Tuesday, 20 June 2023

અષાઢી બીજ ઉપરના છંદ, દુહા અને ગીત માણીએ.*



અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્

બની બહારમ્, જલધારમ્

દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્

તડિતા તારમ્, વિસ્તારમ્

ના લહી સંભારમ્, પ્યારો અપારમ્

નંદકુમારમ્ નિરખ્યારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી


શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં

બાદલ ભરસે, અંબરસેં

તરુવર વિરિવરસે, લતા લહરસે

નદિયાં પરસે, સાગરસેં

દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં

લગત જહરસેં, દુઃખકારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી


ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા

પ્રેમ પ્રસરિયા, તન તરિયા

મથુરામેં ગરિયા, ફેરન ફરિયા

કુબજા વરિયા, વસ કરિયાં

વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા

મન નહિ ઠરિયા, હું હારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી


આસો મહિનારી, આસ વધારી

દન દશરારી, દરશારી

નવનિધિ નિહારી, ચઢી અટારી

વાટ સંભારી, મથુરારી

ભ્રખુભાન દુલારી, કહત પુકારી

તમે થીયારી તકરારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી...

___________________________

ગહકે મોર *( મયુર )* જિંગોરિયા અને વાદળ ગરજે વીજ 

રુદાને રાણો સાંભર્યો, આતો આવી અષાઢી બીજ

___________________________

આષાઢી સાંજના અંબર ગાજે,

              અંબર ગાજે, મેઘાડંબર ગાજે.


માતેલા મોરલા *( મયુર )* ના ટૌ'કા બોલે,

               ટૌ'કા બોલે, ધીરી ઢેલડ ડોલે.


ગરવા ગોવાળીયાના પાવા વાગે,

               પાવા વાગે, સૂતી ગોપી જાગે.


વીરાની વાડીઓમાં અમૃત રેલે,

                અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.


ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે,

                ચુંદડી ભીંજે, ખોળે બેટો રીઝે.

  ___________________________

મઠો અસાંજો કચ્છ, 

મઠા અસાંજા માડું ને મઠી અસાંજી રીત,

મઠી અસાંજી ગાલિયું, 

ને મઠી અસાંજી અષાઢી બીજ…


ગજ્જણ ગરજે ને મોરલા *( મયુર )* બોલેં, 

મથે ચમકેતી વીજ,

હલો પાંજે કચ્છડે મેં,

અજ આવઈ અષાઢી બીજ…


અન્ન વધે, ધન વધે, 

શાંતિ ને હેત વધે, વધે દયાભાવ, 

નવો વરે આંકે ફળે, હી જ અસાંજો શુભભાવ… 


ખારી ધરતી, ખારો પાણી

ને મઠા માડું, હી પાંજી નિશાની, 

આવઈ અષાઢી બીજ મજાજી,


*આંકે નવે વરેં જી જજી વધાઈ…* 

___________________________

આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે,મેઘાડંબર ગાજે !

—આષાઢી.


માતેલા મોરલા *( મયુર )* ના ટૌકા બોલે

ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—

આષાઢી .


ગરવા ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગે,સૂતી ગોપી જાગે.

—આષાઢી .


વીરાની વાડીઓમાં અમૃત રેલે,

અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે

—આષાઢી.


ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,

ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.

—આષાઢી.


આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે મેઘાડંબર ગાજે !

___________________________

 મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,

એને વરસંતા લાગે છે વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !


મળવા આવે ત્યારે બોલે ના કાંઇ

એના શ્વાસોમાં વાગે શરણાઇ

આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા

લાગે કે નખશિખ ભીંજાઇ


મારો પીયુજી હૈયાનો હાર,

એને વરસંતા લાગે છો વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !


મારો સાહ્યબો અષાઢીલો મેઘ…


ઉપરથી લાગે છે કોરોધાકોર

એની ભીતર ઘેરાતું આકાશ

આષાઢી અણસારો ઓળખતા આવડે તો

ચોમાસુ છલકે ચોપાસ


ગમે એના વિના ના લગાર

એને વરસંતા લાગે છો વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !


મારો સાહ્યબો અષાઢીલો મેઘ…


મારો સાહ્યબો અષાઢીલો મેઘ… 

___________________________

અષાઢી બીજ, મથે ચમકેતી વીજ

કે મનડો મુજો હેતથી ઉભરાજે ,

વરસેતો મીં , પંઢકે જલીયાં આંઉ કીં?

એનકે નેરી મુજી અખ શરમાજે ..


ગજ્જણ જા સૂર ને મોર *( મયુર )* જા ટહુકાર,

જાણે નવા કો’ક રાગ પ્યા સોણાજે ,

મોસમ આય મઠડ઼ી ને મટ્ટી પઇ ફોરે,

ઈ કુધરત જો રૂપ કીં ભૂલાજે ?


કચ્છડે જો ધોસ્ત મઠો મીં આય આયો ,


*નવે વરેજીયું વધામણીયું* સોણાજે ,

મઠડ઼ો વતન ને એનજા મઠડ઼ા ઐં માડ઼ુ,

*અસીં કચ્છી ઐંયું ગર્વથી ચોવાજે ..*

___________________________

કોટે મોર *( મયુર )* ટહુક્યા, વાદળ ચમકી વીજ,

મારા વાલા ને સોરઠ સાંભળ્યો, 

જોને આવી અષાઢી બીજ.


*એ.... સૌને અષાઢી બીજના રામ રામ*

       *અને ખૂબ ખૂબ શુભકામનાઓ*

Friday, 25 November 2022

પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.


 સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ મહિનાના 1,75,000(પોણા બે લાખ) જેટલો પગાર મેળવતા ભારત સરકારના કર્મચારી છે. આટલો ઊંચો પગાર છતાં આટલી સાદગી કેમ ?


અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે. એમના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અમૃતભાઈ ભણવામાં હોશિયાર હતા. આગળના અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર જવું હતું પણ મોટી મૂંઝવણ એ હતી કે રહેવા-જમવા અને ભણવાના ખર્ચની વ્યવસ્થા કેમ કરવી ? પિતાની મજૂરીની આવકમાંથી ખર્ચો નીકળી શકે તેમ ન હતો. આવા સમયે ગામના લોકો અમૃતભાઈની મદદે આવ્યા. ગામના અમુક લોકોએ સાથે મળીને એના અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો.


બસ તે જ દિવસથી અમૃતભાઈએ સંકલ્પ કર્યો કે હું લોકોની મદદથી આગળ અભ્યાસ કરવાનું મારું સપનું પૂરું કરી શક્યો તો હવે જ્યારે હું કમાતો થાવ ત્યારે મારે આગળ અભ્યાસ કરવાના અન્ય વિદ્યાર્થીઓના સપનાઓ પુરા કરવા છે. અમૃતભાઈને 1987માં પશ્ચિમ રેલવેમાં નોકરી મળી. આજે તેઓ રેલવેમાં પાઇલોટ છે. છેલ્લા 33 વર્ષથી પોતાના પગારની મોટાભાગની આવક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દે છે. વધુ વિદ્યાર્થીઓને મદદ કરી શકાય એટલે પોતાના અંગત ખર્ચાઓ પર કાપ મૂકીને તેમજ સાદગીપૂર્ણ જીવન જીવીને બીજા માટે  બચત કરે છે. પોણા બે લાખનો માસિક  પગાર હોવા છતાં ઘરથી 8 કિમી દૂર ઓફિસ જવા-આવવા માટે કાયમ સાયકલનો ઉપયોગ કરે છે. પોસાય એમ હોવા છતાં પણ ફોર વ્હીલર લીધી નથી જેથી બચેલી રકમનો ઉપયોગ વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરી શકાય.


અમૃતભાઈ પટેલના ધર્મપત્ની તરુલતાબેન પણ પતિના આ સેવાકીય કાર્યમાં પૂરતો સહયોગ આપે છે. ઘરખર્ચ માટે પતિના પગારનો ઓછો ઉપયોગ કરવો પડે એટલે તરુલતાબેન સિલાઈકામ કરીને થોડી કમાણી કરે જેથી પગારની આવક બચાવી શકાય. પરમાત્મા પણ આવા પરમાર્થી માણસોના પડખે ઉભા રહેતા હોય છે. અમૃતભાઈ અને તરૂલતાબેનના બંને સંતાનો પણ ડાહ્યા અને હોશિયાર છે. દીકરી એમએસસી એગ્રીનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે તો દીકરો અત્યારે આયુર્વેદ ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યો છે.


અમદાવાદમાં રહેતા અમૃતભાઈએ અત્યાર સુધીમાં નાત-જાત જોયા વગર અનેક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરી છે એમની મદદથી કોઈ ડોક્ટર થયા છે તો કોઈ એન્જીનીયર થયા છે. કોઈને લેપટોપ લઈ આપ્યા છે તો કોઈની ભણવાની ફી ભરી આપી છે. કોઈને ભણવા માટે દેશની બહાર પણ મોકલ્યા છે તો વળી કોઈને પોતાના ઘરે રાખીને પણ ભણાવ્યા છે. 


પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.cp#

Thursday, 24 November 2022

શું આપણે ખરા અર્થ માં સાચા છીએ ..?

                     મિત્રો આપણે સૌ જાણીએ જ છિએ  હાલ કેવી પરિસ્થિતિ  ચાલી રહી છે 

  છતાં બધા આંખ આડા કાન કરી ને બેઠા છીએ . છતાં છે કોઈ ની હિમત કે સમાજ માં થતાં જુલામો સામે કોઈ 

 અવાજ ઉઠાવે .. 

                        અત્યારે ઘણા ને આવું પણ લાગસે કે માંકડ ને મો આવ્યું . પણ ના હું તો બોલવાનો જ.. સમજણ  તો બધામાં છે . છતાં વાસ્તવિકતા સ્વીકારવા કોઈ તૈયાર નથી , હું માનું છું કે તમે મારી વાત ને સમજશો , અને તેને બદલે હું તમારા  સમર્થન નો આગ્રહી છું. 

                         વાત છે આપના ભવિષ્ય ની આટલે ના કેતા પણ વિચાર તો કારવો જ પડશે . સામાન્ય માણસ ને માટે હાલ ની  પરિસ્થિતિ  વસમી લાગે છે . તેમાં  કોઈ બે મત નથી . તો   શું  આપણી  કોઈ ફરજ  નથી 

કે  આમાં કોઈ  ફેરફાર કરવા ની  જરૂર  જણાય છે . મને  ખબર છે કે તમે વિચારતા હસો કે આ માણસ શેની વાત કરે છે. મુદ્દો માણસાઈ નો છે .  આપની અંદર માણસાઈ  ખાતમ  થતી હોય  આવું લાગે છે. 

બધા પોત પોતાનાં સ્વાર્થ માટે સંઘર્સ કરી રહિયા  છીએ . બધા પોતાના ભાવિ માટે તો પ્રયત્નો કરે જ છે. 

પણ બીજી વ્યક્તિ માટે કોઈ જાતની લાગણી બચી નથી . બધા આંધડા ભીત  બની ને ભટકી રહ્યા છીએ . 

બધા પોત પોતાની જવાબદારી  થી દૂર ભાગવું કેમ તેવા રસ્તા ની તલાશ માં ભાવિ ને અંધકાર તરફ દોરી રહ્યા છીએ . પોતાની પ્રગતિ માટે જાત ને ઘસી નાખવા તત્પર બીજા વ્યક્તિ ની  પ્રગતિ થી  ભ્રમિત  થય ભટકી રહ્યા છીએ . અને ત્રીજી વ્યક્તિ ને આવું બતવાની કોશિશ કરી છીએ . કે હું બીજા માટે સદા ઉપયોગી છું . 

આ ખરા અર્થ માં કેટલું યોગ્ય છે.  એ પણ આપણે નથી જાણતા . બસ ખાલી દિવેલ પી ને સળગ્યાં કરીએ છીએ . સમસ્યાનું સમાધાન તો દૂર ણી વાત છે . પણ સમસ્યા ને સાંભળવા માટે નો પણ આપની પાસે સામય નથી . 

તે ખુબજ દુખદાયક બાબત છે. 


                        સંસારીક  હોવા છતાં સન્યાસી ણી માફક પોતાની મસ્તી માં ભમ્યા  કરી . ને કોઈ થોડા ઘણા પણ પોતાના ટ્રેક પરથી ઉતરે કે બસ ચાંદી જવાનું એમની  માથે સુ આપણે ખરા અર્થ માં સાચા છીએ . 

કોઈક સારા માણસે કે .. કે .. ભાઈ સામય શીખવે છે . જીવન જીવતા ..   

                                                            મીટ રસ્તા પર રાખો .. .. 

                                                     જીવન મળ્યું છે . અમૂલ્ય .. 

                                                              પ્રીત બધા સાથે રાખો .. 

                                          ખબર નથી  કે કાલે શું થવાનું .. 

                                                             જીદ પૂરી થસે કે નય .. 

                                              સમજણ ભળી કે ભલો માનવ દેહ .. 

                                                            થોડી બીક તો રાખો .. 

                                             

       પણ હશે બીજું શું .? જવા દો .. બધી વાતો ને .. 

                       મારવાની બીક તો રાખો .. 

   દર્દ તો મળ્યું છે. ને દવા પણ મળશે .. 

               આશ થોડી કાઈ  છોડી દેવાની .. 

અરે .. જીવવું  તો જીતવું અને હાર મળે તય .. 

               મન ને શું નિરાશા બાજુ મોળી લેવાનું .. 

આવો તે ભાઈ કેવો નિયમ .. 

              થાક્યા એટલે શું હારી ગયા  આવું સમજી લેવાનું ..  

સંકલ્પ કરો જીવન માં સાથે મળી ને ચાલી એ .. 

              બધાને લે પોતાની સંગાથે હરણ ફાંળ  દોડી જાશું .. 

બાકી તો બધા સમજો છો .. અને સમજદાર ને તો વળી ઈશારો જ કાફી હોય છે. બાંકી આંમને  આમ ચાલ્યા કરવાનું  


         

Friday, 4 November 2022

આજે દેખાદેખી મા.... આપણે આપણી જીવનશૈલી બદલી નાખી

 અગરબત્તી.અને શ્રીફળ ના  Rs.150

દૂધ. દર મહિને   Rs.3000

ઘર નો હપ્તો.  Rs.7000

વીજળી બિલ  Rs.1500

LPG ગેસ.      Rs 700

ઘર ચલાવવા મહિને કરિયાણું Rs5000 

(તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે)

બે બાળકો ની ફી અને સ્કૂલ રીક્ષા  મહિને. Rs  3000

તેનો ભણતર ખર્ચ મહિને Rs.1000

( ટ્યૂશન..ચોપડી પેન્સીન વગેરે)

ફ્લેટ નું મેન્ટનેશન.    મહિને Rs.700

TV કેબલ કનેક્શન. ..Rs400

વેજીટેબલ....Rs 1200

છાપું.....Rs.150

ઘર કામ. (ફક્ત વાસણ)Rs 700

પેટ્રોલ ઘરે થો.ઓફીસે

ઑફિસે થી ઘરે મહિને Rs.3000


ટોટલ Rs.27500

પગાર Rs.30000

Balance 2500


ક્યાર ના શુ લખો છો...ડાયરી ની અંદર...? 

અચાનક  મારી પત્ની બાજુ માં આવી બેસી ગઈ....


મેં ડાયરી ઊંઘી કરી ચશ્મા અને કેલ્ક્યુલેટર બાજુ ઉપર મુક્યા...


અરે ગાંડી..કહી નહીં....મેં વાત બદલવા પ્રયત્ન કર્યો


તમે ખોટું બોલો છો....લાવો ડાયરી...કહી  પત્ની એ..

મારી ડાયરી ઉઠાવી લીધી....અમારા બન્ને ના ચશ્મા નંબર સરખા  હોવાથી...તેને મારા ચશ્મા પહેરી...લીધા..

*જાણે દેશ ના નાણા. ...મંત્રી નિરીક્ષણ કરતા હોય તેમ..એ મારી ડાયરી નું નિરીક્ષણ  કરવા લાગી....

જેમ..જેમ ડાયરી માં લખેલ હિસાબ તે વાંચતી તી હતી તેમ પત્ની ના ચેહરા ઉપર ધીરે ધીરે ગંભીરતા અને ચિતા આવતી જતી હતી....એ ધીરે થી બોલી... આમા  હજુ....મેડિકલેમ નો હપ્તો ???


વાર્ષિક 15000

કોર્પોરેશન નું વાર્ષિક ટેક્ષ બિલ  3000

આકસ્મિક નાની મોટી બીમારી કે વ્યવહાર તો દેખતા નથી...


પત્ની ને ખબર હતી..... હું ચિંતા માં હતો.. તેને વાત ને હળવી બનાવવા માટે કીધુ.....  


તમારા મસાલા નો.ખર્ચ તો લખવા નો રહી ગયો ?


મેં કીધું.. ડાર્લીંગ મસાલા છોડે એક મહિનો થઈ ગયો


મતલબ તમારૂ બજેટ ખાધ વાળું છે..આવક કરતા જાવક વધી રહી છે....પત્ની બોલી


ડાર્લીંગ  એજ ચિંતા માં હું છું....


નથી આપણે ગરીબ કે નથી આપણે મધ્યમ વર્ગ

આપણે બોટોમ મિડલકલાસ છીયે....


હું...તને બચત કરવાનું પણ શું કહું..બધી જીવન માટે જરૂરી વસ્તુ અને સર્વિસ છે..ક્યાં કાપ મુકવો...તું જ બતાવ .?


પત્ની  બોલી.. ચિંતા ન કરો...


વાસણ હું જાતે સાફ કરીશ. .Rs700x12 Rs8400

TV ચેનલ કઢાવી નાખો આમે છોકરા ભણતા નથી  400 x 12 Rs4800  ટોટલ Rs13200 બચી જશે  ...

