Wednesday, 24 March 2021

અદભૂત કાવ્ય


હું પુરાયો આ દેહમાં પણ, 

આ દેહ મારૂં ઘર નથી,

કરેલા કર્મોની કેદ છે આ,

કેદ મારી આ કાયમ નથી.

છતાં કર્મોના છે બંધન,

કર્મ વિના એ છુટતાં નથી,

કર્મો થકી જ કપાશે આ બંધન,

કર્મ વિના હવે છુટકો નથી.

કર્મો પણ સમજીને કરવા,

માનવ દેહ વારંવાર નથી,

ફરજ બજાવે સૌ નેકીથી, 

ફરજ વિના અહીં મુક્તિ નથી.

પતિ પત્નિ બાળકો આ વૈભવ,

ક્ષણિક છે ચિર સ્થાઇ નથી,

હું આત્મા બસ અજર અમર છું,

મોહ રાખવા જેવું કંઇજ નથી.

ફરજ મુકી હું થાઉં વૈરાગી,

વૈરાગે મુક્તિની ખાત્રી નથી,

મુક્તિ મળશે સદ્કાર્યોથી,

ગુરૂ વિના સદ્કાર્ય નથી.

ગુરૂ છે એજ અક્ષર બ્રહ્મ છે,

હું પણ સામાન્ય જીવ નથી,

મુક્તિ કાજે પુરાયો આ દેહમાં,

હું પણ અક્ષરથી કમ નથી.

ગુરૂ ચિંધ્યા માર્ગે હું ચાલું,

હું મોક્ષ થી દુર નથી.

No comments:

Post a Comment

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...