Thursday, 9 September 2021
महत्वपूर्ण हस्तियों के वास्तविक नाम
જેતપુરની ભાદર નદીને પ્રદૂષિત બનાવનાર માફિયા કોણ
સાડીના કારખાનાના જલદ કેમિકલયુકત પ્રદૂષિત પાણીની ટ્રીટમેન્ટ કરવાના CEPTપ્લાન્ટના કોન્ટ્રાકટર સાથે મીલી ભગત કરી ભાદરનાદીને પ્રદૂષિત કરવાનુ ખોફનાક કાવતરું...
" ભાદર નદીને પ્રદુષિત કરવાના માસ્ટર પ્લાનનો પર્દાફાશ"
પર્યાવરણના દુશ્મનોને ઓળખો...
" કભી આન કો તો કભી માન કો બેચતે હે, સહી દામ મીલે તો ઈમાનકો ભી બેચતે હે "
જેતપુરની જનતાને ઉલ્ટા ચશ્મા પહેરાવનાર નો નકાબ હટ્યો...
મધરાતે 12 વાગ્યે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી શહેરની ભદ્રાવતી ભાદર નદીમાં છોડવાની સલાહ આપનાર એ પત્રકારને ઓળખો...
ભાદરમાં પ્રદૂષિત પાણી છોડ જો પણ તમારા કર્મચારીઓને મારું નામ ન આપતા.... કે હિતેશે કીધું છે
ધોળે દિવસે પ્રદૂષણ નો વિરોધ કરનારનો રાત્રે બીજો ચહેરો..
ભાદર નદીને પ્રદૂષિત કરવા બદલ કોણે લીધો ફાયદો...???
મુખમે રામ, બગલ મે છૂરી....!!!!
09-09-2021
લો પ્રેશર દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને સંલગ્ન દક્ષિણ પૂર્વ ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ છે.
સંલગ્ન UAC જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમમાં ઝૂકેલું છે તે ઉપરોક્ત જણાવેલ વિસ્તારોથી દક્ષિણ ગુજરાત કાંઠા વિસ્તાર અને સંલગ્ન અરબ સાગર સુધી લંબાયેલ છે.
મધ્ય લેવલ પર શેર ઝોન લગભગ 20 N આસપાસ જોઈ શકાય છે.
લો પ્રેશર સાથે સંલગ્ન UAC મધ્ય લેવલ પર શેર ઝોન સાથે ભળી ગયેલ છે......
લો પ્રેશર સંલગ્ન UAC અને શેર ઝોન આગામી કલાકોમાં ઉત્તર પશ્ચિમમાં ગતિ કરશે. (UAC ગુજરાતના સહરદી વિસ્તારો આસપાસ લાંબા સમય સુધી રહી શકે છે)
જેની અસર હેઠળ આજ તા 8 સપ્ટેમ્બરથી આગામી 3-4 દિવસ લગભગ સમગ્ર રાજયમાં સારો/સંતોષકારક વરસાદ જોવા મળશે.
તા 8,9 સૌરાષ્ટ્ર અને સંલગ્ન કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે..... .
તા 9,10,11 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સારા/સંતોષકારક વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નર્મદાના ડેડીયાપાડામાં 220 મીમી નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ભાવનગરમાં 61 મીમી નોંધાયો છે.
નોંધ:- બીજું એક લો પ્રેશર તા 11 સપ્ટેમ્બર આસપાસ રચાઈ શકે છે.
~ પાળિયાના ૧૧ પ્રકારો ~
શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે...
પાળિયાના ૧૧ મુખ્ય પ્રકારો કૈક આવા છે, ખાંભી, થેસા, ચાગીયો, સુરાપુરા, સુરધન, યોદ્ધાઓના પાળિયા, સતીના પાળિયા, ખલાસીઓના પાળિયા, લોકસાહિત્યના પાળિયા, પ્રાણીઓના પાળિયા અને છેલ્લો પ્રકાર છે ક્ષેત્રપાળના પાળિયા
1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ.
2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે
3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે.
4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે.
5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે.
6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી સંખ્યામાં પણ જોવા મળી આવે છે જેને રણ ખાંભી તરીકે પણ ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય તે જગ્યા પર મુખ્યત્વે બાંધવામાં આવે છે. શરૂઆતમાં આવા પાળિયાઓ, કોઈ સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા માટે બાંધવામાં આવતા હતા અને પાછળથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ છે. આવા સ્મારકોમાં મોટે ભાગે યોદ્ધાને તલવાર, ગદા, ધનુષ તિર અને બંદુકો જેવા હથિયારો સાથે પણ દર્શાવવામાં આવે છે. ક્યારેક આવા સ્મારકો માં આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે તો ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે. આવા સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ તમે જોયા જ હશે.
7) સતીના પાળિયા: કોઈ સ્ત્રી સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે અને ઘણીવાર લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે આવા પાળિયાઓની દેવી તરીકે પૂજા થાય છે. આ સ્મારકોમાં મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવવામાં આવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ ની સાથે અન્ય પ્રતીકો જેવા કે મોર અને કમળ પણ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ પણ જોવા મળે છે. ઘણા બધા સતીઓના પાળિયા માં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ જોવા મળે છે. આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યા એ જોવા મળે છે.
8) ખલાસીઓના પાળિયા: ગુજરાતમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો ખલાસીઓ ના સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ઘણી વખત જહાજ પણ દર્શાવવામાં આવે છે.
9) લોકસાહિત્યના પાળિયા: આવા સ્મારકો માં પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, ધાર્મિક સંતો-ભક્તો, વગેરે માટે કરેલો દેહત્યાગ નું વર્ણન જોવા મળે છે. આ સ્મારકનું ઉદાહરણ જોવું હોય તો ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
10) પ્રાણીઓના પાળિયા: જુના સમય માં અશ્વ, શ્વાન અને ઊંટ જેવા પ્રાણીઓ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.
11) ક્ષેત્રપાળના પાળિયા: આ પાળિયા ક્ષેત્રપાળ એટલે કે કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતાં શુરવીરો ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ તરીકે પૂજાય છે. તે કોઈ સ્મારક નથી પરંતુ લગભગ એટલો જ અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થતી આવી છે. તેઓ જમીન અને પાકનું રક્ષણ કરે છે. આ પાળિયા ઉપર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો ને રક્ષણના પ્રતીક તરીકે કંડારવામાં આવે છે..
09/09/2021
આજ રોજ જૂનાગઢ જિલ્લાના યુવા શક્તિ સંગઠનના ગામ ફાગળીના યુવા અગ્રણી શ્રી જગદીશ ભાઈ ચૌહાણ તથા તેમના પરિવાર દ્વારા ગામ ના ખેડૂતો જુનાગઢ જિલ્લા ના કલેકટર સાહેબ તથા કેશોદ તાલુકાના અન્ય અધીકારીઓનુ સ્વાગત કરી ગામ ફાગળી માં પોતાના ખેતરમાં બુલેટ ઘાંસ ના વાવેતર નું શુભ ખાતમુહૂર્ત શ્રી કલેકટર સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવેલ.
Thursday, 2 September 2021
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...
-
'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...
-
જય શ્રી સ્વામિનારાયણ... દેવળીયાવાળા મુકતરાજ દરબારશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો, એ પછી પ્રથમ તે શ્રીજીમહારાજનાં દર્શન ક...