તે આપણા મેડિકલેમ માટે કામ આવશે


મેં પત્ની ના માથે હાથ ફેરવી કીધુ..ડાર્લીંગ..જેની પત્ની સમજદાર...અને પ્રેમાળ હોય તે જીંદગી ની અડધી લડાઈ તો હસ્તા હસ્તા જીતી લે...છે....I love you


ફકત ફેસબુક કે વોટ્સ એપ  ઉપર વાણીવિલાસ થી જીંદગી ની સફર ચાલતી નથી....લગ્ન ના ચારફેરા વખતે એકબીજા નો પકડેલ મજબૂત હાથ કોઈ પણ વિકટ પરિસ્થતિ માં ન છૂટે... તેને તો  સફળ દામ્પત્ય જીવન કહેવાય..


ડાર્લીંગ આપણે.. વર્ષ માં એક વખત તારા જન્મ દિવસે ફક્ત પિક્ચર જોવા જઈએ છીયે...એ પણ બે વર્ષ થી ગયા..નથી છતાં પણ તે કદી મને ફરિયાદ કે અસંતોષ જાહેર નથી કર્યો....ડાર્લીંગ.....આવી સ્થતિ.માં ઘરમા TV એક તો સસ્તું મનોરંજન નું સાધન છે..તે તું બંધ કરવાની વાત કરે છે.....સમય તારો કેમ જાય...


TV જોવા પાછળ સમય બગડવા કરતા...હું પણ બે ત્રણ આર્થિક પ્રવૃત્તિ..જેવી કે સીવણ કામ અને ટ્યૂશન કરી તમને મદદ રૂપ.કેમ.ન થાવ...  પત્ની.....ઢીલી હતી પણ પરિસ્થિતિ સામે લડવા તે મક્કમ હતી....


મેં કીધું..ડાર્લીંગ... ચિંતા ન કર....હજુ તકલીફ ગળા સુધી આવી નથી .. એ .નાક સુધી આવે તે પેહલા હું..એક.મોટો નિર્ણય લઈશ..


કયો....પત્ની એ ડાયરી બાજુ ઉપર મૂકી ચશ્મા કાઢ્યા...


મેં કીધું.. આપણા લગ્ન વખતે..મારી ઈચ્છા ધામધૂમ થી લગ્ન કરવા ની હતી..દુનિયા ને બતાવી દઈએ કે 

"હમ કિસીસે કમ નહીં"  એવી મારી વાતો અને વહેમ હતો

પપ્પા એ મને  વાસ્તવિકતા સમજાવી રૂપિયા નું મહત્વ સમજાવ્યું....અને એ વખતે પપ્પા એ મારી બચત અને તેમની બચત ભેગી કરી...એક મોટો પ્લોટ ખરીદી લીધો હતો...અને કીધુ હતું..જયારે જીંદગી માં તકલીફ આવે ત્યારે આ પ્લોટ વેચી નાખજે...12 વર્ષ માં આ.પ્લોટ શહેર ની મધ્ય માં આવી ગયો છે...લગભગ આ પ્લોટ ના 75 લાખ રૂપિયા આવે તેમ છે....


પત્ની એ મારા પપ્પા ના દીવાલ ઉપર લટકતા ફોટા સામે જોઈ....

 બોલી..વાહ....પપ્પા...વડીલો ની સલાહ જો યોગ્ય સમયે માનીએ તો... આપણે કોઈ પાસે હાથ લાંબા કરવા નો વખત ન આવે

સ્વમાન ની જીંદગી જીવવા...માટે સંતોષ ,ધૈર્ય જરૂરી છે..

ઘણી વખત તકલીફ આવતી નથી..આપણે તેને આમંત્રિત કરતા હોય છે....અને એ માટે ફક્ત આપણે જ જવાબદાર  હોઈએ છીયે...


મિત્રો..

આજે દેખાદેખી મા.... આપણે આપણી જીવનશૈલી બદલી નાખી .. આનંદ તો બેન્ક ના હપ્તા ભરવા મા ખોવાઈ ગયો...બિનજરૂરી લોન લીધા પછી....તેના હપ્તા..કાંટા ની જેમ.ખૂંચવા લાગ્યા...એક વખત ખોટી લાઈફ સ્ટાઇલ સ્વીકર્યા પછી વાસ્તવિકતા આપણે સ્વીકારી શકતા નથી....પરિણામ સ્વરૂપ... અસંતોષ... અપેક્ષા અને અશાંતિ ને આપણે આમંત્રિત કરીયે છીયે

Thursday, 3 November 2022

ગિરનારની લીલી પરિક્રમા ની વાતો

 



કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા અંગે ની આ પોસ્ટ છે. 


ગિરનાર ની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24000 વર્ષો પહેલાં એક વાર્તા છે.


લગભગ 30000 વર્ષ પહેલાં, પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક 25000 કિ.મી. હતી,

દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વત ને પાંખો હતી.


બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વત ની પાંખો કાપી નાખી જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20 થી 100 કિ.મી. થઈ ગઈ. 


તેની બહેનનાં લગ્ન મા હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર 50 કિ.મી. દૂર જમીન પર સ્થિર થયો. 


ગિરનાર ને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન રૂષિ મુનિ, નવગ્રહ અષ્ટ સિદ્ધિ નવનીધી 52 વીર 64 દેવી 11 જળદેવતા, નવનાગ, અષ્ટ વસુ, કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનાર ની પરિક્રમા મા કરી,


તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા સને ત્યાર થી આજે પણ કાર્તિક એકાદશી થી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી-દેવતાઓ ગિરનાર પર્વત ના જંગલ ના માર્ગમાં રૉકાણા હતા. 


અસલ તો એનો હેલ્થ જાળવવા ગિરનારના જંગલની લીલોતરી વચ્ચે પદયાત્રા નો જ હશે. પ્રાકૃતિક સંપદાથી માણસ પરિચિત રહી એનું સંવર્ધન કરી જીવન ભર્યું ભાદર્યું બનાવે એ જ હશે. 


પણ આજકાલ પ્લાસ્ટિકનો બેફામ દુરુપયોગ કરી અને વધુ પડતા માણસોનો ધસારો એના મૂળ હેતુઓ થી વિપરીત પ્રકૃતિને નુકસાન કર્તા બને છે. ઉપરાંત હું જોઈ રહ્યો છું થોડા વરસથી કે નિર્ધારિત દિવસથી 4 દિવસ અગાઉ જ લોકો ધસી આવે ને અવ્યવસ્થા ઉભી થઇ જાય.


ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ :


તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.


⛰ ગિરનાર પર્વત ગુજરાતનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે.


⛰ જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.


ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે. આજના આર્ટિકલ માં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું.


⛰ સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પુજા થાય છે. અહીં ‘નાગા બાવા’ઓ શિવરાત્રી ઉજવવા આવે છે. 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે, ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે.


⛰ 12થી 16મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે, જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22મા તીર્થંકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. બીજા 2000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે.હિન્દુઓ, જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણિત દંપતિઓ આશીર્વાદ લેવા આવે છે.


⛰ છેલ્લા 2000 પગથિયાં માં ડર લાગેછે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે, 100 પગથિયાં નીચે ઉતરીને 100 પગથિયાં ચડતાં બીજું શિખર આવે છે. છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે.


⛰ ગિરનારએ જ્વાળામુ્ખી દવારા બનેલો પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજ(સિંહ) જગ પ્રસિધ્ધ છે.આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદાજુદા સ્થળોએથીલોકો આવે છે.


⛰ આ પરિક્રમા કારતક સુદ અગીયારસ ( દિવાળી) થી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે, એની કોઈ પાક્કી માહિતી નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી.


⛰ ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલીત છે.


⛰ આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે ગિરનાર માં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે.


⛰ શહેરની તમામ સુખ સુવિધાથી , તમામ તણાવથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે , કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રક્રુતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.


⛰ તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.


⛰ યાત્રાનાં છેલ્લા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે.


⛰ આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.


⛰ 15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયાં તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતાં પથરીલા માર્ગ પર આગળ વધતાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે.


⛰ તમામ ધર્મોના સ્થપત્યો અહીં જોવા મળે છે. મને તો ગિરનાર એટલે સર્વ ધર્મના મિલન ની જગ્યા જ લાગે.જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરજો.અને આવનારી પેઢીને આપણાં અતુલ્ય વારસા થી માહિતગાર કરજો.


નમીએ ગિરનાર, તુને વંદીએ ગિરનાર :


◆ ગીરનાર ની પરિક્રમા ◆



ગિરનારએ અગ્નિકૃત પર્વત છે.


જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે.


આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે.


ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે.


આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.


આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.


તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.


◆ પરિક્રમાનાં સ્થળ ◆


જૂનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.


બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં.


જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.


ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે.


અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.


ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે.


આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.


યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે...


