લો પ્રેશર દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને સંલગ્ન દક્ષિણ પૂર્વ ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ છે.
સંલગ્ન UAC જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમમાં ઝૂકેલું છે તે ઉપરોક્ત જણાવેલ વિસ્તારોથી દક્ષિણ ગુજરાત કાંઠા વિસ્તાર અને સંલગ્ન અરબ સાગર સુધી લંબાયેલ છે.
મધ્ય લેવલ પર શેર ઝોન લગભગ 20 N આસપાસ જોઈ શકાય છે.
લો પ્રેશર સાથે સંલગ્ન UAC મધ્ય લેવલ પર શેર ઝોન સાથે ભળી ગયેલ છે......
લો પ્રેશર સંલગ્ન UAC અને શેર ઝોન આગામી કલાકોમાં ઉત્તર પશ્ચિમમાં ગતિ કરશે. (UAC ગુજરાતના સહરદી વિસ્તારો આસપાસ લાંબા સમય સુધી રહી શકે છે)
જેની અસર હેઠળ આજ તા 8 સપ્ટેમ્બરથી આગામી 3-4 દિવસ લગભગ સમગ્ર રાજયમાં સારો/સંતોષકારક વરસાદ જોવા મળશે.
તા 8,9 સૌરાષ્ટ્ર અને સંલગ્ન કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે..... .
તા 9,10,11 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સારા/સંતોષકારક વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નર્મદાના ડેડીયાપાડામાં 220 મીમી નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ભાવનગરમાં 61 મીમી નોંધાયો છે.
નોંધ:- બીજું એક લો પ્રેશર તા 11 સપ્ટેમ્બર આસપાસ રચાઈ શકે છે.
No comments:
Post a Comment