વ્હલા મિત્રો ,
આજે હું તમને અમારા ગામની કીર્તન મંડળી વિશે જણાવવા માંગુ છું. આમ તો અમારા ગામ ની અંદર સાઘના વારસો થી સારા અને નરસા પ્રસંગો માં કીર્તન ગવાય છે. પણ છેલ્લા અમુક વારસો થયો થી એ થોડું વિશેષ મહતવ ધરાવે છે. શા માટે એ પણ તમને જાણવું .
કીર્તન આપણી હિન્દૂ સભ્યતા નું એક અંગ છે. કીર્તન ના બહાને આપણે આપણા ઈષ્ટ ને યાદ કરીયે છીએ . એ પણ આપણી કાલી ઘેલી ભાષા માં અને તેમાં ગવાતા ધોળ પદનું પણ વિષેશ મહત્વ છે.અલગ અલગ પ્રાંત માં શૈલી ભલે જુદી હોય પણ મહત્વ માં સમાનતા જોવા મળે છે .
હું તમને ખાસ મારા ગામની કીર્તન મંડળી ની વાત કરવા મંગુ છું . જે માં ડોકટર સાહેબ આ સોનુ માનીતું પાત્ર છે. હા એજ ડોક્ટર સાહેબ એટલે કે ગોપાલભાઈ જગાણી કે જેઓ અમારી કીર્તન મંડળી ના આધાર સ્થંભ ગણી શકાય . કે જેઓ એ અમારા ગામની વારસો જૂની પરંપરા ને સાચવી રાખી છે.અને ખુબજ સરસ રીતે સંચાલન કરી રહ્યા છે.
તેમજ અમારી કીર્તન મંડલી ના પાયા ના પથ્થર સામાન એવા રાતનદાસ બાપુ કે જેઓ અમારા ગામના રામજી મંદિર ના પૂજારી તેમજ મનસુખભાઇ સરવૈયા,પરસોતમભાઇ વોરા, સુરેશભાઈ પીળીયા અને હા ખાસ મોટા પથ્થર ને તો હું ભૂલીજ ગયો એવા અમારા ભાણુબાપા હા ઉમર ભલે એમની થય પણ કોઈને ત્યાંથી કીર્તન નું આમત્રણ મળે અને સોની પેહલા તૈયાર એજ હોય છે. કુલ મળીને અમે ત્રેવીસ સભ્યો છીએ. જેમાં શૈલેષભાઇ (ઉંચા સુરના કલાકાર) કિરીટબાપુ ( અમારા તબલા વાદક), હેમતભાઈ અને હું.અને અમારા ખાસ અમદાવાદ થી લોકડાઉંન કરેને વર્ક ફ્રોમ હોમ માટે આવે લા વિશાલભાઈ જગાણી કે જેઓ ની માથે જાણે સરસ્વતી કૃપાય માન છે . કારણ કે તેઓ ગાવાની સાથયો સાથ હરોનીયમ પણ સારું વગાડે છે.
ઘણા વાચકો વિચારતા હશે કે ભય આમાં ખાસ સુ છે . કીર્તન મંડળી તો ગામો ગામ હોય છે, એમાં નવી નવાય શાની .ખરું ને પણ નવી નવાય તો છે.
સમજવું તમને નવી નવાય એ છે કે અત્યાર ના આ પબ જી ના યુગ માં જયારે યુવાનો અનરોઇડ મોબાઈલ માં ઘુસ્યા રહે છે .કે સંસ્કૃતિ કે સમાજ માટે જરા પણ સમય નથી આવા વાતાવરણ માં અમારા ગામના યુવાનો તો કીર્તન ની રાહ જોતા હોય છે કારણ કે જો કોઈ ની ત્યાં કીર્તન હોય તો અમરા ગામ ના યુવાનો કીર્તન ગાય શકે છે.ખાસ વાત તો એ છે કે દર વખતે કીર્તનિયા માં વધારો થાય છે. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે જે યુવાનો કીર્તન નું નામ પડે ને મિસ્ટર ઇન્ડિયા થય જતા તેવા યુવાનો સામે થી પૂછતાં હોય છે કે ભાઈ હવે ક્યારે છે કીર્તન એક અનેરો ઉમંગ જાણે ને ઉમટી આયવો હોય
હવે હું તમને અમારી મંડળી ના કીર્તન વિષે કહીશ . શરૂઆત માં મનસુખભાઇ અથવા તો રતનદાસ બાપુ થી થાય છે . અને એની પાછળ પણ થોડું લોજિક છે
કે જેઓની ઘરે પ્રસંગ હોય તેઓ અને તેઓના મહેમાન ભેગા થાય જાય અને યજમાને મંગાવેલા સાઉન્ડ નું ટેસ્ટિંગ પણ થાય જાય આ બંને વારા ફરીથી બે - બે કીર્તન ગાય .એટલે અમને સાંભળવા આવેલું ઓઉડિયન્સ ભેગું થાય જાય બને પાસે ના કીર્તન નું મટીરીયલ જૂનું હોય છે કારણ કે તેઓ જુના છે.
પછી કમાન્ડ સાંભળવા એટલેકે ગાવા માટે સુરેશભાઈ પીપળીયા આવે છે તેઓ પણ પોતાની આગવી શૈલી માં રજૂઆત કરે છે હા એમનું કીર્તન રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જવું ગમતું નથી સાંભળી મન પ્રફુલ્લિત થાય જાય છે. ત્યાર બાદ શૈલેષભાઇ મકવાણા આવે છે . અને કીર્તન માં રમઝટ આવી જાય છે ત્યાર બાદ કિરીટબાપુની બાજુમાં બેસીને મંજીરા વગાડતા હેમતભાઈ અને હું આ રાહ માં બેઠા હોય છે કે અમારું કીર્તન કોઈ ગાય ના નાખે હેમતભાઈ ને તો જોકે વાંધો નથી આવતો કેમકે એમને ઘણા કીર્તન આવડે છે. તકલીફ મારે હોય છે મને ખાવા પીવાં બે કીર્તન જ આવડે એક મોરલી રે જળ જમના ના તીરે ને બીજું જોર નવ કરીયે રે વ્રજ ના વાસી હા પછી કિરાતાં માં ઘટેલું જોર ડોક્ટર સાહેબ ને કિરીટબાપુ તેમજ બીજા સાથી મિત્રો પૂરું પડી દે.એ જુદી વાત છે
એમ પેલા હેમતભાઈ નો વારો પછી મારો વારો આવે એ નક્કી હોય , ત્યારબાદ વિશાલભાઈ અને ડોક્ટર સહેબ ક્યારેક અલગ અલગ તો ક્યારેક જુગલબંધી માં ગાય. તેમજ બીજા પણ નવ યુવાનો પોત પોતાના ગાવા ના ઉભરા ઠાલવે અને છેલ્લે કિરીટબાપુ એક બે કીર્તન કરે અને પછી આરતી થી પુર્ણાહુતી થાય
એટલે પોત પોતાના ઘરે જાય ને સુઈ જવાનું ને રાબેતા મુજબ પાછા કોઈની ઘરે કીર્તન થાય એની રાહ જોવાની ચાલુ.
No comments:
Post a Comment