ગિરનાર પરિક્રમા ની 25 રોચક વાતો :


આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં અત્માધ્યાનમાં લીન રહી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર ૧૦૦-૨૦૦-૩૦૦ એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્યધર્મગ્રંથોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે.


ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે.


૧. જુનાગઢના ગોરજી કાંતીલાલજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટલાક ભાઈઓએ ગધ્ધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા, તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતાં કેટલાક તો ગાંડા થઇને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છુટતાં રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેત્લાકતો જુનાગઢમાં પહોચ્યાં પછી મૃત્યુ પામ્યા હતાં.આ સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ તથા યક્ષાદિ આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોક્મુખથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક વાતો અહીં જણાવેલ છે.


૨. ગોરજી કાંતીલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું. તે બ્રાણ પુત્રને શોધતાં શોધતાં ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે. બ્રાણના આક્રંદથી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા, તેમની સહાયથી પેલો બ્રાણપુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતાં તે અઘોરી લંગડો થઇ ગયો, ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા.


૩. ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે, અરે!! બાલ બ્રહ્મચારી નેમિપ્રભુના દર્શન-પૂજનથી કેટલાય આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે, આજે અનેક મુમુક્ષુ આત્માઓ દિક્ષાપૂર્વે શ્રીનેમિપ્રભુ તથા દીક્ષા કલ્યાણકભૂમિના દર્શન-પૂજન-સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં નડતાં અંતરાયોને તોડવા માટે સમર્થ બને છે. કેટલાય આત્માઓ આ ગિરનારની ભક્તિ કરી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી આત્મારાધનામાં લીન બન્યા છે.


૪. એક સાધક આત્મા ગિરનારના અમિઝરા પાર્શ્વનાથ ભગવાનના ભોંયરામાં સાધના કરવા અનેકવાર આવતાં હતા, ત્યારે એક રાત્રીએ ભોંયરામાં જાપ-ધ્યાનની આરાધનામાં લીન હતા અને ભોંયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી ગયા હતા ત્યારે આકાશ્માર્ગેથી એક દિવ્યપ્રકાશનો પૂંજ ભોંયરામાં ઉતરતો જોયો અને થોડીવાર તે પ્રકાશના પૂંજમાંથી બે ચારણમુનીઓ અવતરતાં દૃશ્યમાન થયા, થોડીવાર અમિઝરા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણમુનીઓ અત્યંત તેજગતિએ આકાશ ભણી ગમન કરતાં નિહાળ્યા હતા.


૬. રાજનગર – અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઈને ગિરનારમંડણ શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમિઝરણાં થયા હતા. વળી શ્રી નેમિપ્રભુની પ્રતિમાને ત્રણવાર અંગલુંછણા કરવા છતાં જયારે અમિઝરણાં ચાલુ જ રહ્યા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરી હતી.,


૭. ગિરનાર ઉપરની શ્રી પ્રેમચંદજીની ગુફામાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધરેલ છે, શ્રી પ્રેમચંદજી મહારાજ યોગ વિદ્યામાં પ્રવીણ હતા. એકવાર પોતાના ગુરુભાઈ શ્રી કપુરચંદજીને શોધવા માટે તેઓ ગિરનારની આ ગુફામાં આવીને રહ્યા હતા. શ્રી કપુરચંદજી મહારાજ પાસે અનેકરૂપને ધારણ કરવાની તથા એક સ્થળેથી બીજા સ્થળે ઉડી જવાની આકાશગામિની વિદ્યા હતી.


૮. સં. ૧૯૪૩ માં ગિરનાર ઉપર એક યોગી એક પ્રબુદ્ધ લેખકને પોતાની ગુફાનું પાષાણનું દ્વાર ખોલીને અંદર લઇ ગયેલા ત્યારબાદ તે લેખક અનેકવાર તે સ્થળે જઈને તે દ્વારની તપાસ કરતાં, પરંતુ ત્યાં ખડકની શિલા સિવાય બીજું કાઈ નહોતું મળતું.


૯. એકવાર કેટલાક આરાધકો શ્રી નેમિનાથ દાદાની દેરાસરની બહારની ધર્મશાળાની રૂમોમાં જાપની આરાધના કરી રહ્યા હતાં. ત્યારે શ્રી નેમિપ્રભુના જિનાલયમાંથી એકધારો ઘંટનાદ સંભળાતો હતો.


૧૦. કેટલાક સાધ્વીજી ભગવંતો શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર માંગલિક થયા બાદ બહાર રહેલા શાસનઅધિષ્ઠાયિકા અંબિકાદેવીની દેરી પાસે આરાધના કરી રહ્યા હતા ત્યારે દાદાના દરબારમાંથી લગભગ પોણા કલાક સુધી સતત નૃત્યોના નાદ અને ઝાંઝરના-ઝમકારના દિવ્યધ્વનિનું ગુંજન સંભળાતું હતું.


૧૧. વિ.સં. ૨૦૩૧ ના કારતક માસમાં એક આરાધક આત્માએ ખુબ ભાવપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રક્ષાલ કર્યો પછી અંગલુંછણા વગેરેથી બધું કોરું કરી દેવા છતાં જયારે પૂજા કરવા ગયા ત્યારે પ્રભુજીના ચરણકમલમાંથી લગભગ ચારેક વાટકી ભરાય તેટલું દિવ્યસુગંધી નવણજલ ઝર્યું હતું.


૧૨. આ ગિરનારની ઔષધીના અચિંત્યપ્રભાવથી છેલ્લા સેંકડો વર્ષોમાં અનેક મહાપુરુષો આકાશગમન દ્વારા તીર્થયાત્રા કરતાં હતા.


૧૩. એકવાર એક યોગીપુરૂષને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હોવા છતાં તે મહાત્માએ ભડભડ બળતાં અગ્નિમાંથી સહજતાપૂર્વક બહાર નીકળીને કલકત્તાના અંગ્રેજ ગવર્નરને આશ્ચર્ય પમાડી દીધા હતાં.


૧૪. ગિરનારની ગુફામાં વસતાં નાગાબાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતાં હોય છે. આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે જે મહાશિવરાત્રિના મેળાના અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે પછી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે અને પાછા બહાર નીકળતા જોવા મળતા નથી (પ્રાયઃ! સુક્ષ્મ શરીર કરીને ચાલ્યા જતાં હોવાનો સમભાવ છે.


૧૫. ઈ.સં. ૧૮૮૯-૧૮૯૦ માં વંથલી તાલુકાના સેલરા ગામના એક આહિરના પુત્રને તેના ખેતરમાંથી આકાશમાર્ગે આવેલા કોઈ સાધુ પોતાની પાછળ તે બાળકને ઉપાડીને ગિરનાર ઉપર લઇ જતા હતા, એક ગુફામાં ત્રણ દિવસ રાખીને પાછો મુકી જતા હતાં ત્યારે પોલીસ તપાસ થતી પરંતુ તે વખતના નવાબ રસુલખાને હવે આ છોકરો સહિસલામત પાછો આવી ગયો હોવાથી તે સાધુઓની શોધ કરવા માટે વિશેષ ઊંડા ઉતરવાની જરૂર નથી તેવું કહીને તપાસ બંધ કરવા માટે આજ્ઞા કરી હતી.


૧૬. એકવાર એક બાવાએ જંગલમાં કોઈ રસકુપિકાની શોધ કરીને તેમાંથી રસ લઈને એક તુંબડીમાં ભરી દીધો હતો, રાત્રે કોઈ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળતો હતો. સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે તે વસ્તુઓ સોનાની બની ગઈ હતી. આ ઘટનાનો ખ્યાલ આવતાં સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બાવાનો કોઈ પત્તો ન લાગ્યો.


૧૭. મહાદુઃખમય એવા સંસારમાં રોગથી પીડાતા કોઈ માણસે આપઘાત કરવા અંબાજીની ટૂંકથી પડતું મુક્યું પરંતુ નસીબજોગે કોઈ હરડેના ઝાડ પાસે પડવાથી તે થોડો સમય ત્યાંજ પડ્યો રહેવાથી હરડેના ઝાડની અસરથી તેને વારંવાર સંડાસ જવાનું થતાં તેનો બધોજ રોગ દૂર થઇ ગયો. આ વાત તેણે જુનાગઢના તે વખતના ગોરજી લાધાજી જયવંતજીના ગુરૂને કરી ત્યારે તેમણે પણ તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં ઉપયોગ કર્યો. ટૂંક સમયમાં નવાબ સાહેબનો દીર્ઘકાલીન રોગ પણ ગાયબ થતાં તે તંદુરસ્ત સ્વાસ્થ્યને પામ્યા હતાં.


