Tuesday, 2 November 2021

સરપંચ, ગ્રામસેવક અને તલાટીના કાર્યો


સરપંચ પાસે ત્રણ સત્તા હોય છે

1. નાણાકીય સત્તાઓ

2. વહીવટી સત્તાઓ 

3. આયોજનની સત્તા


1. 💐નાણાકીય સત્તાઓ💐


1.પંચાયતનું બજેટ સમયસર તૈયાર કરવો.

2. 15 ડિસેમ્બર પહેલા તાલુકા પંચાયત ને મોકલી દેવું.

3. ગ્રામ પંચાયત ના નાણા ઉપાડવા અને જમા કરવા.

4. ગ્રામ પંચાયતના નાણાંનો ક્યાં રોકાણ કરવું તેનો નિર્ણય લેવો.

5. ઓડિટ રિપોર્ટ નો જવાબ આપવો.

6. કોઈપણ યોજનાનો અમલ કરાવવો અને હિસાબ રાખવો.

7.પંચાયતે લીધે લોન સમયસર ભરવી.


2.💐વહીવટી સતાઓ💐


1.પંચાયતની બેઠકમાં પ્રમુખસ્થાન લેવું તથા સંચાલન કરવું.

2.પંચાયતના તમામ સભ્યો પર નિયંત્રણ રાખવું.

3.ગ્રામ પંચાયતની સમિતિઓ પર દેખરેખ રાખવી.

4.ગ્રામસભા યોગ્ય રીતે ભરાય કે નહીં તેની જવાબદારી તથા ગ્રામસભામાં યોગ્ય કાર્યવાહી થાય છે કે નહીં તેનો ખ્યાલ રાખવો.

5.જરૂરી પત્રકો ના રેકોર્ડ મંત્રી પાસે તૈયાર કરાવવા.

6.ગ્રામ પંચાયતના સભ્યોની સંમતિ કે મંજૂરી વિના એક વખતે માત્ર 500 રૂપિયાનો ખર્ચ કરવાની સત્તા છે.

7.મંત્રી ની રજા મંજુર કરવી.

8.સભ્યનું રાજીનામું મંજુર કરવું.

9.ગ્રામ પંચાયતના ચેક પર સહી કરવી.


💐આયોજન ની સત્તાઓ💐


1.૩૧મી માર્ચ પહેલા ગ્રામ પંચાયતનું બજેટ મંજુર કરવું અને મીટિંગ સમયસર યોજવી.

2. ગ્રામ પંચાયતમાં કરવાના કામોની વહેંચણી તથા સભ્યો અને સમિતિઓને કાર્ય સોંપવો જુદા જુદા ખાતાઓની યોજનાઓનો લાભ પોતાની પંચાયતને મળે એવું આયોજન.


💐તલાટી મંત્રીની સત્તા અને ફરજો💐


1. જમીન અંગેના રેકોર્ડ ગ્રામ નમુના સાત 12 આઠ અ ખાતુ તૈયાર કરવું.

2. જમીનના હક્કો બાબતે નમૂના 6 માં નોંધ કરવી.

3. મહેસુલી સ્તર રાખવા અને મહેસૂલી અધિકારી દ્વારા અપાયેલા તમામ કામગીરી કરવી.

4. પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરવો.

5. વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવો.

6. સરપંચ મારફતે તેની તાલુકા પંચાયતમાં મોકલવો.

7. સરપંચ ઉપસરપંચ અને સભ્યોની ખાલી પડેલ જગ્યા ની જણ તાલુકા પંચાયતને કરવી.

8. બાળકના જન્મની નોંધણી ૧૪ દિવસમાં ન કરી હોય તો લેટ ફી લઇ કરવી.

9. લગ્ન નોંધણી કરવી.

10. બેઠકની જાણ સભ્યોને કરવી.

11. મરણની નોંધણી સાત દિવસમાં ન કરી હોય તો લેટ ફી લઇ કરવી.

12. ગ્રામસભા ની જાણ સાત દિવસ પહેલા ગ્રામજનોને કરવી.

13. પંચાયત ઠરાવ કરીને કામગીરી સોંપી હોય તો પંચાયતની સામે ફરિયાદ કે દાવાઓ કોર્ટમાં ચાલે ત્યારે પંચાયત તરફથી હાજર રહેવું.


💐ગ્રામસેવકના કામ અને જવાબદારી💐


          ગ્રામ સેવક એ વિસ્તરણ ખાતાના કર્મચારી ગણાય છે. તેમનું કાર્ય ગ્રામ પંચાયતના જનસંપર્ક અધિકારી, પથદર્શક, ઉદીપક, શિક્ષક તથા લોકો અને સરકાર વચ્ચેના સંયોજક તરીકે નું છે.


💐ગ્રામ સેવક ની જવાબદારી💐


1. ગરીબી રેખા નીચેના કુટુંબની ને કૃષિ વિકાસ અને આર્થિક વિકાસ માટે સરકારની યોજનાઓ વિશે લોકોને જાણકારી આપવી તથા માહિતી અને માર્ગદર્શન આપવું.

2. ખેતી,બાગાયત, ગ્રામ વિકાસ, પંચાયત તથા સરકારના અન્ય વિભાગોની કામગીરી પણ ગ્રામસેવક કરે છે. ગ્રામ સેવક એ મુખ્યત્વે બે પ્રકારની કામગીરી નિભાવવાની હોય છે.


1. 💐ખેતીવિષયક💐


1.કૃષિક્ષેત્રે આધુનિક પદ્ધતિનો જ્ઞાન ઉપરી અધિકારી પાસેથી મેળવીને લોકો સુધી પહોંચાડવાનું.

2.ખેડૂતોને ઉદભવતા પ્રશ્નો ની જણ મદદનીશ ખેતી નિયામક અને કોઈપણ વિષય નિષ્ણાંત સુધી પહોંચાડવું. 3.નક્કી કરેલા દિવસે પાક પદ્ધતિ જોવા લોકોની મુલાકાત લેવી.

4.1 મહિનામાં 5 રાત્રી ગામમાં રોકાવુ.

5.પંદર દિવસે ક્ષેત્રિય મુલાકાત કરવી.


 2. 💐વિકાસ વિષયક💐


1. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આપેલા તમામ કાર્યો કરવા.

2. સૌથી ગરીબ હોય તેને અગ્રીમતા આપવામાં મદદરૂપ થવું.


   અને ખાસ પોતાના ગામને એ તમામ સુવિધાઓ આપવી જેથી કરી ગામ આદર્શ બની શકે...

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...