Tuesday, 20 June 2023

અષાઢી બીજ ઉપરના છંદ, દુહા અને ગીત માણીએ.*



અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્

બની બહારમ્, જલધારમ્

દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્

તડિતા તારમ્, વિસ્તારમ્

ના લહી સંભારમ્, પ્યારો અપારમ્

નંદકુમારમ્ નિરખ્યારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી


શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં

બાદલ ભરસે, અંબરસેં

તરુવર વિરિવરસે, લતા લહરસે

નદિયાં પરસે, સાગરસેં

દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં

લગત જહરસેં, દુઃખકારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી


ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા

પ્રેમ પ્રસરિયા, તન તરિયા

મથુરામેં ગરિયા, ફેરન ફરિયા

કુબજા વરિયા, વસ કરિયાં

વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા

મન નહિ ઠરિયા, હું હારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી


આસો મહિનારી, આસ વધારી

દન દશરારી, દરશારી

નવનિધિ નિહારી, ચઢી અટારી

વાટ સંભારી, મથુરારી

ભ્રખુભાન દુલારી, કહત પુકારી

તમે થીયારી તકરારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી...

___________________________

ગહકે મોર *( મયુર )* જિંગોરિયા અને વાદળ ગરજે વીજ 

રુદાને રાણો સાંભર્યો, આતો આવી અષાઢી બીજ

___________________________

આષાઢી સાંજના અંબર ગાજે,

              અંબર ગાજે, મેઘાડંબર ગાજે.


માતેલા મોરલા *( મયુર )* ના ટૌ'કા બોલે,

               ટૌ'કા બોલે, ધીરી ઢેલડ ડોલે.


ગરવા ગોવાળીયાના પાવા વાગે,

               પાવા વાગે, સૂતી ગોપી જાગે.


વીરાની વાડીઓમાં અમૃત રેલે,

                અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.


ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે,

                ચુંદડી ભીંજે, ખોળે બેટો રીઝે.

  ___________________________

મઠો અસાંજો કચ્છ, 

મઠા અસાંજા માડું ને મઠી અસાંજી રીત,

મઠી અસાંજી ગાલિયું, 

ને મઠી અસાંજી અષાઢી બીજ…


ગજ્જણ ગરજે ને મોરલા *( મયુર )* બોલેં, 

મથે ચમકેતી વીજ,

હલો પાંજે કચ્છડે મેં,

અજ આવઈ અષાઢી બીજ…


અન્ન વધે, ધન વધે, 

શાંતિ ને હેત વધે, વધે દયાભાવ, 

નવો વરે આંકે ફળે, હી જ અસાંજો શુભભાવ… 


ખારી ધરતી, ખારો પાણી

ને મઠા માડું, હી પાંજી નિશાની, 

આવઈ અષાઢી બીજ મજાજી,


*આંકે નવે વરેં જી જજી વધાઈ…* 

___________________________

આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે,મેઘાડંબર ગાજે !

—આષાઢી.


માતેલા મોરલા *( મયુર )* ના ટૌકા બોલે

ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—

આષાઢી .


ગરવા ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગે,સૂતી ગોપી જાગે.

—આષાઢી .


વીરાની વાડીઓમાં અમૃત રેલે,

અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે

—આષાઢી.


ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,

ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.

—આષાઢી.


આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે મેઘાડંબર ગાજે !

___________________________

 મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,

એને વરસંતા લાગે છે વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !


મળવા આવે ત્યારે બોલે ના કાંઇ

એના શ્વાસોમાં વાગે શરણાઇ

આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા

લાગે કે નખશિખ ભીંજાઇ


મારો પીયુજી હૈયાનો હાર,

એને વરસંતા લાગે છો વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !


મારો સાહ્યબો અષાઢીલો મેઘ…


ઉપરથી લાગે છે કોરોધાકોર

એની ભીતર ઘેરાતું આકાશ

આષાઢી અણસારો ઓળખતા આવડે તો

ચોમાસુ છલકે ચોપાસ


ગમે એના વિના ના લગાર

એને વરસંતા લાગે છો વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !


મારો સાહ્યબો અષાઢીલો મેઘ…


મારો સાહ્યબો અષાઢીલો મેઘ… 

___________________________

અષાઢી બીજ, મથે ચમકેતી વીજ

કે મનડો મુજો હેતથી ઉભરાજે ,

વરસેતો મીં , પંઢકે જલીયાં આંઉ કીં?

એનકે નેરી મુજી અખ શરમાજે ..


ગજ્જણ જા સૂર ને મોર *( મયુર )* જા ટહુકાર,

જાણે નવા કો’ક રાગ પ્યા સોણાજે ,

મોસમ આય મઠડ઼ી ને મટ્ટી પઇ ફોરે,

ઈ કુધરત જો રૂપ કીં ભૂલાજે ?


કચ્છડે જો ધોસ્ત મઠો મીં આય આયો ,


*નવે વરેજીયું વધામણીયું* સોણાજે ,

મઠડ઼ો વતન ને એનજા મઠડ઼ા ઐં માડ઼ુ,

*અસીં કચ્છી ઐંયું ગર્વથી ચોવાજે ..*

___________________________

કોટે મોર *( મયુર )* ટહુક્યા, વાદળ ચમકી વીજ,

મારા વાલા ને સોરઠ સાંભળ્યો, 

જોને આવી અષાઢી બીજ.


*એ.... સૌને અષાઢી બીજના રામ રામ*

       *અને ખૂબ ખૂબ શુભકામનાઓ*

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...