૧૮. એકવાર કેટલાક યાત્રિકો ગિરનારમાં ભૂલા પડ્યા ત્યારે કોઈ યોગીની ગુફા પાસે આવી પહોચ્યાં હતા. યોગી મહાત્માએ તેમને સાંત્વન આપીને કોઈ ઝાડના પાંદડાઓ ખાવા આપ્યા. તે પાંદડા તેમને પાપડ જેવા લાગ્યા અને તેનાથી તેમની ભૂખનું શમન થઇ ગયું. ત્યારબાદ તેમની ઉપર પાટા બાંધીને કોઈક રસ્તે છૂટા મૂકી દીધા ત્યારે તે સ્વાભાવિક જ પોતાના સ્થાન ઉપર પાછા પહોચી ગયા હતાં. બીજા દિવસે જયારે તે યાત્રિકોએ તે ગુફાની શોધ કરી ત્યારે તેમને તે સ્થાન જોવા ન મળ્યું.


૧૯. એકવાર એક કઠીયારાએ રતનબાગમાં કોઈ વાંદરાને કુહાડી મારી, તે કુહાડી જોગાનુજોગ કોઈ કુંડમાં પડવાથી સોનાની થઇ ગઈ, તે સ્થાનની ચોક્કસ નિશાની રાખીને તે કઠીયારો બીજે દિવસે તે સ્થાન શોધવા લાગ્યો ત્યારે પોતાની કરેલી નિશાની ન મળતાં તે રસ્તામાં ભૂલો પડી ગયો હતો.


૨૦. કાળી ટેકરીની આગળની ટેકરીને વલ્મિકી ઋષિની ટેકરી કહે છે. તે સ્થાનની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે, તે માર્ગમાં પ્રથમ ‘પુતળીઓ ગોળો’ નામની જગ્યા આવે છે. તે સ્થાન ઉપર ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે.


૨૧. ગબ્બર અથવા ગધ્ધેસિંહનો ડુંગર પાંચમીટૂંકના નૈરૂત્યખૂણામાં છે, ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે પરંતુ તેમાં કુંજ દ્રુહ નામનો ઝરો છે તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. આ ધરામાં રતનબાગમાંથી શુદ્ધ નિર્મળ જળ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બીલખા તરફ થઈને હોજતને મળે છે.


૨૨. ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ, ૮૪ સિદ્ધની ટેકરી છે, તેને હાલ ટગટગીઆનો ડુંગર કહે છે. આ ટગટગીઆના ડુંગરથી રત્નેસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે. આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતાં.


૨૩. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મુળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ-છ માસ સુધી માણસની ભૂખ ખલાસ થઇ જાય છે.


૨૪. ગિરનારના સહસાવન તરફના પોલા આંબાના વૃક્ષ પાસે એક ઝરણું વહેતું હતું. એક માણસ તે ઝરણાનું પાણી લેવા નીચે વળીને પાછો ઉભો થાય છે ત્યારે એક મહાકાય માનવ જેવી આકૃતિ તેની સામે જોઇને અટ્ટહાસ્ય કરી રહી હતી. તે દૃશ્ય જોઇને પેલો માણસ ગભરાટ સાથે ત્યાંથી ભાગી છુટ્યો હતો.


૨૫. ગિરનારના માર્ગમાં આવેલા દામોદરકુંડના પાણીમાં નાંખવામાં આવેલા હાડકાં આપમેળે ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાંખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધનું શુદ્ધ જ રહે છે.


૨૬. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેમાંથી દુધ નીકળે છે. તે દુધના ૩-૪ ટીપાં આપણા સાદા દુધમાં નાંખવામાં આવે તો પાંચ જ મિનીટમાં તે દહીં બની જાય છે.


Friday, 15 July 2022

 સોરઠી બહારવટીયા - ભાગ પહેલો/વાલો નામોરી


તારા જે નામોરી તણા,

ઠુંઠા ઘા થીયા

ઈ પાછા પોઢે ના

વિનતા ભેળા વાલીયા


[હે નામોરીના પુત્ર વાલા ! તારા ઠુંઠા હાથની ગોળીઓના ધા જેના ઉપર થાય, એ લોકો ફરી વાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી, મતલબ કે તારા ભડાકા અફર જ હોય છે.]


કચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ થળના ઉંટીઆની કતાર ઉભી છે. ઘઉંલા વાનનો, મધ્યમ કદનો અને એક હાથે ઠુંઠો બહારવટીયો બીજા હાથમાં સળગતી જામગ્રીએ બંદૂક હીલોળતો ચોકમાં ટેલી રહ્યો છે. પંખીડું પણ જાણે કે ઝાડવાં ઉપરથી ઉડતું નથી. એ ઠુંઠો આદમી પોતે જ બહારવટીયો વાલો નામોરી, સાવઝ જેવું ગળું ગજાવીને બહારટીયાએ હાક દીધી.


“બેલીડાઓ : લૂંટવાની વાત તો પછી, પ્રથમ પહેલો એ કમજાત સંધીને હાજર કરો, કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે.” ​બહારવટીયાઓ નાકે નાકે ઓડા બાંધીને ઉભા રહી ગયા છે. ગામમાંથી કૂતરૂં પણ બહાર જઈ શકે તેમ નથી. જે લંપટ સંધીને સજા દેવા વાલો આવ્યો હતો તે ગામમાં જ હાજર છે. જેની એારતને એ સંધી ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનું વેર લેવા આવ્યો છે. થોડી વારમાં તો એ ચોરને બાવડે બાંધીને બંદૂકદાર બહારવટીયાઓએ હાજર કર્યો. પારકી બાયડીના ચોરને જોતાં જ વાલાએ બંદુકનો ઘોડો ચડાવ્યો. ત્યાં તો સંધી આવીને “ એ વાલા ! બાપ વાલા ! તારી ગા'છું !” એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો. તુર્ત જ વાલાએ બંદૂકનો ઘોડો ઉતારી નાખ્યો.


“વાલા ભા ! એ નાપાકને માથે તને રહેમ આવી ગઇ ?” એમ બોલતો એ એારતનો ધણી તલવાર ખેંચીને પોતાના વેરીનું ગળું વાઢવા ધસ્યો.


આડા હાથ દઈને વાલો બોલ્યો “બેલી, હવે કાંઈ એને મરાય ? ગા'ની ગરદન કપાય કદિ ? રે'વા દે.”


એમ કહીને વાલાએ સંધીને પૂછ્યું “એલા સંધીડા, તું ગા' થાછ કે ?”


“સાત વાર તારી ગા'. ”


“તો ભાં કર.”


“ભાં ! ભાં ! ભાં ! ” એમ ત્રણ વખત સંધીએ ગાયની માફક ભાંભરડા દીધા. એટલે વાલો બોલ્યો,


“જો ભાઈ, બચાડો ગા' બનીને ભાંભરડા દીયે છે. હવે તારી તરવાર હાલશે ?”


“બસ હવે મારૂં વેર વળી ગયું ”


સંધીને છૂટો કર્યો.


“વાલા ભા !” એના બંદૂકદાર સાથીઓએ ગામમાંથી આવીને જાહેર કર્યું. “ઘરેઘર ફરી વળ્યા.”


"પછી ?” ​“ઝાઝો માલ તો ન જડ્યો.”


“એમ કેમ ?”


“આજ મોળાકતનો તહેવાર છે. વસ્તીની બાઈયું ઘરમાં જેટલાં હોય એટલાં લુગડાં ઘરેણાં અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે. ”


“ઠીક, હાલો બેલી !” એવો ટુંકો ન સમજાય તેવો જવાબ આપીને બહારવટીયો બંદુકને ખંભે તોળી મોખરે ચાલ્યો. પાછળ બધા સાથીએાએ પગલાં માંડ્યાં. ઝાંપા બહાર નીકળતાં જ વડલા નીચેથી બસો સ્ત્રીઓનાં ઝાંઝરના રૂમઝુમાટ તાળીઓના અવાજ અને સૂર સંભળાણા કે–


મણીઆરડા રે હો ગોરલના સાયબા રે,

મીઠુડી-બોલીવાળો મણીઆર

નીમાણાં નેણાં વાળો મણીઆર

ભમરીયા ભાલાવાળો મણીઆર.


સહુની આંખો એ દિશામાં મંડાઈ, પણ મુખી બહારવટીયો તો જાણે ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એવી બેપરવાઈથી ડગલાં ભર્યે જાય છે.


“વાલા ભા ! આ બાજુએ.” સાથીએ સાદ કર્યો.


“શું છે બેલી ?” વાલાએ ગરવે મ્હોંયે પૂછ્યું.


“આંહી બાઈયું રાસડા રમે છે. હાલો આકડે મધ તૈયા૨ છે. ટપકાવી લઈએ."


“બેલી જૂમલા !” વાલે રાતી આંખ કરીને કહ્યું, “ઓરતુંનાં ડીલ માથે આપણો હાથ પડે તો બહારવટાનો વાવટો સળગી જાય.”


“પણ ત્યારે કાઠીયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આંટો ! અફળ જાય ?”


