાગશે છતાં દવાના અભાવે જે તે સમયે એ નાખવું જરૂરી હતું. હાલમાં કોઈ અન્ય દવા નથી ત્યારે માસ્ક, હાથની સફાઈ અને વેક્સીન થકી જ બચી શકાય એમ છે.


(૬.) વેક્સીનની અફવાઓ.

~ આપણી તુચ્છ વોટ્સએપ-ફોરવર્ડયા-યુનિવર્સિટીમાં હમણાં બે મેસેજ વાંચ્યા. જેમાં એક હતો વેક્સીન એ નપુંસક કરી દેવાનું કાવતરું છે. અને બીજું હતું વેકસીનમાં એન્ટી-હિન્દૂ દ્રવ્ય છે..બ્લા.. બ્લા.. બ્લા.. 🙄😡😡

હદ છે સાલાવ. આવા અભણ લબાડ પોતે તો કશું વિજ્ઞાન ભણ્યા સમજ્યા ન હોય. ન તો તસ્દી લીધી હોય જાતે જાણવાની. આવા હરામ હાડકાંના બનેલા અભણ અંગુઠા છાપ ઠોબારવના લીધે જ દેશ વિજ્ઞાનને સમજવામાં અને અપનાવવામાં પાછળ રહ્યો. વોટ્સએપ પર જ્યારે વેક્સીન વિશે ખોટી અફવાઓ વાંચું ત્યારે હસવું કે રડવું એ જ ખબર ન પડે.


 ~√ સાયન્સનો વિદ્યાર્થી રહ્યો છું અને આજીવન રહીશ. સાયન્સ ભણ્યો પણ છું અને ભણાવું પણ છું એટલે આવા ગપ્પા વાંચ્યા બાદ જ નક્કી કરેલું કે ભલે લાંબી પોસ્ટ થાય. કોઈ વાંચે કે ન વાંચે પણ સત્ય કહેવાવુ જોઈએ. વેક્સીન પાછળનું ખરું વિજ્ઞાન આમ લોકો વચ્ચે વહેંચાવવું જોઈએ. બસ એ જ હેતુથી આ લખ્યું.

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...