Thursday, 9 September 2021

અભિમાની કાગડો


એક હતો કાગડો. તે ખૂબ જ અભિમાની. એક દિવસે તે ઊડી રહ્યો હતો તેવામાં ભૂલથી એક ચકલી ઉડતાં-ઉડતાં તેને અથડાઈ. ચકલીને થોડું વાગ્યું. તે કંઈ બોલી નહીં, પણ કાગડાએ ક્રોધમાં આવીને તેને ધક્કો માર્યો. હવે જ્યારે પણ ચકલી એક ડાળ પર સાંજે બેસતી ત્યારે ત્યારે કાગડો આવીને તેને બહુ જ હેરાન કરતો. ચકલી કાગડાથી ખૂબ કંટાળી ગઈ, પણ શું થાય ? ચકલી કરતાં કાગડો શક્તિશાળી હોવાથી ચકલી મૂંગે મોઢે સહન કરતી. એક દિવસ સાંજે ચકલી ઝાડ પર બેઠી હતી. તેવામાં ત્યાં એક સમડી આવી. સમડીની વિશાળ કાયા જોઈને ચકલી ગભરાઈ ગઈ. સમડીએ કહ્યું,‘મારાથી કેમ ગભરાય છે ? હું મારી શક્તિનો દુરુપયોગ કરતી નથી. હું હંમેશાં નાનાં પક્ષીઓ પ્રત્યે પ્રેમભાવ રાખું છું. તેથી જ હું ખૂબ ખુશ છુંં તને કંઈ તકલીફ હોય તો કહેજે. ચકલીએ ઉદાસ થીઈને રડતાં-રડતાં કાગડાના ત્રાસની વાત સમડીને કહી.સમડીએ તેને આશ્વાસન આપતાં કહું,‘બસ, આટલી નાની મુશ્કેલીમાં તું રડે છે ? ચિંતા ન કર. આવવા દે એ કાગડાને. થોડી વાર બાદ કાગડો ત્યાં વટથી આવ્યો. તે હસી રહ્યો હતો. ચકલીએ તે કાગડા તરફ સમડીને ઇશારો કર્યો. સમડી સમજી ગઈ. તેણે પોતાની એક પાંખ કાગડાને ફટકારી. કાગડો ડઘાઈ ગયો. કાગડો સમડીનો સામનો કરવા તૈયાર થયો. તેવામાં સમડીએ તેને એક પગથી જોરથી ધક્કો માર્યો. સમડીએ કહ્યું,‘ખબરદાર જો આ ચકલીને હેરાન કરી છે તો. તે મારી મિત્ર છે. તેને હેરાન કરીશ તો તને પળભરમાં મસળી કાઢીશ. હંમેશાં નાનાં પક્ષીઓ સાથે ઝઘડો ન કરતાં તેમનું રક્ષણ કરવું જોઈએ. કાગડો ત્યાંથી ભાગી ગયો. ચકલીએ સમડીનો આભાર માન્યો.

No comments:

Post a Comment

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...