“સાત સાત વખત અફળ. વાલો બેઈમાન ન્હોય, જૂમલા.” ​વાલાના પ્રતાપમાં અંજાયેલાં માણસો મુંગે મ્હેાંયે એની પાછળ, મનમાં ને મનમાં એની તારીફ કરતાં કરતાં, ચાલતાં થયાં. વસ્તીમાંથી નીકળીને જેમ સાંઢીઆ રણની રેતીમાં વેગ કરવા લાગ્યા, તેમ તો બંદુકની ગોળીઓ સમી અસલ થળની સાંઢ્યો ઉપર ભુજની ફોજને સૂસવાટા કરતી આવતી ભાળી. ભગાય એવું તો રહ્યું નથી. ઓથ લેવાનું એક પણ ઝાડવું નથી. રેતી ધખધખે છે. ચારે બાજુ ઝાંઝવાં બળી રહ્યાં છે. સાથીઓએ અકળાઈને બુમ પાડી,


“વાલા ! હવે શું ઈલાજ કરશું ? ગોળીએાના મે' વરસતા આવે છે.”


“ઉંટ ઝુકાવો અને ચોફરતા ઉંટ બેસાડી, ઉંટના પગ બાંધી દઈ, વચ્ચે બેસી જાઓ, બેલીડા ! જીવતાં જાનવરનો ગઢ કરી નાખો.”


સબોસબ સાંઢીયા કુંડાળે ઝોકારવામાં આવ્યા, અને વચ્ચે બહારવટીયાનું જૂથ સાંઢીઆના શરીરોની ઓથે લપાઈ બંદુકોમાં દારૂગોળી ધરબવા મંડ્યું.


“મને ભરી ભરીને દેતા જાવ ભાઈઓ !” એમ કહીને વાલે અક્કેક બંદુક ઉપાડી ઉપાડી, પોતાના ઠુંઠા હાથ ઉપર બંદુકની નાળ ટેકવી, ઝીણી આંખે નિશાન લઈ જુદ્ધ આદર્યું. આંહીથી ગોળી છુટે તો સામી ફોજનાં માણસોમાંથી આ અક્કેકને ઠાર કરતી જાય છે અને સામેથી આવતી ગોળીઓ સાંઢીયાના શરીરમાં જ રોકાઈ રહે છે. એવી સનસનાટી અને ગોળીએાની વૃષ્ટિ સાંજ સુધી ચાલુ રહી. દિવસ આથમ્યો અને અંધારૂં ઉતર્યું એટલે બહારવટીયા ઉંટને રણમાં મેલીને નાસી છૂટ્યા.

Sunday, 29 May 2022

ભુપત બાહરવટયો તથા રાણો આહીર

 👉 ૬૦ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતનો 'પાનસિંગ તોમર' ભૂ પત પાકિસ્તાનથી ઝડપાયો!




                 


એ રમતવીર હતો, પણ રમતના મેદાનમાં નિશાનેબાજી માટે ગન હાથમાં લેવાને બદલે તેણે દુશ્મનોને ભડાકે દેવા જામગરી ઉપાડવી પડી. ભૂપત બહારવટિયો ગુજરાતનો છેલ્લો મોટો બહારવટિયો હતો.


૮૦ કરતાં વધુ હત્યાઓ બાદ પણ ગોળીએથી વિંધાવાને બદલે એ કુદરતી મોતે મરેલો! અન્યાયો સામે મેદાને પડેલા ભૂપત પર જેતપુરના જીતુભાઈ ધાધલે નમૂનેદાર સંશોધન કર્યું છે. એ સંશોધનમાંથી ખબર પડે છે, કે ભૂપતસિંહને બહારવટિયો ભૂપત બનાવવાનું કામ એ વખતની સરકારે જ કરેલું!


૧૯૪૪નું વર્ષ છે. આઝાદીનો સૂર્યોદય હજુ ઊગું ઊગું થઈ રહ્યો હતો. વડોદરા ગાયકવાડી સરકારના તાબાનું અમરેલી એ સમયે ઝગારા મારતું શહેર હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારી રમતોત્સવનું આયોજન થયેલું. સૌરાષ્ટ્રભરનાં નાનાં-મોટાં રજવાડાંઓના રમતવીરો મૂછોના થોભિયા પર હાથ ફેરવતાં ફેરવતાં સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી ગયેલા. રમતો શરૂ થઈ. દોડ, કૂદ, ઘોડેસવારી, ગોળાફેંક એમ એ સમયની એક પછી એક સ્પર્ધાઓ પૂરી થઈ. પરિણામો જાહેર થયાં. લગભગ બધાં જ પરિણામોમાં વિજેતા તરીકે એક નામ ઊડીને આંખે વળગતું હતું: રાજપૂત ભૂપતસિંહ મેરુજી કાળુજી. વાઘણિયા દરબારનો ખાસ માણસ ગણાતો ભૂપત દોડમાં પહેલા નંબરે આવેલો. લાંબી કૂદ, ગોળાફેંક અને ઘોડેસવારીમાં પણ તેનું નામ પહેલા ત્રણમાં જ હતું. આવી તો કંઈક સ્પર્ધાઓમાં ભૂપતનું નામ વિજેતા તરીકે રહી ચૂકેલું. વાઘણિયા તરફથી જ્યારે પણ મેદાનમાં ઊતરતો ત્યારે બે-ચાર માન-અકરામ વાઘણિયાના નામે કરે એ નક્કી રહેતું. વાઘણિયા દરબારના દીકરાને શાળાએ મૂકવા જતી બગી સાથે ભૂપતે દોડવું પડતું એટલે દોડમાં તેને કોઈ આંબી શકે એમ ન હતું. વળી દરબાર સાથે શિકારે પણ જવાનું થતું એટલે નિશાનેબાજીને પણ ઘોળીને પી ગયેલો.


જુવાન થયેલો ભૂપત બગસરા પાસેના વાઘણિયા દરબારનો ચાકર હતો. ચાર ચોપડી સુધી ભણેલો. વળી સૌરાષ્ટ્ર માટે લડતી આરઝી હકૂમતનો સેનાની પણ ખરો.


 👉 અગત્યનુ પણ વધારે


વાઘણિયાની નોકરીમાં ભૂપતનો સાથીદાર નાજાપુર ગામનો રાણા નામનો એક આયર હતો. એકાદ નાના એવા ગુનામાં રાણો જેલમાં ગયો ત્યારે પાછળથી નાજાપુરના કરસન અને તેના સાથીદાર પટેલોએ રાણાના બાપુજીને બેરહેમીથી મારેલા. રાણાને એ વેર લેવું હતું. તેણે ભૂપતને વાત કરી. ભૂપતે રાણાને સમજાવ્યો કે સમય સમયનું કામ કરશે. હાલ ધીરજ રાખો. ત્યાં સુધીમાં દેશ આઝાદ થઈ ગયેલો. કોંગ્રેસીઓ સત્તા પર હતા. વાઘણિયા પાસેના ગામ વાંસવાડાના કોંગ્રેસી માર્કંડરાય દેસાઈને વાઘણિયા દરબાર અમરાવાળાની લોકપ્રિયતાથી ભારે ઈર્ષ્યા થતી. માર્કંડ અમરાવાળાને આંટીમા લેવાની વેતરણમાં હતો. ક્યારે કોઈ તક આવે અને ક્યારે અમરાવાળાને સાચા-ખોટા કેસમાં ફિટ કરી દઉં! એવામાં એક વખત વાંસવાડામાં ધાડ પડી. ધાડમાં માર્કંડ જ સૂત્રધાર હોવાની વાત બહાર આવી, પણ સરકાર એની જ હતી. એટલે આક્ષેપ તો ક્યાંથી સાબિત થાય? ૧૯૪૮માં માર્કંડે ધાડનો આરોપ વાઘણિયા દરબાર પર ઠોકી પાંચ માણસોની ધરપકડનું વોરંટ કઢાવ્યું. એ પાંચમાં ભૂપતનું પણ નામ હતું! એ વોરંટનાં વાક્યો જાણે ભૂપત માટે બહારવટિયો બનવાનું ફરમાન હતું.


થોડા સમય માટે વોરંટનો અમલ મુલતવી રહ્યો. દરમિયાન વાઘણિયા દરબારે ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધેલી. હવે માર્કંડ અને તેની ટોળકી ફરીથી પ્રજાને રંજાડતી થઈ. પેલા વોરંટ પ્રમાણે ફરીથી ધરપકડ કરવાના હુકમો થયા. ત્યાં સુધીમાં ભૂપત સમજી ગયેલો કે આ સરકાર આપણને સુખેથી જીવવા નહીં દે. માટે તેમના અન્યાયો સહન કરીને રોજ રોજ મરવા કરતાં ચોરેધાડે એક વખત મરવું સારું. તેની પાસે બહારવટાં સિવાય વિકલ્પ હતો નહીં અને વળી એમાં રાણો તો પહેલેથી જ તેના સાથીદાર તરીકે હાજર હતો.


 👉 રમતવીર ભૂપતસિંહ બહારવટિયો ભૂપત બન્યો 


ભૂપત અને રાણો વાઘણિયાના ભીડભંજન મહાદેવના મંદિરે આવ્યા. આમ તો એ અહીં ઘણી વખત આવતા, પણ આ વખતે તેમનો ઇરાદો કંઈક જુદો જ હતો. મહાદેવને શીશ નમાવી દેવાયત ખાચર નામના સાથીદારને સાથે લઈ ત્રણેય રાણાના બાપને મારનાર કરસન પટેલને ઠાર કરવા ઉપડયા. નાજાપુર તરફ જતાં એ પગલાં ઇતિહાસ કંડારવા જઈ રહ્યાં હતાં.


ચોમાસાની ઋતુ પુરબહારમાં હતી. ખેતરોમાં મ્હોલાત સાથે માણસોની પણ ભીડ હતી. ખેતરોમાં નીંદામણ ચાલતું હતું. આકાશમાં વાદળો હડિયાપટ્ટી કરતાં હતાં. એવે ટાણે ભૂપત અને રાણો દેવાયતને આઘેરો મૂકી ખેતરો ખૂંદતા ચાલ્યા જતા હતા. આકાશમાં સંધ્યાની લાલીમા જોઈ ભૂપતે રાણાને મૂછમાં કહ્યું: આ કરસનના મોતના રંગો છે! કરસન ખેતરમાં કામ કરતો હતો. ભૂપત અને રાણાએ ત્યાં જઈને જ ગોળીએ દીધો. ત્યાં કામ કરતાં બીજા લોકોને ભૂપતે સંદેશો આપ્યો કે અમે રાણાના બાપનું વેર વાળવા આવ્યા છીએ અને એ વળી ગયું. બીજા કોઈએ ગભરાવાનું કારણ નથી.


રમતવીર ભૂપતસિંહ બહારવટિયો ભૂપત બન્યો એ તારીખ હતી, ૧૯૪૯ની ૨૪મી જૂન.


 👉 બહારવટિયો ભુપત અને તેના સાથીઓ


ભૂપતને સમજાયું કે ૩ જણામાં બહારવટું ન થાય. વધારે સાથીદારો જોઈશે. ઢેબરભાઈની સરકારથી દાઝેલાઓની કમી ન હતી. સરકાર નિદોર્ષને રંજાડવામાં પાછું વળીને જોતી ન હતી, એટલે ભૂપતને સાથીદારો મળવા મુશ્કેલ ન હતા, પણ બહારવટામાં ગમે તેને સાથે ન લેવાય! એ માટે ટકોરાબંધ સાથીઓ પસંદ કરવા પડે. એ વખતમાં સૌરાષ્ટ્રમાં વીસો માંજરિયો નામનો બીજો એક નાનો એવો બહારવટિયો પણ તોફાન મચાવતો હતો. ભૂપતે તેને પોતાની ટોળકીમાં લીધો.


દરમિયાન ભૂપતની બંદુકમાંથી નીકળતી ગોળીઓની ગુંજ ઢેબર સરકારના કાન સુધી પહોંચી ચૂકી હતી. પકડવા પોલીસ સાબદી થઈ હતી. બાતમીદારો સહિતના નેટવર્ક ગોઠવાયાં હતાં. એ બધા વચ્ચે જૂનાગઢ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સી.જી.મેઘા ભૂપતને એકાંતમાં મધરાતે રૂબરૂ મળી બહારવટું પડતું મૂકવા સમજાવી ચૂક્યા હતા. ભૂપત જોકે પોતાના નિર્ણયમાં બહુ મક્કમ હતો. એ નિર્ણય લેવામાં ખાસ્સી વાર લગાડતો, પણ એક વખત નક્કી કર્યા પછી એકના બે થવાની તેને આદત ન હતી.


એ બધા વચ્ચે ભૂપતને જૂનાગઢના ભેંસાણ પાસેના ખાચરિયામાં જન્મેલો કાળુવાંક નામનો સાથીદાર મળી ચૂક્યો હતો. એ આગળ જતાં ભૂપતનો ખાસ સાગરિત બન્યો અને પાકિસ્તાન જઈ તેણે ભૂપતની ટોળકીનાં પરાક્રમો પર 'ભૂપતસિંહ' નામે પુસ્તક પણ લખ્યું! નાની-મોટી લૂંટફાંટ વચ્ચે ભૂપત ટોળકીનો મૂળ ઉદ્દેશ ઢેબર સરકારના અન્યાઓને ભરીપીવાનો હતો. એ માટે દર થોડા સમયે સરકારને સણસણતા તમાચા વાગ્યા કરે એની ભૂપત ખાસ કાળજી લેતો.


એક વખત ભૂપતની ટોળકી વિસાવદર પાસે આવેલા કાસિયાનેસ ખાતે રેલવે ટ્રોલી લૂંટવા ગઈ, પણ એ રાતે કોઈ કારણોસર ગાડી આવી નહીં, એટલે ભૂપતની ટોળકી પહોંચી સ્ટેશન માસ્તર પાસે અને કહ્યું કે અમારે બધાને વાળુ (ભોજન) કરવું છે, વ્યવસ્થા કરો! વીસો માંજરિયો સંગીતનો શોખીન હતો. ભોજન થાય ત્યાં સુધીમાં તેણે સ્ટેશન માસ્તરનું ગ્રામોફોન ચાલુ કર્યું! વીસાને તો તેના પૂર્વસૂરી બહારવટિયા રામવાળા કે બીજા કોઈના દુહા સાંભળવા હતા, પણ એ રેકર્ડ હતી નહીં એટલે વીસાએ ગુસ્સામાં બે-ચાર રેકર્ડ તોડી નાખી!


ગરીબોને લૂંટતા ધનપતિઓને લૂંટવા એ ફોર્મ્યુલા હિન્દી ફિલ્મોમાં આવા બહારવટિયાઓ પાસેથી જ આવી હશે. જ્યાં ખબર પડે કે ફલાણા ગામનો ફલાણો ભાઈ બહુ ત્રાસ વર્તાવે છે ત્યાં પહોંચી ભૂપતની ટોળકી તેને ભડાકે દેતી. એમનું ધન લૂંટી ક્યારેક ગરીબોમાં પણ વહેંચતા.


અલબત્ત, ભૂપત સામે પડતાં એ ગમે તેટલાં અને ગમે તેવાં હથિયારોથી સજ્જ હોય, તો પણ તેમને હથિયારો હેઠાં મૂકવાનો વારો આવતો. સૌરાષ્ટ્રમાં રખડતી ડફેર ટોળકીને સરકારે ભૂપતને ગોળીએ દેવાનું કામ સોંપેલું. સરકારે એ માટે ડફેર ટોળકીને હથિયાર સહિતની સગવડો આપેલી. એક વખત એક ડફેર અને ભૂપત સામસામે આવી ગયા. ફાંકા ફોજદારી કરતાં એ ડફેરોને ભૂપતે ભડાકે દેતા બીજા બધા ડફેરોએ પણ ભૂપતને શોધવાનું કામ પડતું મૂકી ભોં ભેગા થઈ ગયેલા.


ભૂપત અને તેની ગેંગ ભાગવા માટે ઘોડા તો વળી ક્યારેક ઊંટ સહિતના પશુઓનો ઉપયોગ કરતી. જરૂર પડે ત્યાંથી ઘોડા લેતાં અને કામ પતે એટલે ઘોડાને છૂટા મૂકી દેતા. વખત આવ્યે આખેઆખી રાત જંગલમાં ચાલી પણ નાખતા, પણ હવે સરકારને ખબર પડી ગઈ કે ભૂપત કંઈ એમ બે-ચાર જણાથી કાબૂમાં આવે એમ નથી. માટે વધુ પોલીસ કામે લગાડાઈ, વધુ બાતમીદારો દોડતા કરાયા. દરમિયાન ભૂપત ખરેડી ગામે ત્રાટક્યો. અહીં આવતા પહેલાં બધાએ વેશપલટો કરી લીધેલો. વેશપલટામાં આખી ગેંગ માહેર હતી. લૂંટ કર્યા પછી રાણાને ફિલ્મ જોવાનું મન થયું તો એ એકલો ખટારામાં બેસીને રાજકોટ ગયો. અહીં તેને કોઈ ઓળખ્યું નહીં એટલે 'ચંદ્રલેખા' નામની ફિલ્મ (મૂળ તમિલ હતી અને હિન્દીમાં ડબ થયેલી) જોઈ નાખી અને વળતા ગ્રામોફોન પણ ખરીદતો આવ્યો! એ રીતે એક દિવસ ભૂપત અને રાણો બંને નેતાનો વેશ ધારણ કરી પોલીસના ચેકિંગ વચ્ચેથી સરળતાથી ગામતરાં કરી આવેલા.


સરકારની ઊંઘ રોજ રોજ વધારે હરામ થતી જતી હતી. સૌરાષ્ટ્રના ગૃહપ્રધાન રસિકલાલે તો ફરમાન જાહેર કરેલું કે જ્યાં સુધી ભૂપત ન પકડાય ત્યાં સુધી પોલીસના પગાર કાપી લેવા! ભૂપત અને પોલીસ અનેક વખત સામસામે આવતા અને દર વખતે પોલીસે પીછેહઠ કરવાની થતી. એક વખતે ભૂપત જેતપુર પાસેના વાળા ડુંગરની તળેટીમાં હતો. પોલીસને ભૂપતની ત્યાં હાજરી હોવાની ખબર પડી ગઈ. ચારે બાજુથી ગાડીઓ ભરાઈ ખાખી વર્દીધારીઓ ઠલવાવા લાગ્યા. બધાને થયું કે આજે તો ભૂપતને પકડયે પાર! ડુંગર પર ભૂપત અને રાણો એમ કુલ બે જણા હતા. ટેકરી ફરતે સાંજ સુધીમાં સાતસોએક સિપાઈઓ ભેગા થઈ ગયા. અલબત્ત, મૂછે લીંબુ લટકાવી ફરતા કોઈ પોલીસ અધિકારીઓ ભૂપત પાસે જવાની હિંમત કરી શકતા ન હતા. સામે પક્ષે ભૂપત રાત પડવાની રાહ જોતો હતો. ઘનઘોર અંઘારું છવાયું એ સાથે જ ભૂપત અને રાણો ક્યાં મળશું એ નક્કી કરી નોખા પડી ભાગી ગયા. નીચે પોલીસ ફીફાં ખાંડતી રહી અને આ બંને તેમની વચ્ચેથી જ ચુપચાપ જંગલમાં અલોપ થઈ ગયા.


એક દિવસ રાણાએ વડોદરા જવાની પરવાનગી માગી. ભૂપતની ઇચ્છા ન હતી, પણ તેણે કમને હા પાડી. રાણો અને એક બીજો સાથીદાર વડોદરા તરફ આવ્યા. પછી સૌરાષ્ટ્રમાં થોડો ખતરો લાગતા ભૂપત પણ મધ્ય ગુજરાત તરફ આગળ વધેલો. દરમિયાન રાણા સુધી પહોંચવામાં સરકાર સફળ થઈ અને તેને કરજણની સીમમાં ભડાકે દેવાયો. ભૂપતનો એક સાથીદાર એ રીતે ઓછો થયો. ભૂપત માટે એ પહેલો આઘાત હતો. પહેલી વાર સરકારના હાથે તેને માર પડયો હતો. રાણાના મોતના ખબર મળ્યા એ ક્ષણે જ ભૂપતના રૂવાડાં ઊભાં થયાં અને તેણે પોતાના સાથીદારોને પોતાનો નિર્ણય જણાવ્યો કે હવે સોરઠ છોડી દેવું છે.


સરકારને ખબર પડી કે ભૂપત ભાગી જશે એટલે સરકારે ભૂપતના રસ્તે નાકાબંધી કરી. સામે પક્ષે ભૂપત પણ ચુપચાપ રવાના થવાના બદલે રસ્તામાં સરકારના માણસો આડા ઊતરે તેનાં માથાં વાઢી લેવાનાં ઇરાદા સાથે જ આગળ વધતો હતો. ભૂપતને પાકિસ્તાન જવું હતું. સરકારે ભૂપતના કુટુંબીજનોને પકડી તેમના પર ત્રાસ ગુજારવો શરૂ કર્યો. ભૂપતને એ ખબર પડી ત્યારે એ વધારે ભુરાયો થયો અને તેણે છ કોંગ્રેસીની લાશો સરકારને મોકલી. સાથે સંદેશો આપ્યો કે મારા નિર્દોષ કુટુંબીજનોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી રોજ રોજ લાશોની સંખ્યા વધતી રહેશે. સરાકારે બીજા જ દિવસે ભૂપતના કુટુંબીઓને છોડી દીધા. એ વખતે ચૂંટણી આવી ત્યારે ભૂપતે તેને અને બીજા નિર્દોષોને રંજાડતી સરકારના કેટલાય કાર્યકરોને ભડાકે દીધા. મતદાન માટે આંગળી પર શાહીનું ટીપું પડે એ પહેલા ભૂપતની ગોળીઓથી લોહીનાં છાંટણાં થતાં. સૌરાષ્ટ્ર સરકારે છેક નહેરુ સુધી ખબર પહોંચાડેલા કે ભૂપત પકડાતો નથી માટે વધારે પોલીસ આપો. એમાં પુનાથી ખાસ કાનેટકર નામના ઉચ્ચ પોલીસ અધિકારીને ભૂપત સામે લડવા સોરઠમાં મોકલાયેલા.

 

લડતાં લડતાં ભૂપતના વધુ બે સાથીદારો દેવાયત અને રામ પણ હવે ખપી ગયા હતા. પરિણામે પાકિસ્તાન જવાનો ઇરાદો વધુ મજબૂત બન્યો. કઈ તારીખે અને કયા રસ્તે પોતે પાકિસ્તાન જાય છે, એ ભૂપતે સરકારને જાણ કરી. સાથે ચેલેન્જ પણ આપી કે જેમણે સવા શેર સૂંઠ ખાધી હોય એ આવજો અમારો રસ્તો આંતરવા! પણ સરકાર કાયમ નમાલી જ હોય છે. ભૂપત આડું કોઈ ફરક્યું નહીં અને એ લોકો પાકિસ્તાન પહોંચી ગયા. પાકિસ્તાનમાં તેમની ધરપકડ થઈ, પણ બહારવટિયા તરીકે નહીં, એક સામાન્ય ઘૂસણખોર તરીકે. એ તારીખ હતી, ૧૯૫૨ની ૬ઠ્ઠી જૂન. અહીં ભૂપત અને તેના ૩ સાથીદારોને છ મહિના-વરસની સજા થઈ. ૧૦૦ રૂપિયા જેવો દંડ પણ થયો. બધાએ એ સજા સ્વીકારી લીધી.


 👉 પાકિસ્તાનમાં ભુપત બહારવટીયો


થોડા વખત પછી તેઓ છૂટી ગયા. અહીં તેઓ આઝાદ હતા. ભારત સરકારે જોકે ભૂપતના પ્રત્યાર્પણની માંગણી કરેલી, પણ પાકિસ્તાન ભૂપતને છોડવા માટે રાજી ન હતું. અહીં તેણે નવી જિંદગી શરૂ કરી. ૧૯૨૧માં જન્મેલા ભૂપતે હજુ તો ત્રીસી વટાવી હતી. પૈસાની ખાસ કમી હતી નહીં એટલે કરાચીમાં તેણે દૂધની ડેરી શરૂ કરી. તેની પાસે દસેક ભેંસો હતી, જેનું દૂધ વેચી મહિને એકાદ હજાર જેવી રકમ મેળવી લેતો હતો. સોરઠમાં ભૂપતનાં પત્ની અને સંતાનો હતાં, પણ ભૂપતે ત્યાં બીજાં લગ્ન કરી લીધાં. અહીં ભૂપત ઇસ્લામ અંગિકાર કરી અમિન યૂસુફ બની ગયેલો. ૭૦ ગુનાના આરોપી ભૂપતે પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયાની લૂંટ કરેલી અને ૮૭ લોકોને ભડાકે દીધેલા. એ જ ભૂપત પાછલી જિંદગીમાં કરાચીની બલ્દિયા કોલોનીમાં રહેતો ત્યારે કોઈને લાગતું નહીં કે આ ભાઈથી એક સમયે સોરઠ સરકાર થરથર ધ્રૂજતી હતી. અહીં જ ૧૯૯૬ની ૨૮મી સપ્ટેમ્બરે ભૂપતે અંતિમ શ્વાસ લીધો. એ કુદરતી મોતે મરાયેલો. કરાંચીમાં જ તેની કબર છે અને ત્યાં એ ચીર નિદ્રામાં પોઢયો છે.


ભૂપતના મોતના ખબર મળ્યા ત્યારે આજીવન તેની રાહમાં અહીં રહેલા તેમના પત્ની તેજબાએ કપાળમાંથી ચાંદલો ભૂસી નાખ્યો. સુહાગણના શણગાર ત્યજી તેણે વૈધવ્ય ધારણ કર્યું. એ તેજબાનું અમરેલી જિલ્લાના બરવાળા બાવીસી ગામે છેક ૨૦૦૬માં ૮૨ વર્ષની વયે મોત થયું. ભૂપત અને તેના સાથીદારોના વારસદારો આજે હયાત છે. ભૂપતનો એક દીકરો પાકિસ્તાની લશ્કરમાં છે. કાળુવાંકનાં પત્નીના નામે જૂનાગઢના વંથલી રોડ પર હંસાબા મેરામભાઈ વાળા કન્યા છાત્રાલય ચાલે છે.


 (કાઠીઓમાં પરિણીત સ્ત્રીઓની પાછળ પિતાનું નામ લાગતું હોય છે). વાઘણિયા આજેય ઊભું છે. ક્યારેક વાઘણિયાના પાદરમાંથી નીકળવાનું થાય તો બે ઘડી શ્વાસ લઈ જો જો, ક્યાંક ભૂપતના બહારવટાની સુગંધ આવશે, તો વળી દૂર દૂર ભૂપતના ભડાકા પણ સંભળાતા હશે.

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...